આ દીકરીએ પોતાની સાઇકલ ખરીદવા માટે ૫ વર્ષથી ભેગા કરેલા પૈસા આપી દિધા પુર પીડિતો માટે દાન…

તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાની ૮ વર્ષીય અનુપ્રિયાએ કેરલમાં આવેલા પૂરના બચાવ કાર્ય માટે ૫ નાના નાના પીગી બેંકમાં જમા કરેલા ૮૨૪૦ રૂપિયા આપી દીધા.

હાલમાં કેરલમાં પુરને કારણે ખુબ જ ખરાબ પરીસ્થિતિ સર્જાઈ છે. પરંતુ એકલું કેરલ જ નહિ, તે પુરની સાથે ભારતના અનેક રાજ્યો કોઈને કોઈક રીતે લડી રહ્યા છે.

દુનિયાના ઘણા બધા લોકો ખાવાનું મોકલીને અથવા રૂપિયા આપીને એમ અલગ અલગ રીતે મદદ કરી રહ્યા છે. આજે આપણે એવી એક ત્રીજા ધોરણમાં ભણતી છોકરી અનુપ્રિયાની વાર કરવાના છીએ જેણે તેના ૫ પીગી બેંક આપી દીધા.

તેણીએ તમિલનાડુ મીડિયામાં કહ્યું ‘હું જુનીયર KGમાં હતી ત્યારથી એક સાઇકલ ખરીદવા માટે દરરોજ મમ્મી-પાપાએ આપેલા ૨-૨ રૂપિયા મારા પીગી બેંકમાં નાખતી હતી. પણ શુક્રવારે મારા પાપા જોડે ટીવીમાં ન્યુઝ જોતી વખતે મેં જોયું કે કેરલમાં મારા જેટલા બધા છોકરાઓ ખુબ જ ખરાબ પરિસ્થિતિમાં ભરાયા છે જે જોઇને મને ખુબ જ ખરાબ લાગ્યું. આથી મેં મારા પાપાને આ રૂપિયા આપવા વિશે વાત કરી.’
અનુપ્રિયા એટલી પણ મોટી નથી કે તે કેરલની ખરાબ પરિસ્થિતિ વિશે કઈ સમજી શકે. આમ છતાં તેણે ફેવરેટ સાઇકલ માટે ભેગા કરેલા રૂપિયા આપી દીધા. તેના પિતાએ કહ્યું

main

‘હું અનુપ્રિયાને નાની ઉમરથી જ બચત કરવાનું શીખવાડવા માંગતો હતો. પરંતુ આ પ્રયત્ન અનુપ્રિયાને આટલું બધું શીખવાડી જશે એ મેં નહોતું ધાર્યું.’ તેમણે આગળ એવું પણ કહ્યું કે ‘ગયા વર્ષ અમે એને સાઈકલ આપવી જ દીધી હોત, પરંતુ અમને બીક હતી કે અનુપ્રિયા ઘણી નાની છે, પણ એ પછી એણે વધુ સેવિંગ કરવાનું શરુ કર્યું કે જેથી એ જાતે પોતાના માટે સાઈકલ ખરીદી શકે. પરંતુ કેરલના પુરનું દ્રશ્ય જોઇને એ જાતે સમજી ગઈ કે તેની સાઈકલ કરતા આ લોકોને મદદ મળવી વહારે જરૂરી છે. અને આજે અમને તેના ઉપર ગર્વ છે.’

પરંતુ કોને ખબર હતી કે અનુપ્રીયાનું આ સપનું થોડાક જ સમયમાં પૂરું થવાનું હતું. અનુપ્રિયાનો આ કિસ્સો મીડિયામાં ફેલાવા લાગ્યો. અને તે પહોચ્યો ‘hero’ કંપની સુધી.

તેઓએ અનુપ્રિયાના આ નાનકડા પ્રયત્નને માન આપતા ટ્વીટ કર્યું કે
‘અનુપ્રિયા, તમારા દ્વારા દર્શાવેલી આ માણસાઈ પ્રત્યે અમને ગર્વ છે. અમારા તરફથી તમને એક સાઈકલ ભેટ આપીશું. તમારું એડ્રેસ અને મોબઈલ નંબર આ ઇમેલ એડ્રેસ ઉપર આપી દો.’

hero cycle ના મેનેજીંગ ડીરેક્ટર અને ચેરમેન પંકજ મુંજાલે એક કદમ આગળ આવીને એવું કહ્યું કે અનુપ્રિયાને દર વર્ષે એક નવી સાઈકલ hero તરફથી આપવામાં આવશે.

અને એવું પણ લખ્યું હતું કે ‘અનુપ્રિયા, તને પ્રણામ. તારા આવા પવિત્ર વિચારોને લોકોમાં આવી જ રીતે ફેલાવી શકે એવી આશા. hero તમને દર વર્ષે નવી સાઈકલ આપતા ગર્વ અનુભવશે. તારી કોન્ટેક્ટ ડીટેલ મારા એકાઉન્ટમાં લખી દે જે.’

લેખન સંકલન : યશ મોદી

આ દિકરી માટે એક સલામ તો બને જ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,262 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 72

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>