અત્યારે ફાફડા એ ગુજરાતની એક ટ્રેડિશનલ ડિશ માનવામાં આવે છે અને ગુજરાતીઓ એ ખાવા પીવાના બહુ જ શોખીન એટલે કે રવિવારની સવારે લાઇનમા ઊભા રહીને પણ તે નાસ્તા માટે ફાફડા લઈ આવે છે માટે આજે અમે તમને આવા જ સોફ્ટ અને ટેસ્ટી ફાફડા ઘરે બનાવવાની રેસિપિ એ લાવ્યા છીએ માટે તમારા માટે છે આ રેસીપી નોંધી લો રેસિપિ અને વીકેન્ડમા બનાવી ખુશ કરી દો તમારા ફેમિલીને.
આ છે ફાફડા બનાવવા માટેની સામગ્રી
૧) ૨ કપ ચણાનો લોટ
૨) પાંચ ટીસ્પૂન તેલ
૩) અડધી ચમચી અજમો
૪) ૨ ટી સ્પૂન પાપડ ખારો
૫) અડધી ચમચી મીઠું
૬) તળવા માટે તેલ
આ છે તેને બનાવવાની રીત
સૌ પ્રથમ તમે એક બાઉલમા ચણાનો લોટ અને મીઠું અને ખારો અને પાણીને ભેળવો અને ત્યાર બાદ ખારાને બદલે તમે બેકિંગ સોડા એ પણ વાપરી શકાય માટે તેમા અજમો અને પાંચ ટીસ્પૂન તેલ મિક્સ કરો અને તેનો લોટ બાંધો પછી તેને પરાઠાથી કડક અને પુરીથી નરમ લોટ બાંધો અને તેને સાત મીનિટ સુધી લોટને મસળીને બાંધવો અને આ લોટને અડધો કલાક રહેવા દો ત્યારબાદ તે લોટને ફરી મસળી લો અને તમારા ઘરના વેલણ જેવો લાંબો લોયો બનાવો
બસ ત્યારબાદ તમે લોયાના ટુકડા કરી દો અને પછી તેને એક લૂઓ લો અને હાથથી દબાવીને તમારી લાકડાની પાટલી પર હથેળીથી ખેંચો અને પછી તેને ચપ્પાની મદદથી તેને ઉખાડો બસ આ રીતે દરેક લૂઆને બનાવીને થાળીમા રાખતા જાઓ. અને તેલ ગરમ થઇ જાય એટલે તેમા તમે ફાફડા નાંખો અને તેને તળો બસ તે તૈયાર થાય એટલે તેને એબસોર્બ પેપર પર કાઢો અથવાતો છાપા પર જેનાથી વધારાનુ તેલ એ શોષાઇ જશે બસ તૈયાર છે આ ક્રિસ્પી ફાફડા બસ તેને આ ચટણી અને તળેલા મરચાની સાથે સર્વ કરી શકાય છે.