પિતૃદોષ ની સમસ્યાથી પીડિત હોય તો નદીમા આ એક વસ્તુ નાંખો , જીવનમા મળશે સફળતા અને પૂર્વજોનો આશીર્વાદ…

વિશ્વ નો મહાન અને પોરાણિક ધર્મ એટલે હિંદુ ધર્મ, અને જો આની માન્યતા મુજબ જોવા જઈએ તો દરેક માણસ ના જીવનકાલ માં દરેક નાની-નાની બાબતો ની અસર વધુ હોય છે. તેજ રીતે ધાર્મિકતા ના આધારે એવું મનાય છે કે જો સારા કામ કરવામાં આવ્યા હોય તો તેનું વણતર પણ સારું મળે છે પછી તે આપડે મળે કે પછી આપળી આવનાર પેઢી ને એટલેજ કીધું છેને કે સારા કામ નો સારું પરિણામ અને ખરાબ કામ નુ ખરાબ. કેહ્વાનો તાત્પર્ય એવો છે કે માણસ ને પોતાના જીવનકાળ દરમિયાન સારા કાર્યો અને કર્મો કરવા જોઈએ તેમજ ખરાબ કર્મો ને બાકાત કરવા જોઈએ.

હિન્દુ ધર્મ માં અમાસ ને વધુ માન અપાય છે. જ્યોતિષ શાસ્ત્ર માં પ્રવીણ એવાં પરવીન દ્વિવેદી ના મત મુજબ અમાસ પૂર્વજો નો દિવસ હોય છે. આ દિવસે પૂર્વજોનું શાસન રહે છે. આ કારણથી આ દિવસે પૂર્વજો ની આત્મા ની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાનું વધુ પ્રચીલીત છે. જે માણસો પિતૃદોષ થી હેરાન છે તેમને આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. તેનાથી પૂર્વજો નો આશિષ મળે છે અને અટકાયેલા કામ પણ બનવા લાગે છે.

અમાસ ના દિવસે પ્રયોગમાં લેવાતાં આ ઉપાય:

અમાસ નો દિવસ પિતૃઓ ને ખુશ કરીને તેમનો આશિષ મેળવવા કોઈ પાવક નદી માં કાળા તલ થી તર્પણ કરો. પીપળા ના ઝાડ માં ભગવાન ની સાથો-સાથ પૂર્વજો નો પણ વાસ માનવામાં આવે છે. તેથી અમાસ ના દિવસે પીપળા ને જળ અર્પણ કરી, નીચે ઘી નો એક દીવો પ્રગટાવવો જોઈએ.

અમાસ ના દિવસે પૂર્વજો ની આત્મા ની શાંતિ માટે કોઈ ભૂદેવ ને ઘરે બોલાવીને ભોજન કરાવવું જોઈએ. જો તમે એવું ના કરી શકો તો તેમને બ્રહ્મ-ભોજન ની વ્સ્તુવો જેવી કે લોટ, ફળ, ગોળ વગેરે નુ દાન કરવું જોઈએ. અમાસ ના દિવસે પોતાના પૂર્વજોનું ધ્યાન ધરી ગાય ને લીલું ખડ ખવડાવવું પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગાય ને ચારો ખવડાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

અમાસ ના દિવસ ગાય ના છાણ થી બનેલી સગડી સળગાવીને ઘી ગોળ નો ધૂપ આપો અને “પિતૃ દેવતાભ્યો અર્પણમસ્તુ” આ મંત્ર નો જાપ કરો. અમાસ ના દિવસે પિતૃઓની શાંતિ માટે કાચું દૂધ માં જવ, તલ અને ચોખા ભેળવીને નદી માં પ્રવાહિત કરવા જોઈએ. આ કામ સૂર્યોદય ના સમયે કરવું સારું ગણાય છે.

પિતૃદોષ માં થતું હોય છે આ બધું:

જે ઘર માં પિતૃદોષ હોય ત્યાં સમયાન્તરે બીમારીઓ આવતી જાય છે ને તે ઘરમાં રેહતા વ્યક્તિઓ બીમાર વધુ પડતા હોય છે, તેમજ તે ઘર ના બાળકો હંમેશા ઝગડતા હોય અને આ દોષ ના કારણેજ દંપત્તિને સંતાનસુખ માં પણ વિલંભ થાય છે. આ પિતૃદોષ ના લીધે કાર્ય માં પણ સારું પરિણામ નથી મળતું તેમજ ધન ખર્ચ વધવા લાગે છે. આવક કરતા જાવક વધે છે એટલે વ્યક્તિ પૈસા ના અભાવ ને લીધે ધીરે-ધીરે નિર્ધન અને ગરીબ થવા લાગે છે.

આ દોષ વિશે શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર:

જ્યોતિષીઓ ના કેહવા પ્રમાણે જો કોઈ ઘરમાં કોઈ વ્યક્તિ ની અચાનક અકાળે મોત થાય અને તે વ્યક્તિ નો શ્રાધ રીતરિવાજ પ્રમાણે નો થયો હોય તો તેના લીધે ઘર માં જન્મ લેનાર પુત્ર સંતાન ની કુંડળી માં પિતૃદોષ તરીકે અવતરે છે. આ દોષ ની અસર પુત્ર સંતાન પર વધારે જોવા મળે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,374 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>