RAJINIKANTH VS CID JOKES – લગભગ કોઈ એવું હશે જેણે આ નામ નહિ સાંભળ્યું હોય… જાણો તેની સફળતાનું રહસ્ય…

સોસીયલમીડિયા અને ડિજિટલ માર્કેટિંગ વિશે અત્યારે કોને ખબર ન હોય? આજે અમે એ વિશેની જ એક વાત લઈ આવ્યા છીએ જે વાંચીને તમે જરૂરથી ચોંકી જશો.

આ એ સમયની વાત છે જયારે સોસીયલ મીડિયા આજના સમય જેટલુ ફેમસ નહોતું અને શાહિદ અન્સારી નામના વ્યક્તિએ તેમાં એક નાનકડો છોડ રોપ્યો જે હાલમાં એક મોટા ઝાડના સ્વરૂપે બહાર આવી રહ્યો છે.

૨૦૧૦ના સમયમાં શાહિદ અન્સારી, એક સેલ્સ એક્સીક્યુટીવ ફેસબુકમાં આવતી કોમેડી પોસ્ટ જોઇને છક થઈ ગયા અને ત્યારે જ એમને ફેસબુક પેજ બનાવવાનો વિચાર આવ્યો હતો.

‘મને પહેલેથી જ આવા રમુજી જોક્સ અને વોટ્સએપમાં ફોરવર્ડ કરેલી કોમેડી ઈમેજો ખૂબ જ ગમતી હતી. એ સમયે રજનીકાંતનું રોબોટ મુવી રીલીસ થવાનું હતું અને એ જ સમય હતો જ્યારે CID સીરીયલ અને તેના જોક્સ ખુબ જ ફેમસ થયા હતા. આથી મેં આ બંનેનું કોમ્બીનેશન બનાવી એક ફેસબુક પેજ ચાલુ કર્યું જેનું નામ રાખ્યું ‘RAJINIKANTH VS CID JOKES’

RVCJ મીડિયાના એક ફાઉન્ડર શાહીદ અન્સારીએ કહ્યું.

અત્યારે આ RVCJMEDIAના ફેસબુક ઉપર ૧૪ મીલીયનથી પણ વધારે ફોલોઅર્સ છે અને ફક્ત આટલું જ નહિ, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ૧,૧૪,૦૦૦ જેટલા ફોલોઅર્સ થઈ ગયા છે અને હાલમાં તે ટ્વીટર ઉપર પણ વાઈરલ કન્ટેન્ટ બનાવી રહ્યા છે. પોલીટીક્સ હોય કે પછી કોઈ સેલીબ્રીટી હોય, RVCJMEDIA કન્ટેન્ટમાં બધા કરતા એક કદમ આગળ જ રહે છે.

સફળતાની મુસાફરી વિશે વાત કરતા શાહિદ કહે છે કે શરૂઆતમાં હું ફક્ત શબ્દોવાળા જોક્સ બનાવતો હતો અને એ કારણે શરૂઆતના ૨૦,૦૦૦ ફોલોઅર્સ અમને આરામથી મળી ગયા. એવામાં અંકિત મોરે જે આ પેજનો ફોલોઅર્સ હતો તેણે મેસેજ કર્યો કે તે પણ આ પેજ ઉપર કંઈ કરવા માંગે છે.

‘અંકિત સાથે ફેસબુક અલગોરિધમનું ખૂબ જ સારું નોલેજ હતું અને તે પણ MEME બનાવવામાં એક્સપર્ટ હતો. અને એની મદદથી અમારી રીચ વધી અને વેબસાઈટ બનાવવાનું નક્કી કર્યું.’

એ પછી હરપ્રીત સિંહ એક IT કંપનીના ટેકનીકલ હેડ અમારી ટીમમાં સામેલ થયા.

‘તેઓએ અમને ટેકનીકલ અસ્પેકટસ અને SEOને લગતા ફંડામેન્ટ સમજાવ્યા જેને કારણે અમારી રીચ અને વ્યુ બંને વધ્યા. એલેક્ષા રેન્કિંગમાં અમારી વેબસાઈટને ટોપની કેટલીક વેબસાઈટમાં આંકવામાં આવી હતી.’

શરૂઆતમાં ફૂલ ટાઈમ જોબ અને ફેસબુક પેજ એમ બંને ઉપર ફોકસ કરવું મુશ્કેલ બની જતું હતું પણ થોડા સમય પછી અમારું પેજ મોટું થયું ત્યારે નોકરી છોડી દીધી.

આ ઉપરાંત તેમને એવો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મોટા મોટા નેતા અને અભિનેતાઓ ઉપર મેમસ અને જોક્સ બનાવાને કારણે તેઓ કદીય મુશ્કેલીમાં મુકાયા છે ?

તો જવાબમાં એમણે કહ્યું, “જી, હજી સુધી આવું બન્યું નથી. કારણ કે અમારું ધ્યેય લોકોને હસાવવાનું છે. અમારી જોડે લગભગ ૪૦ જેટલા ક્રિએટરોની ટીમ છે જે લોકોને હસાવવા તરફ કામ કરે છે.”

શાહિદ અન્સારીએ આશા પણ જતાવી કે તેઓ આ કામ આગળ પણ કરતા રહેશે.

 

લેખન સંકલન: યશ મોદી

લોકોને હસાવવાનું સુંદર કાર્ય કરી રહ્યા છે આ લોકો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,269 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>