ચોમાસામાં ભજીયા નું નામ પડે એટલે બસ બીજું કંઈ બનાવા નો વિચાર જ ના આવે એમ જ થઈ કે મસ્ત વરસાદ ચાલુ છે તો ચાલો ગરમા ગરમ ભજીયા બનાવી એ અને એમાં પણ જો કંઈક નવીન રીત મળી જાય તો મજા ડબલ થઈ જાય
તો આજે બનાવો પોહા ના પકોડા. પોહા બટાટા,કાંદા પોહા,હરિયાળી પોહા,પોહા ની કટલેટ આ બધું તો બનાવતા જ હોઈ પણ આજે કંઈક નવું ટ્રાય કરીયે
સામગ્રી
- 1 વાટકી ચોખા ના પોહા
- 3 થી 4 નંગ બાફેલા બટાટા
- 1 નાની વાટકી ઝીણી સમારેલ ડુંગળી
- 1 નાની વાટકી ગાજર નું છીણ
- 1 ચમચી લીલું મરચું ઝીણું સમારેલ
- 1 વાટકી કોથમીર
- 1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
- 1/2 ટી સ્પૂન હળદર
- મીઠું સ્વાદ અનુસાર
- આદું લસણ ઝીણાં સમારેલ અથવા વાટેલા
- 1 ટી સ્પૂન લીંબુ નો રસ
- તેલ તળવા માટે
બનાવાની રીત
સૌ પ્રથમ એક મોટા બાઉલ માં પોહા,બાફેલા બટાટા,ગાજર નું છીણ,ડુંગળી,આદુ લસણ ની પેસ્ટ,કોથમીર અને લીલા મરચાં ઉમેરી મિક્સ કરો.
હવે તેમાં લાલ મરચું પાવડર,હળદર,મીઠું અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરો.હવે એક પેન માં તેલ ગરમ મુકો.હવે તમારો હાથ થોડો તેલ વાળો કરી નાના બોલ વળી તૈયાર કરો.
હવે ગરમ તેલ માં ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.ધીમા તાપે જ તળવા એટલે બહાર થી કડક અને અંદર થી સોફ્ટ થાય.
હવે ગરમા ગરમ સોસ અથવા લિલી ચટણી સાથે સર્વ કરો.તો તૈયાર છે પોહા ના પકોડા
આ એક એવી રેસિપિ છે કે જેમાં કોઈ પણ લોટ નો ઉપયોગ કર્યા વગર પકોડા બનાવી શકાય.
નોંધઃ આમાં તમે કેપ્સિકમ પણ ઉમેરી શકો. આદુ લસણ ના ઉમેરો તો પણ ચાલે તો બનાવો આજે સાંજે ડિનર માં પોહા પકોડા અને વરસાદ ની મજા માણો. પોહા ડાયાબિટીશ શ્રેષ્ઠ મિત્ર છે કારણ કે તે ફાઇબરથી સમૃદ્ધ છે. અને ફાયબર લોહીના પ્રવાહમાં ખાંડનું ધીમા અને સ્થિર પ્રકાશનને પ્રોત્સાહન આપે છે, જે શરીરમાં લોહી અને ખાંડના સ્તરનું નિયમન કરે છે.