આજે હું એક એવી રેસિપી લાવી છું જેમાં ના તો દૂધ માં લીંબુ ઉમેરી અને પનીર બનાવવા જનજટ કે ના સમય બગડે આ રેસિપી અચાનક મહેમાન આવી જાય અને તેને બંગાળી મીઠાઈ પસન્દ હોઈ અને તમે વિચારો કે તરત 15 થી 20 મિનિટ માં એવું શું બનાવું તો બનાવો આ રસમલાઈ. આ માપ થી 5 પીસ બનશે જો તમારે વધારે બનાવી હોઈ તો એ પ્રમાણે માપ માં સામગ્રી લેવી
સામગ્રી
- 1 વાટકી દૂધ નો પાવડર,
- 1 કપ દૂધ,
- 500 ml દૂધ,
- 1 વાટકી ખાંડ,\
- 1 ચમચી ઘી,
- 1 ચમચી ડ્રાય ફ્રુટ પાવડર
- ગાર્નીશ માટે
- કેસર ના તાંતણા
- ડ્રાય ફ્રુટ પાવડર
બનાવાની રીત
સૌ પ્રથમ 500 ml દૂધ ઉકળવા મુકો દૂધ ઉકળે એટલે તેમાં ખાંડ ઉમેરો. દૂધ ને 5 થી 7 મિનિટ ઉકળવા દો.હવે તેમાં અડધી ચમચી ડ્રાય ફ્રુટ નો ભુક્કો ઉમેરો. હજી દૂધ ને 5 થી 7 મિનિટ ઉકાળો.પછી ગેસ બંધ કરી ઠંડુ કરવા મુકો.
હવે એક પેન માં દૂધ નો પાવડર નાખી ધીમા તાપે 2 મિનિટ હલાવો.પછી તેમાં 1 ચમચી ઘી ઉમેરો ઘી મિક્સ થઈ જાય એટલે 1 કપ દૂધ ઉમેરો. તમારે થોડી ખાંડ આમાં ઉમેરવી હોય તો ઉમેરી શકાય.
હવે મિશ્રણ ઘટ થવા આવે એટલી વાર ધીમા તાપે હલાવ્યા રાખો જેથી ગાંઠા ના પડે.હવે ઘટ મિશ્રણ ને એક વાટકી માં કાઢો.
હવે હાથે થી નાના બોલ વાળી અને દબાવી દો. લુઆ જેવો આકાર આપો.
હવે સર્વિંગ બાઉલમાં લઈ તેના પર દૂધ નાખી ડ્રાય ફ્રુટ પાવડર અને કેસર ના તાંતણા થી ગાર્નીશ કરી સર્વ કરો.
તો તૈયાર છે ઇન્સ્ટન્ટ એવી મિલ્ક પાવડર રસમલાઈ. તો બનાવો આ વિકેએન્ડ માં જે બપોરના ભોજનમાં કંઈક ખાસ બની જશે. મિલ્ક પાવડર બને તો અમુલનો જ ઉપયોગમાં લેવો.
રસોઈની રાણી :ચાંદની ચિંતન જોશી(જામનગર)