બાળકના આવવાના સમાચાર આવી રીતે આપો તમારા હસબન્ડને, યુનિક અને નવીન વિચાર…

જ્યારે કોઈ મહિલાને માલૂમ પડે કે, તે પ્રેગનેન્ટ છે, તો તેની ખુશી સાતમા આકાશે પહોંચી જાય છે. આ સમયે તે જે અનુભવે છે, તેને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકાતું. પ્રેગનેન્સીના સમાચાર સૌથી પહેલાં થનારી માતાને જ ખબર પડે છે. પછી બાદમાં તેને જ્યારે આ વાત પહેલીવાર પતિને અને બાદમાં પરિવાજનોને કહેવાની હોય છે, તો તેને કેવી રીતે વ્યક્ત કરવી તેની તેને સમજ પડતી નથી. એક સમયે મહિલાઓને ઈશારાઓમાં પતિઓને ગુડ ન્યૂઝ આપવા પડતા હતા. પણ હવે સમય બદલાયો છે. હવે મહિલાઓ પતિને ગુડ ન્યૂઝ આપવા માટે વિવિધ અને યુનિક આઈડિયાનો ઉપયોગ કરે છે. તમે જો ક્રિએટિવ રીતે તેમને ગુડ ન્યૂઝ આપશો, તો તેની ખુશી અલગ અંદાજમાં બહાર છલકાઈ જશે. તો આજે અમે તમને બતાવીશું કે, પતિને પ્રેગનેન્સીની ન્યૂઝ કેવી રીતે આપવા.૧ (1)

તમે તમારા પતિને જ્યારે ટીશર્ટસ કે શર્ટસ પર મેસેજ લખીને આ સમાચાર આપી શકો છો. જેનાથી તેની ખુશી ડબલ થઈ જશે અને ખુશીથી ઉછળી પડશે. સાથે જ ટી શર્ટ પર મેસેજ લખવા માટે તમને અનેક આઈડિયા મળી જશે. તમે ટી-શર્ટ પર કંઈ પણ લખી શકો છો.૨ (2)

તમે એક ખાલી ફ્રેમને લઈને તેના પર મેસેજ લખીને ગુડ ન્યૂઝ આપી શકો છો.૩ (2)

 

આનાથી વધુ બેસ્ટ આઈડિયા કોઈ ન હોઈ શકે. તમે પ્લેટમાં ખાવાની સાથે ગુડ ન્યૂઝ લખી શકો છો.૪ (1)

 

પાર્ટનરને ગુડ ન્યૂઝ આપવાની આ સ્ટાઈલ બહુ જ પોપ્યુલર છે. તેમની કોઈ પણ ફેવરિટ ડિશ (સ્વીટ ડિશ હોય તો વધુ સારું) પર મેસેજ લખીને ખુશખબર આપી શકો છો. ૫

જો તમે સિમ્પલ રીતે સરપ્રાઈઝ આપવી હોય, તો આ આઈડિયા તમારા કામની છે. તમે પ્રેગનેન્સી કિટને સારી રીતે ગિફ્ટ પેક કરીને તેનાથી કામ ચલાવી શકો છો. પતિ સમજી જશે.૬

ગુડ ન્યૂઝ આપવા તમે પતિ સાથે ગેમ પણ રમી શકો છો. તેને કહો કે કોઈ શીટ કે કાગળ પર એકબીજા માટે કંઈક સારુ લખો. બંનેએ તે લખીને છુપાવવાનું રહેશે અને તેને 3 ગણ્યા બાદ એકબીજાને મેસેજ બતાવી દેવાનો. પતિ ખુશ થઈ જશે.

૭

જો તમે પ્રેગનેન્સની એનાઉન્સમેન્ટ થોડી ટ્રિકી બનાવવા માંગો છો, તો એક કમાલની રીત આ પણ છે. તેમાં તમને બહુ જ મહેનત કે ટાઈમ પણ નહિ લાગે.૮

જો તમે શૂ રેકમાં તમારા બંનેના ચપ્પલની વચ્ચે બેબીના ક્યુટ ફૂટવેયર્સ લાવીને રાખી શકો છો. જ્યારે તેના પર તમારી નજર પડશે તો પતિ આપોઆપ સમજી જશે.૯

 

જો તમને પહેલુ સંતાન છે, અને તમને બીજા સંતાનના ગુડ ન્યૂઝ આપવા છે, તો તમે પહેલા સંતાનની મદદથી ગુડ ન્યૂઝ આપવાની આ રીત અપનાવી શકો છો.

 લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવા અનેક વિચારો અને વાતો જાણવા માટે જોતા રહો આપણું પેજ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,744 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 15

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>