જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોવ તો સવારના નાસ્તમાં પ્રોટિનથી ભરપૂર આહાર લો. આનાથી તમારું પેટ ભરાઈ જશે અને વધારે ખોરાક પણ નહીં ખાઓ. આધુનિક અને તણાવભર્યા જીવનમાં વધારે ખોરાક અભિશાપ બની ગયો છે.
મિસોરી યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે એવો નાસ્તો મસ્તિષ્કમાં ખાવાની ઈચ્છાને નિયંત્રિત કરતા સંકેતોને ઓછો કરી દે છે અને આ કારણે ખાવાના વ્યવહારમાં ઘણો બદલાવ આવે છે.
યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર હીથર લીડી કહે છે “દરેક વ્યક્તિ જાણે છે કે સવારનો નાસ્તો કેટલો મહત્વપૂર્ણ હોય છે પણ તેના પર મોટાભાગના લોકો તે પ્રત્યે ધ્યાન નથી આપતાં.”
સંશોધકોએ પોતાના અભ્યાસમાં જોયું કે સવારનો નાસ્તો ન કરતા યુવાનો અસ્વસ્થ આહાર લે છે. આવા લોકો રાત્રે વધુ ખાય છે અને આ કારણે તેમનું વજન વધે છે અને તેઓ મોટાપાનો શિકાર બને છે. તેમણે જોયું કે 60 ટકા યુવાનો સવારે નાસ્તો નથી કરતાં.
તેમની સરખામણીમાં સવારે નાસ્તો કરતા લોકોની ભૂખ નિયંત્રિત રહે છે અને તેઓ અસ્વસ્થ આહાર વધુ ન લેતા હોવાથી અને વધારે ખોરાક ન ખાતા હોવાથી મેદસ્વીતાથી બચે છે. પ્રોટિનથી ભરપૂર નાસ્તો તમને દિવસભર વધુ ખાવાથી બચાવે છે.