રાધાએ કઈ રીતે લીધી હતી આ દુનિયામાથી વિદાય? અને શામાટે કૃષ્ણએ તોડી નાખેલી પોતાની બંસરી?

મિત્રો થોડા સમય પહેલાજ આપણે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી ની ઉજવણી કરી. ભારત માં શ્રીકૃષ્ણને પ્રેમના દેવતા તરીકે પૂજવામાં આવે છે. જયારે કોઈ લોકો પ્રેમનું ઉદાહરણ આપે છે ત્યારે પ્રથમ નામ શ્રીકૃષ્ણ અને રાધાનું આવે છે. રાધા-કૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્માનું અનેરું મિલન કહેવામાં આવે છે. તમે જાણો છો કે રાધા બાળપણથી જ શ્રીકૃષ્ણને પ્રેમ કરતા હતા. જયારે કાનો માત્ર 8 વર્ષનો હતો ત્યાથી જ બંને ને પ્રેમની અનુભૂતિ થઈ હતી.

ક્રુષ્ણ હરેક સમયે પોતાની પાસે રાખતા બંસરી

એવું પણ કહેવામા આવે છે કે ભગવાન કૃષ્ણને સંસારમાં ફક્ત બે જ વસ્તુ સૌથી વધારે પ્રિય હતી. અને તે બંને સાથે તે જોડાયેલી પણ છે. જેમાં પહેલી વાંસળી અને બીજા રાધાજી છે. કૃષ્ણની વાંસળીની ધૂન ના કારણે રાધા એમની તરફ ખેંચાય ને દોડી આવતા. અને રાધા ને આકર્ષવા માટે જ ભગવાન શ્રીકૃષ્ણ હંમેશા પોતાની પાસે વાંસળી રાખતા હતા.

મામા કંસ ના કારણે થતાં હતા ક્રુષ્ણ રાધાથી અલગ

કૃષ્ણ પ્રથમ વખત રાધાથી એ સમયે અલગ થયા હતા જયારે મામા કંસે કૃષ્ણ અને બલરામને મથુરા બોલાવ્યા હતા. અને આ સમાચાર સાંભળીને વૃંદાવનના લોકો દુઃખી થઈ ગયા હતા. ક્રુષ્ણ મથુરા જતા પહેલા રાધાને મળ્યા હતા. રાધાજી કૃષ્ણના મનમાં ચાલી રહેલ બધી વાતો સારી રીતે જાણતા હતા. રાધા પાસે થી વિદાય લઈને શ્રીકૃષ્ણ રાધા થી દૂર જતા રહ્યા. ત્યારે શ્રી કૃષ્ણ રાધાને એ વાયપણ કરેલો કે તે જરૂર પાછા આવશે. પરંતુ એક વાર મથુરા ગયા બાદ શ્રીકૃષ્ણ રાધા પાસે ક્યારેય પાછા આવ્યા નહીં. ભગવાન કૃષ્ણના લગ્ન રુક્મણિ સાથે થયા હતા.

રાધાના બીજા સાથે લગ્ન થઈ ગયા બાદ પણ શ્રી કૃષ્ણ ને મળવા ગયા હતા

મામા કંસ ના બોલવાના કારણે શ્રીકૃષ્ણ રાધા થી દૂર જઈ રહ્યા હતા, ત્યારે ક્રુષ્ણ એ કહેલું કે ભલે હું તમે દૂર જઈ રહ્યો છું, પણ કૃષ્ણ હંમેશા એમની સાથે જ રહેશે. મથુરામાં કંસનો સંહાર પછી કૃષ્ણ દ્વારકા જતા રહ્યા હતા. ક્રુષ્ણ ના ગયા પછી રાધાના લગ્ન પણ થઈ ગયા અને તેમણે પોતાનું દાંપત્ય જીવન પણ નિભાવ્યું હતું અને રાધા વૃદ્ધ થઈ ગયા હતા. વૃદ્ધ હોવા છતાં એમના મનમાં શ્રીકૃષ્ણની મૂર્તિ જ વસેલી હતી. તે કર્તવ્યોથી મુક્ત થય ને શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. દ્વારકા માં તેમણે શ્રીકૃષ્ણના રુક્મણિ અને સત્યભામા સાથે ના લગ્ન થતાં ની જાણકારી મળી, પણ તે દુઃખી થયા નહીં.

ક્રુષ્ણ એ રાધાને મહેલમાં રહેવા માટે આપેલી હતી જગ્યા

જયારે શ્રીકૃષ્ણએ રાધાને દ્વારિકા માં જોયા તો ખુશ થઈ ગયા. રાધાને શ્રીકૃષ્ણએ મહેલમાં એક દેવિકાના રૂપમાં નિયુક્ત કરી દીધા હતા. રાધા મહેલ જ રહેતા અને મહેલના કાર્ય કરતા. અને જયારે શ્રીકૃષ્ણની ઈચ્છા થાઈ તો મળી પણ લેતા. પરંતુ મહેલમાં રહેવાને કારણે રાધા તેના પ્રેમી કૃષ્ણ સાથે પહેલા જેવું જોડાણ અનુભવ કરી શકતા ન હતા. તેથી રાધા એ મહેલથી દૂર જવાનું યોગ્ય સમજ્યું. રાધા એ વિચાર્યુ કે દૂર જઈને તે ફરીથી શ્રીકૃષ્ણ સાથે ઊંડો આત્મીય સંબંધ બંધાશે.

રાધાને તે ક્યાં જઈ રહી છે તેનું કઈ ભાન નોતું પરંતુ શ્રીકૃષ્ણ એ વિષે જાણતા હતા. સમય જતાં રાધા એકલા અને નબળા થઈ ગયા. અંતિમ સમયમાં રાધાએ શ્રીકૃષ્ણ ને યાદ કર્યા અને અને શ્રીકૃષ્ણ એમની સામે આવી ગયા. શ્રીકૃષ્ણએ રાધા ને કંઈક માંગવાનુ કહ્યું પણ રાધાએ ના પાડી. ફરીથી શ્રી ક્રુષ્ણ ના કહેવા પર રાધાએ કહ્યું કે તે એક વાર ફરી શ્રીકૃષ્ણને વાંસળી વગાડતા જોવા ઈચ્છે છે. આ સાંભળીને શ્રીકૃષ્ણએ મધુર ધૂનમાં વાંસળી વગાડવાનું શરૂ કર્યુ. આ વાંસળી કૃષ્ણએ દિવસ રાત વગાડી, જ્યાં સુધી રાધા આધ્યાત્મિક રૂપથી શ્રીકૃષ્ણમાં વિલીન ન થઈ ગયા. અને વાંસળી ના સંગ માં જ રાધાએ પોતાનો દેહ ત્યાગ કર્યો. ભગવાન ક્રુષ્ણ રાધાનું મૃત્યુને સહન કરી શક્યા નહીં. તેથી કૃષ્ણએ રાધા ના પ્રેમના પ્રતીક માં પોતાની વાંસળીને તોડીને ત્યાં ઝાડીઓમાં જ ફેંકી દીધી. આ કિસ્સા પછી શ્રીકૃષ્ણ જીવનભર ક્યારેય વાંસળી ને અડ્યા પણ નથી.

Comments

comments


4,545 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 1