આજે આપણે બનાવીશું રક્ષાબંધન ની સ્પેશિયલ સ્વીટ્સ.

રક્ષાબંધન સ્પેશિયલ સ્વીટ્સ: આજે આપણે બનાવીશું રક્ષાબંધન ની સ્પેશિયલ સ્વીટ્સ.જેને બનાવવી ખુબ જ સરળ છે. તેમજ ખુબ જ ઓછા સમય માં તે બની જાય છે. આ સ્વીટ્સ ખાવા માં પણ ખુબ જ ટેસ્ટી બને છે. આ સ્વીટ્સ ને મેં ૨ ફ્લેવર્સ માં બનાવી છે. આ સ્વીટ્સ કોઈ પણ બનાવી શકે છે. કારણકે આ સ્વીટ્સ બનાવવામાં કોઈ પણ હીટ નો ઉપયોગ નથી થતો. તો ચલો બનાવીએ સ્પેશિયલ ભાઈ માટે સ્પેશિયલ સ્વીટ્સ.

1સામગ્રી:

 • ઈલાઈચી ફ્લેવર-૧
 • ૫૦ ગ્રામ પનીર,
 • ૨ ચમચી કન્ડેન્સ મિલ્ક,
 • ૩-૪ નંગ ચેરી,
 • ૧/૨ ચમચી ઇલાઈચી પાવડર,
 • ચોકલેટ ફ્લેવર-૨
 • ૫૦ ગ્રામ પનીર,
 • ૨ ચમચી કન્ડેન્સ મિલ્ક,
 • ૩-૪ નંગ કાજુ,
 • ૧ ચમચી કોકો પાઉડર.
 • રીત:

સૌપ્રથમ આપણે લઈશું પનીર અને તેના નાના નાના ટુકડા કરી લેવા. ત્યાર બાદ બધા જ ટુકડા ને કાટા ચમચી વડે મેશ(ક્રશ) કરી લેવા. જેથી તેની સ્વીટ સરખી રીતે વળી શકે. પનીર ને તમે હાથ વડે પણ મેશ કરી શકાય છે.

2

પનીર એકદમ મેશ થઇ જાય ત્યાર બાદ તેમાં કન્ડેન્સ મિલ્ક અને ઇલાઈચી પાઉડર ઉમેરી દઈશું.

3

હવે બધીજ સામગ્રીઓ ને મસળી લેવી. જેથી તેમના ફ્લેવર્સ સારી રીતે મિક્ષ થઇ જાય.4

હવે તેનો ખુબ જ સરસ માવો તૈયાર થઇ ગયો છે, તો તેમાં થી નાના નાના પેંડા શેપ ની સ્વીટ વળતા જઈશું.

5

હવે એવી જ રીતે બધી સ્વીટ્સ વળાઈ જાય. ત્યારબાદ તેના પર ચેરી થી તેને ડેકોરેટ કરી લઈશું.

6

હવે તેને સેટ થવા માટે ૧૦થિ૧૫ મિનીટ સુધી ફ્રીઝ માં મૂકી દઈશું.જેથી તે થોડીક કડક પણ થઇ જશે.

7

હવે પનીર, કન્ડેન્સ મિલ્ક ને મિક્ષ કરી તેનો માવો તૈયાર કરી લઈશું. હવે સ્વીટ્સ ને ચોકોલેટ ફ્લેવર્સ આપવા માટે તેમાં કોકો પાઉડર ઉમેરીશું.

8

ત્યાર બાદ તેની પણ ગોળ ગોળ અને નાની નાની સ્વીટ્સ વાળી લઈશું. અને તેને કાજુ થી ડેકોરેટ કરીશું. તેમાં તમને પસંદ હોય તે બધા જ ડ્રાયફ્રુટ્સ ઉમેરી શકાય છે.

9

તો તૈયાર છે આપણી સ્વીટ્સ એ પણ ૨ ફ્લેવર માં. જેમાં એક ચોકલેટી છે અને એક સિમ્પલ. તો આ રક્ષાબંધન પર આ સ્વીટ્સ તમારા ભાઈ માટે જરૂર થી બનાવજો….

10

નોંધ:કન્ડેન્સ મિલ્ક ના હોય તો દૂધ ને ઘટ કરી ને ઉમેરી શકાય છે. જેમાં ખાંડ ઉપર થી ઉમેરવાની રેહશે.ડેકોરેશન માં કોઈ પણ ડ્રાયફ્રુટ્સ લઇ શકાય છે.

રેસીપીનો વિડીયો જોવા: માટે અહિયાં ક્લિક કરો :

રસોઈની રાણી : મેઘના સચદેવ (જુનાગઢ )

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,346 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>