પત્નીઓ માટે ખાસ વાંચવા જેવુ, તમે તમારા પતિને કેટલા ઓળખો છો?

પ્રત્યેક પતિ-પત્નીએ વાંચવા જેવુ. દરેક પત્ની નો પહેલો સવાલ એ જ હોય છે કે ,“ તમે શું કરો છો ? જમ્યુ કે નહીં ? “ તેના જવાબ મા દરેક પતિ કહે છે કે ,” હા , જમી લીધુ. આપણે પછી વાત કરીએ. હું થોડા જરૂરી કામ મા વ્યસ્ત છું. “ પત્ની બોલે કે,”હા વાંધો નહી ચાલશે પરંતુ સાંજે ઘરે આવો ત્યારે એક પ્રશ્ન નો ઉત્તર વિચારીને આવજો કે તમે મને કેટલો પ્રેમ કરો છો. “

ત્યારે પતિએ જવાબ આપ્યો કે હા સારુ ચાલ આપળે પછી વાત કરીએ અત્યારે ઓફિસ ના થોડા કામ મા છું. પતિ મન મા ને મન મા વિચારવા લાગ્યો કે હુ તને કેટલો પ્રેમ કરુ છુ એ તુ સમજી શકીશ નહી કારણ કે ફક્ત આઇ લવ યુ કહી દઉ તો એ મારા પ્રેમ માટે પુરતુ નથી. તને યાદ હોય તો થોડા સમય પહેલા આપણે ડોકટર પાસે ગયેલા. ત્યાંથી આપણે સ્ટેશન પર આવ્યા.

તને યાદ હોય તો તારી બાજુ મા સીટ ખાલી હતી તો પણ હુ ત્યાં બેઠો નહી અને તારી સામે મોં રાખીને ઊભો હતો એનુ એક જ કારણ હતુ કે તારા ચહેરા પર તડકો ન પડવા દેવો ઈ જ છે મારો તારા પ્રત્યેનો પ્રેમ. તુ રસોઇ કરે અને તેમા તુ વધારે મીંઠુ ઉમેરી દે તો મોં બગાડ્યા વગર નીરાંતે જમી લઉ એ છે મારો તારા પ્રત્યે નો પ્રેમ.

મને ખબર છે તને આઇસક્રીમ ખાવાનો શોખ છે થીએટર મા જઈએ અને તને મુવી જોતા-જોતા ત્રાંસી નજરે આઈસક્રીમ ખાતી જોવ એ છે મારો પ્રેમ. તારા માટે ઘરે આવતા સમયે ખુશી થી ચોકલેટ લેતો આવુ અને તેમાંથી થોડીક જ ચોકલેટ હુ ચાંખુ અને બીજી તને ખવડાવુ તો એ છે મારો તારા પ્રત્યેનો પ્રેમ.

તુ માસ્ટર ડિગ્રી મેળવેલ અને હુ HSC પાસ તો પણ તને નબળી કહી ખારી કરુ એ જ તો છે મારો તારા પ્રત્યેનો પ્રેમ. ઓફીસે થી થાકેલો ઘરે પરત ફરુ અને ખુબ જ તરસ્યો થાઉ તેમ છતા તુ મને પાણી આપવા ના ઊઠે તો પણ કંઇ ના કહુ તો એ છે મારો તારા પ્રત્યેનો પ્રેમ.

તારી મસ્તી કરૂ તને ચીડવુ પણ તારા વિશે કોઈ ને પણ બીજી વાત ન કરવા દઉ ઇ મારો પ્રેમ. હુ ભુખ્યો રહુ પણ તને વધારે આગ્રહ કરી ને જમાડુ ઇ મારો તારા પ્રત્યે નો પ્રેમ. તને હુ કામ સિવાય કોલ ન કરૂ પણ તારો ફોન આવતા જ ફોન કટ કરી તરત જ તને ફોન લગાવુ એ મારો પ્રેમ.

મારે મુસાફરી માટે જવાનુ હોય તો ગમે એ રીતે જાઉ પરંતુ જો તારી સાથે જવાનુ હોય તો તને અગવડતા ન પડે એનુ ધ્યાન રાખુ એ મારો તારા પ્રત્યેનો પ્રેમ. આમ તો આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય પણ તને કહ્યા વગર સતત એનુ નિરીક્ષણ કરતો રહુ એ છે મારો તારા પ્રત્યેનો પ્રેમ. તારા માટે બધા ની વચ્ચે તને આઇ લવ યુ કહૂ એ મારો પ્રેમ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,116 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>