અહીં પ્રોપર્ટી ખરીદવી સૌથી મોંઘી પડે છે, આ છે દુનિયાના10 મોંઘા શહેર

7_1426930751

પ્રોપર્ટીની માગ દુનિયાના દરેક શહેરમાં હોય છે. ઘર ખરીદવા માટે લોકો હંમેશા સ્થળને મહત્ત્વ આપતા હોય છે, પરંતુ દુનિયામાં કેટલાક એવા શહેર છે જ્યાં પ્રોપર્ટી ખરીદવી સરળ નથી. નાઇટ ફ્રેંક વેલ્થ અહેવાલએ દુનિયાના એવા ટોપ-10 શહેરની પસંદગી કરી છે જ્યાં પ્રોપર્ટીના ભાવ સૌથી વધુ છે. અહેવાલ મુજબ, ઇટલી અને ફ્રાન્સની વચ્ચે આવેલ નાનું શહેર મોનૈકોમાં પ્રોપર્ટીના ભાવ સૌથી વધુ છે. નાઇટ ફ્રેંકે એક મિલિયન ડોલર (અંદાજે 6.2 કરોડ રૂપિયા)ને બેસ તરીકે રાખતા આ શહેરોમાં પ્રોપર્ટીના ભાવનું આંકલન કર્યું છે. આવો જાણીએ દુનિયાના ટોપ-10 શહેર વિશે જ્યાં પ્રોપર્ટીના ભાવ સૌથી વધુ છે.

1. મોનૈકો

પ્રોપર્ટીના મામલે મોનૈકો યૂરોપ ખંડ સ્થિત દુનિયાનો બીજો સૌથી નાનો દેશ છે, જે ફ્રાન્સ અને ઇટલીની વચ્ચે આવેલો છે. મોન્ટે કાર્લો આ જ દેશમાં છે. અહીંની મુખ્ય ભાષા ફ્રાંસીસી છે. અહીં પ્રોપર્ટીના ભાવ દુનિયામાં સૌથી વધુ છે. એ મિલિયન ડોલરમાં અહીં માત્ર 17 ચોરસ મીટર પ્રોપર્ટી ખરીદી શકાય છે.

5_1426930789-1

2. હોંગકોંગ

હોંગકોંગ ચીનનું એક વિશેષ આધિકારિક ક્ષેત્ર છે, જેની મુખ્ય ભાષા ચીની છે. હોંગકોંગ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોંઘુ શહેર છે, જ્યાં પ્રોપર્ટી ઘણી મોંઘી છે. અન્ય દેશોની તૂલનામાં અહીં 1 મિલિયન ડોલરમાં 20 ચોરસ મીટર પ્રોપર્ટી ખરીદી શકાય છે.

3. લંડન

લંડન ઇંગ્લેન્ડની રાજદાની અને યૂકેનું સૌથી વધુ જનસંખ્યા ધરાવતું શહેર છે. લંડનને દુનિયાના સૌથી મોંઘા શહેરમાં ગણવામાં આવે છે. પાછલા વર્ષે નાઇટ ફ્રેંકના અહેવાલમાં આ શહેરને પ્રોપર્ટીના હિસાબે પણ સૌથી મોંઘું શહેર ગણવામાં આવે છે. અહીં 1 મિલિયન ડોલરમાં 21 ચોરસ મીટર પ્રોપર્ટી ખરીદી શકાય છે.

4_1426930842

4. ન્યૂયોર્ક

ન્યૂયોર્ક અમેરિકાનું 27માં ક્રમનું સૌથી મોંઘુ શહેર, ચોથું સૌથી વધુ જનસંખ્યા ધરાવતું શહેર અને સાતમું સૌથી વધુ ડેન્સિટી ધરાવતું શહેર છે. પરંતુ પ્રોપર્ટીના મામલે તે દુનિયાનું ચોથા ક્રમનું સૌથી મોંઘું શહેર છે. અહીં 1 મિલિયન ડોલરમાં 34 ચોરસ મીટર પ્રોપર્ટી ખરીદી શકાય છે.

5. સિંગાપુર

સિંગાપુર દુનિયાનું એક ઘણું મહત્ત્વપૂર્ણ કોમર્શિયલ હબ છે. અહીં ચોથું સૌથી મોટું ફાઇનાન્શિયલ સેન્ટર અને પાંચમું સૌથી વ્યસ્ત રહેરાનું બંદર છે. પ્રોપર્ટીની કિંમતના હિસાબે અહીં એક મિલિયન ડોલરમાં 39 ચોરસ ફુટ પ્રોપર્ટી ખરીદી શકાય છે.

main

6. જિનીવા

જિનીવા સ્વિટ્ઝરલેન્ડનું સૌથી વધુ જનસંખ્યા ધરાવતું શહેર છે, અહીંની મુખ્ય બાષા ફ્રેંચ છે. પ્રોપર્ટીના મામલે જિનીવા છઠ્ઠા ક્રમે આવે છે. અહીં 1 મિલિયન ડોલરમાં 39 ચોરસ મીટર પ્રોપર્ટી ખરીદી શકાય છે.

7. સિડની

આ ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું અને સૌથી જૂનું શહેર છે. સિડનીને એજ્યુકેશન હબ માટે પણ ઓળખવામાં આવે છે. પરંતુ પ્રોપર્ટીની કિંમત પણ અહીં ઘણી ઊંચી છે. દુનિયાના સૌથી મોંઘી પ્રોપર્ટીના મામલે આ શહેર 7માં નંબરે છે. અહીં 1 મિલિયન ડોલરમાં 41 ચોરસ મીટર પ્રોપર્ટી ખરીદી શકાય છે.

2_1426930877

8. શાંઘાઈ

શાંઘાઈ દુનિયાનું સૌથી ચીનનું શહેર છે. 2013ના હિસાબે તેની જનસંખ્યા 24 મિલિયન હતી. પ્રોપર્ટીની વાત કરીએ તો દુનિયાનું આઠમું શહેર છે જ્યાં પ્રોપર્ટીના ભાવ સૌથી વધુ છે. અહીં 1 મિલિયન ડોલરમાં 48 ચોરસ મીટર પ્રોપર્ટી ખરીદી શકાય છે.

9. પેરિસ

પેરિસ ફ્રાન્સની રાજધાની છે અને ત્યાંનું સૌથી વધુ જનસંખ્યા ધરાવતું શહેર છે. દુનિયામાં મોંઘી પ્રોપર્ટી પ્રમાણે પેરિસ 9માં સ્થાન પર છે. અહીં 1 મિલિયન ડોલરમાં 50 ચોરસ મીટર પ્રોપર્ટી ખરીદી શકાય છે.

1_1426930921-1

10. લોસ એન્જેલસ

આ અમેરિકાનું બીજુ સૌથી મોટું શહેર છે. સાથે જ આ કેલિફોર્નિયાનું સૌથી વધુ જનસંખ્યા ધરાવતું શહેર છે. પ્રોપર્ટીના ભાવ પ્રમાણે આ દુનિયાનું 10મું સૌથી મોંઘુ શહેર છે. અહીં 1 મિલિયન ડોલરમાં 57 ચોરસ મીટર પ્રોપર્ટી ખરીદી શકાય છે.

Comments

comments


5,038 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 2 =