રામાયણ ના સમયના આ પાંચ પુરાવા જે આજે પણ છે હાજર, જાણો રામાયણની હકીકત…

ભારત દેશમાં હિન્દૂ ધર્મમાં રામાયણ-મહાભારત નું એક અનોખું સ્થાન છે. આ દુનિયા માં કદાચ જ એવો કોઈ હિંદુ હશે, જેણે રામાયણ વિષે ન સંભાળ્યું હોય. રામાયણ ભગવાન રામ સાથે જોડાયેલ હોવાથી તેને રામાયણ નું નામ આપવામાં આવ્યું છે. ગ્રંથો કહે છે કે જયારે ભગવાન રામની માતા એ ૧૪ વર્ષ નો વનવાસ નો આદેશ આપી દીધો હતો તો તે સીતા અને પોતાના નાના ભાઈ લક્ષ્મણ ની સાથે જંગલો માં રહેવા ચાલ્યા ગયા હતા. રાવણ કે જે ભગવાન શંકર નો મોટો ભક્ત હતો તેને માતા સીતાનું અપહરણ કરીને તેને લંકા લઇ ગયો હતો.

માતા સીતાને છોડાવવા માટે ભગવાન રામે હામુમાન અને વાનર સેના સાથે મળીને લંકા ઉપર આક્રમણ કર્યું હતું. અને રાવણ નો વધ કરીને માતા સીતાને મુક્તિ આપી હતી. ત્યારથી આ સંપૂર્ણ ઘટના નું નામ રામાયણ આપવામાં આવ્યું. પરંતુ અમુક લોકો રામાયણ ને કાલ્પનિક માને છે.પરંતુ આજ ના આ લેખ માં અમે તમને કેટલાક પૌરાણિક પુરાવા બતાવવા જઈ રહ્યા છીએ જેમને જોઈને તમે રામાયણ પર વિશ્વાસ કરવા લાગશો.

રામસેતુ

ભારત પરથી લંકા જવા માટે ભગવાન શ્રી રામે દરિયા પર સેતુબંધ ની રચના કરાવેલ હતી, જેના કારણે તેમનું નામ રામસેતુ પડ્યું હતું. હકીકતમાં તે એક પુલ છે જે ભગવાન શ્રી રામે વાનર સેનાની મદદ થી બનાવ્યો હતો.

અશોક વાટિકા

મિત્રો જો જૂના ઇતિહાસ ના ગ્રંથ પર જઈએ તો તેમાં જાણવા મળશે કે અશોક વાટિકા એ રાવણ નું સૌથી પ્રિય અને ગુપ્ત સ્થાન ગણાતું. અલબત, માતા સીતા ને અપહરણ પછી રાવણે બંદી અવસ્થામાં અશોક વાટિકા માજ રાખેલા. અલબત તે સ્થાન એટલુ રહસ્યમય હતું કે ભગવાન હનુમાન પણ તે સ્થાન ને સરળતાથી શોધી નહોતા શક્યા. આજે પણ અશોક વાટિકા સ્થાન શ્રીલંકા માં સ્થિત છે જેનાથી તે વાત સાબિત થાય છે કે રામાયણ સાચે ઘટી હતી.

રામ ભક્ત હનુમાન ના પદ ચિહ્ન

જ્યારે રાવણે માતા સિતા નું હરણ કર્યું ત્યાર બાદ ભગવાન રામે તેમના ભક્ત એવા ભગવાન હનુમાણ ને સિતા માતાની ખોજ માં લંકા મોકલેલા. કહેવાય છે કે હનુમાનજી વિકરાળ રૂપ ધારણ કરીને એક સમગ્ર સમુદ્ર ને પાર કરીને રાવણ ની લંકા માં ગયા હતા. આજે પણ તે સ્થાન પર જોવામાં આવે તો ત્યાં હનુમાનજી ના પદચિન્હ હાજર દેખાશે.

ગરમ પાણી ના કુવા

પૌરાણિક કથાઓ અનુસાર લંકાપતિ રાવણ શિવ ભક્ત હતો અને તેને પોતાની શક્તિઓ ની તાકાત થી ગરમ પાણીના ઝરણાઓ નું નિર્માણ કર્યું હતું. આજે રામાયણ ને ઘટિત થયે લાખો વર્ષ વીતી ચુક્યા હોવા છતાં આજે પણ ગરમ પાણીના કૂવા લંકા માં હાજર છે અને આજે પણ તેમાંથી ગરમ પાણી નીકળે છે.

તરતા પત્થરો

મિત્રો તમે જ્યારે નાના હશો ત્યારે મજાક માને મજાક માં હાથ માં પત્થર લઈને નદીમાં ફેકેલોજ હશે. પણ આ પત્થર નદીમાં જતાં નાનો હોવા છતાં ડૂબી જાય છે, પરંતુ ભગવાન રામ ની સેના એ પત્થરો પર તેમનું નામ “રામ” લખીને ફેંકો તો તે પત્થર પાણી માં તરવા લાગ્યા. તેમાંથી મળી આવેલા કેટલાક પત્થર આજે પણ રામેશ્વરમ, દક્ષિણ ભારત માં હાજર છે.

Comments

comments


3,616 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 1 =