રેલ્વે હાલમા આપી રહ્યુ છે ૭ રાત અને ૮ દિવસનુ પેકેજ કે જેમા રહેવા-જમવાનુ ફ્રી, હરિદ્વાર-ઋષિકેશ-અમૃત્તસર અને વૈષ્ણોદેવીના કરાવશે દર્શન

મિત્રો તમે IRCTC નું નામ તો સંભાળુંજ હશે જેને આપણે “ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન” કહીયે છીએ તે હિરદ્વાર-ઋષિકેશ-અમૃત્તસર અને વૈષ્ણોદેવીનું ટૂર પેકેજ ઓફર કરી રહ્યું છે. અને વધુમાં આ ભારત દર્શન ની યાત્રા સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન થકી કરવામાં આવશે. જેમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ભિલવાડા, અજમેર, જયપુર, અલવર, રેવાડી અને દિલ્હી કેન્ટ ટ્રેનના બોર્ડિંગ અને ડી-બોર્ડિંગ પોઇન્ટ્સ જોવાના રહશે. ચાલો જાણો પેકેજની સંપૂર્ણ માહિતી.

IRCTC ની આ ટુર ક્યારે શરૂ થશે

આ ટૂર 2 ડિસેમ્બરથી માંડીને 9 ડિસેમ્બર સુધીની હશે. જેમાં 2 ડિસેમ્બર ના દિવસે ઉદયપુરથી ટ્રેન ઉપડશે અને 3જીએ હરિદ્વાર, 4 થીએ ઋષિકેશ અને હરિદ્વાર ફેરવવામાં આવશે. 5 ડિસેમ્બર ના રોજ અમૃત્તસર તથા 6 ડિસેમ્બરે વૈષ્ણોદેવીના દર્શન કરાવવામાં આવશે. અને છેલ્લા એટલેકે 7 ડિસેમ્બરે ટ્રેન પરત આવવા નીકળી જશે.

શું-શું છે આ પેકેજમાં સામેલ

  • આ પૅકેજ માં ટ્રેનમાં સ્લીપર ક્લાસમાં જર્ની કરવામાં આવશે.
  • આ પેકેજ માં ધર્મશાળામાં રોકાવાની સુવિધા હશે.
  • તદ ઉપરાંત બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરવામાં આવશે.
  • વધુ મા આ ટ્રેનમાં સિક્યોરિટી ટીમ હશે.
  • આ ટુર માટે લોકલ એરિયામાં લોકેશન ફેરવવા ગાડીની સુવિધા હશે.
  • અને આ સંપૂર્ણ ટુર માટે એક મુસાફરે ફક્ત 7560 રૂપિયા ચૂકવવા રહેશે.

કેમ કરશો બુકિંગ

જે મુસાફર આ ટુર માટે બુકિંગ કરવા ઇચ્છતા હોય તેને www.irctctourism.com સાઇટ પર જવાનું રહેશે. ત્યાં જઈને રેલ ટૂર્સના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, ક્લિક કરતા જ આખું ટૂર લિસ્ટ જોવા મળશે. હવે VAISHNO DEVI YATRA NZBD231 પર ક્લિક કરીને બુકિંગ કરાવી શકો છો. જે માટે તમારે Book ઓપ્શન પર જવાનું રહેશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,076 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>