રાહુ અને કેતુનુ રાશી પરિભ્રમણ!! જાણો કઈ રાશીઓમા રેલાશે આનંદ, કોની થશે ખરાબ દશા…

વ્યક્તિ ના જીવનકાળ મા તેની રાશી બહુ મહત્વ ધરાવે છે. રાશીઓ પ્રમાણે વ્યક્તિ ના ભવિષ્ય ની જાણકારી મેળવી શકાય છે. જો ગ્રહો મા કોઈપણ જાત નો ફેરફાર થાય તો પણ તેની સીધી અસર દરેક રાશીઓ ઉપર જરૂર પડે છે. ગ્રહો મુજબ અમુક રાશીઓ ઉપર સારી તો અમુક ઉપર ખરાબ અસર જરૂર જોવા મળે છે.

ગ્રહ નક્ષત્રો નું પરિભ્રમણ અને તેની ચાલ ની ગતિ વ્યક્તિ ના જીવનકાળ દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ લાવે છે. જો ગ્રહો ની દશા સારી હોય તો વ્યક્તિને તેના જીવન મા બધી જ સુખ-સુવિધાઓ ભોગવે છે. પરંતુ જો ગ્રહો ની દશા નબળી થતી જાય તો વ્યક્તિ ને પોતાના જીવનકાળ મા ગણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.

જ્યોતિષ વિદ્યા પ્રમાણે રાહુ અને કેતુ નું પરિભ્રમણ થતા એક થી બીજી રાશી મા જતા ઘણા ફેરફાર જોવા મળે છે. રાહુ કેતુ ને એક રહસ્યમયી ગ્રહ માનવામાં આવે છે અને આ બન્ને ગ્રહો પાપી ગ્રહો માંથી એક છે. તેના પરિભ્રમણ થી થતા ફેરફાર થી રાશીઓ ઉપર તેની શું અસર પડશે તે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

રાહુ અને કેતુ આ બન્ને ગ્રહ એક રાશિ મા ૧૮ માસ સુધી રહે છે. તેનું એક રાશી માંથી બીજી રાશી મા પરિભ્રમણ વેહ્લું થતું નથી તેમજ સાવ ધીમી ગતિ થી આ ગ્રહો કામ કરે છે. તો ચાલો જાણીએ રાહુ અને કેતુ ના પરિભ્રમણ થી કઈ રાશીઓ નો સમય રહેશે શુભ.

મિથુન રાશી ના જાતકો માટે રાહુ કેતુ થી થતા આ પરિવર્તન ને લીધે જે કાર્ય વિચારીને રાખ્યું છે તે સફળતાપૂર્વક પુરા થશે. જે કામ નું આયોજન કરવામાં આવશે તે કામ સફળ થશે. હવે જીવન મા સફળતા આવવાના પૂરે-પુરા યોગ છે. ઘર કુટુંબ સાથે કોઈ નાની યાત્રા નું આયોજન થઈ શકે છે જે લાભદાયી સાબિત થશે. આરોગ્ય સારું રહેશે.

તુલા રાશી ના જાતકો ને રાહુ કેતુ ના થનારા પરિવર્તન થી શુભ અસર પડવાની છે લોટરી,શેર જેવા કામ મા ધાર્યું પરિણામ મળશે. આધ્યાત્મિક દૃષ્ટિ થી જીવન સારું રહેશે. વેપારીવર્ગ ને વેપાર મા નફો થવાના યોગ છે. અચાનક કોઈ યાત્રા કે પ્રવાસ નું આયોજન થઇ શકે છે જેના થી ઘણો લાભ થશે.આરોગ્ય સારું રહેશે તેમજ ઘર કુટુંબ નું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે.

વૃશ્ચિક રાશી વાળા જાતકો ને રાહુ કેતુ ના થનારા આ પરિવર્તન ને લીધે દરેક કાર્ય ક્ષેત્ર મા વધુ સફળતા મળવાના યોગ બની રહ્યા છે. નોકરી-ધંધા કરતા લોકો ની આવક વધશે તેમજ ઉપરી અધિકારીઓ તમારા કામ થી ખુશ રહેશે. માતા-પિતા નો પૂરો સાથ સહકાર મળશે, અગવ કરેલા રોકાણ થી અત્યારે વધુ ધન પ્રાપ્તિ ની શક્યતાઓ વધી રહી છે.

ધન રાશી ના જાતકો ને રાહુ કેતુ ના થનારા ફેરફાર થી સારા મા સારા શુભ પરિણામ મળવાના છે. કોઈ મોટી તીર્થ યાત્રા કે પ્રવાસ ઉપર જઈ શકો છો. ધાર્મિક કાર્યો મા રૂચી વધશે. ઘર કુટુંબ મા શાંતિ નું વાતાવરણ રહેશે. સંતાન તરફ થી કોઈ શુભ સમાચાર મળવાના યોગ છે જેના લીધે મદન પ્રફુલ્લિત રહેશે. તમારા ધરેલા કામ પુરા થશે તેમજ ઘણા સમય થી અટકાયેલું કામ હવે સફળતા સાથે પૂર્ણ થશે. જીવન સાથી સાથે ખુબ જ સારો સમય વિતાવશો.

કુંભ રાશી ના જાતકો ને રાહુ અને કેતુ ના થનારા ફેરફાર ને લીધે જીવન મા ઘણી નવી ખુશીઓ આવશે. જીવનસાથી નો પૂરો સાથ સહકાર મળશે તેમજ સાથે બહાર ફરવાનો પ્રવાસ ખેડી શકો છો. આર્થિક સ્થિતિ સુધરતી જણાશે. કાર્યક્ષેત્ર મા કરેલ ફેરફાર થી ઘણો ફાયદો થઇ શકે છે.આરોગ્ય સારું રહેશે.

ચાલો જાણીએ બીજી રાશીઓ ની દુર્દશા :

મેશ રાશી ના જાતકો ને આ રાહુ અને કેતુ ના થતા પરિવર્તન ને લીધે નાના બાળકો ના આરોગ્ય બગડવા ની શક્યતાઓ વધશે. વેપારીવર્ગ ને વેપાર માં ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. આવક ના શ્રોત્ર ખૂટતાં જણાશે. કોઇપણ કાર્ય સમજી વિચારીને કરવું તેમજ નવીન વસ્તુઓ મા સંભાળીને આગળ વધવું.

વૃષભ રાશી ના જાતકો ને રાહુ કેતુ ના પરિવર્તન ને લીધે ઘર પરિવાર મા અશાંતિ સર્જાશે એટલે ધેર્ય અને સંયમ થી કામ લેવું. ક્રોધ ને કાબુ મા રાખવો નહિ તો ખરાબ પરિણામ નો સામનો કરવો પડી શકે છે. ધાર્મિક કાર્યો મા મન પરોવેલું રેહશે જેનાથી આંતરિક શાંતિ નો અનુભવ થશે.

કર્ક રાશી ના જાતકો ને રાહુ કેતુ થી થતા પરિવર્તન ને લીધે તમારૂ મન તંત્ર-સાધના તરફ વધુ આકર્ષિત થશે. અધિકારી વર્ગ સાથે વાતચીત કરવામાં ધ્યાન રાખવું. ખરા-ખોટાં શબ્દો નો પ્રયોગ ના થઇ જાય તેની સંભાળ રાખવી. ભવિષ્ય મા પણ બોલવામાં ધ્યાન રાખવું તેમજ આરોગ્ય ની કાળજી રાખવી.

સિંહ રાશી ના જાતકો ને રાહુ કેતુ ના પરિવર્તન ને લીધે ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે. તમારા વડીલ ને પૂછીને આગળ વધવું. આ સમય દરમિયાન જીવનસાથી નો પૂરો સાથ સહકાર મળશે. નૌકરી ધંધા કરતા લોકોએ પોતાના અધિકારી સાથે અણબનાવ થવાની શક્યતાઓ છે. ધારેલું કામ સફળ ના થતા મન બેચેન રેહશે.

કન્યા રાશી ના જાતકો ને રાહુ કેતુ ના પરિવર્તન ને લીધે ઊંઘ ની સમસ્યા વધુ રહશે તેમજ ધાર્યા થી વધુ ખર્ચો થશે. ખોટા ખર્ચા ટાળવા નહી તો બચાવેલ રકમ અને મિલકત પણ પૂરી થતા વાર નહિ લાગે. તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ છેતરપીંડી કરી શકે છે જેથી સમજી વિચારીને બીજા પર વિશ્વાસ મુકવો.

મકર રાશી ના જાતકો ને આ રાહુ કેતુ ના પરિવર્તન થી પૈસા ટકા મા મુશ્કેલી સર્જાશે તેમજ કોઇપણ જાત નુ રોકાણ ના કરવા સૂચવાય છે. આરોગ્ય ની ખાસ કાળજી લેવી તેમજ નૌકરી ધંધા કરતા લોકો ને તેમના સાથે કામ કરતા વ્યક્તિઓ થી ચેતી ને ચાલવું. લાંબી મુસાફરી ના કરવા જણાય છે.

મીન રાશી ના જાતકો ને રાહુ કેતુ ના પરિવર્તન ને લીધે ઘણું ના ધાર્યું પરિણામ ભોગવવું પડશે. તમારા વિરોધીઓ પણ તમને હાની પોહ્ચાડવા ની કોશિશ કરી રહ્યા છે. દરેક પરિસ્થિતિ નો સામનો સમજણ અને શાંતિ થી કરવો. આરોગ્ય મા ઉતાર-ચઢાવ ને લીધે કાળજી રાખવી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,331 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>