રાગી બદામ ની સુખડી જે ખૂબ જ હેલ્ધી છે સાથે જ આ ખાવામાં એકદમ પોચી બને છે ..

આજે આપણે બનાવીશું રાગી બદામ ની સુખડી જે ખૂબ જ હેલ્ધી છે સાથે જ આ ખાવામાં એકદમ પોચી બને છે તો બાળકો ને હવે સાદી સુખડી બનાવી આપવાના બદલે આ રીત ની હેલ્ધી સુખડી બનાવીને આપજો જેથી સુખડી ની ન્યુટ્રીશનલ વેલ્યુ વધી જાય અને બાળકો ને એક હેલ્ધી ફૂડ ખાવા મળે અને આ રેસીપી માં મેં ઘઉં નો લોટ પણ મિક્ષ કર્યો છે જેથી બાળકોને આમાં રાગી છે એવો ખ્યાલ પણ નહી આવે તો ચાલો એની રીત જોઈ લઈએ. 

સામગ્રી

  • ૧/૨ કપ ઘઉં નો ઝીણો લોટ
  • ૩/૪ કપ રાગી નો લોટ (નાચણી નો લોટ )
  • ૩/૪ કપ ચોખ્ખું ઘી
  • ૧ કપ ગોળ
  • ૧/૪ કપ સમારેલી બદામ

 રીત :  

એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો ,ઘી ગરમ થાય એટલે એમાં સૌથી પહેલા એમાં ઘઉંનો લોટ એડ કરો અને એને મીડીયમ ગેસ પર થોડો શેકી લો એમાં થી થોડી થોડી સુંગધ આવવા લાગશે અને કલર આછા ગુલાબી રંગ જેવો થશે1 (2)

હવે આ સમયે આમાં રાગી નો લોટ એડ કરો અને હવે બંને લોટ ભેગા શેકવાના છે , રાગી નો લોટ થોડો ડાર્ક કલર નો હોય એટલે ઘઉં નો લોટ થોડો શેકાય પછી જ આ એડ કરવો જો શરૂઆત માં બંને લોટ ભેગા કરશો તો આનો કલર ડાર્ક હોવાના લીધે ઘઉં નો લોટ કેટલો શેકાયો એનો ખ્યાલ નહી આવે2

હવે આમાં સમારેલી બદામ ઉમેરો જેથી એ પણ લોટ સાથે ઘી માં થોડી શેકાઈ જાય જેથી એનો ટેસ્ટ સરસ લાગશે ,અત્યારે મેં બદામ સમારીને લીધી છે પણ જો ઘર માં નાના બાળકો હોય કે બાં – દાદા હોય અને બદામ ચાવી ના શકતા હોય તો મિક્ષરમાં એનો પાવડર બનાવીને પણ ઉમેરી શકો એનો ટેસ્ટ પણ સારો લાગે છે

લોટ માંથી સરસ સુગંધ આવવા લાગે એટલે ગેસ એકદમ ધીમો કરી દો અને હવે એમાં ગોળ નો ભૂકો કે ગોળ ને સમારીને એડ કરો અને બધું સરસ રીતે મિક્ષ કરી લો ગોળ ની એક પણ કણી ના રહે એનું ધ્યાન રાખવું ગોળ જેટલો પોચો હશે એટલો જ એ ઝડપ થી મિક્ષ થઈ જશે

આ રીતે બધું સરસ મિક્ષ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો , આ મિશ્રણને એક ઘી લગાવેલી થાળીમાં પાથરી દો એના ઉપર થોડી સમારેલી બદામ એડ કરો અને ૧૦ મિનીટ માટે રહેવા દો જેથી તે થોડી સેટ થઈ જાય3

૧૦ મિનીટ પછી એક ચપ્પુ કે તાવીઠા ની મદદ થી આ રીતે કટ ના નિશાન કરી દો જેવડી સાઈઝ ના પીસ જોઈતા હોય એ પ્રમાણે નિશાન લગાવી દેવા કેમકે જો સુખડી ઠંડી થઈ જાય અને પછી જો એને કટ કરો તો એના પીસ પ્રોપર ના પડે ,હવે એને અડધો કલાક રહેવા દો પછી એના પીસ અલગ કરી લો4

હવે આ રાગી બદામ ની સુખડી તૈયાર છે આ ખૂબ જ ટેસ્ટી અને પોચી બને છે ,તમે આને બનાવીને ૧૦-૧૫ દિવસ સ્ટોર પણ કરી શકો છો

 

નોંધ – સુખડી ને સરસ પોચી બનાવવા માટે ગોળ સરસ પોચો હોવો જોઈએ અને જયારે ગોળ લોટ માં મિક્ષ કરો ત્યારે ગેસ એકદમ ધીમો હોય એ વાય નું ધ્યાન રાખવું જો ગેસ ફાસ્ટ હોય કે વધારે સમય સુધી તમે મિક્ષ કરો તો પણ સુખડી પોચી ના બને એટલે ગોળ ને સમારીને કે ભૂકો કરીને લેવો જેથી એ ઝડપ થી મિક્ષ થઈ જાય. 

 

સૌજન્ય :  શ્રીજી ફૂડ

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,470 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>