“રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે” બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને …

આપડે અવાર નવાર રેસ્ટોરન્ટ જઈએ છીએ અને એમાંય પંજાબી છોલે તો ખાતા જ હોઈએ છીએ.અને જો એ ઘરે જ મળી જાય તો મજા આવી જાય. તમને પણ રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે ભાવતા જ હશે?. મને તો રેસ્ટોરન્ટ ના તો ભાવે છે. પણ એમાં હેવમોર ના છોલે તો ફેવરિટ. એટલે આજે મે તેના જેવા પંજાબી છોલે ઘરે બનાવ્યા છે. એક બે વખત બગડ્યા પણ ખરા, પણ હવે તો રેસ્ટોરન્ટ જેવાજ પંજાબી છોલે મારા ઘરે બને છે. જો ઘરે જ આવા સ્વાદિષ્ટ પંજાબી છોલે તો બહાર કેમ ખાવા. તો તમે પણ ઘરેજ બનાવી ને જમો અને ઘરના ને પણ ખવડાવો આ સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે.

સામગ્રી

ચણા પલાળવા માટે

 • 1 કપ કાબુલી ચણા
 • 1 કપ પાણી
 • 1 મોટી એલચી (કાળી)
 • 2 નાની એલચી (લીલી)
 • 2 તજ ના ટુકડા
 • 1 તમાલપત્ર

ચા ના પાણી માટે:–-

 • 1 ચમચો ચા
 • 1 કપ પાણી
 • 1 કપ ટમેટા પેસ્ટ
 • ડુંગળી ની પેસ્ટ
 • 2 મોટી ડુંગળી ના મોટા કટકા
 • 8-10 લસણ ની કાળી
 • 1 મોટો ટુકડો આદુ

છોલે બનાવા

 • 6-7 ચમચા તેલ
 • 1 ચમચો લાલ મરચું
 • 1 ચમચો ધાણાજીરું પાવડર
 • 2 ચમચા છોલે મસાલા
 • 1 ચમચી હળદળ
 • 1 ચમચી સૂકા દાડમ ના દાણા
 • 5 લવિંગ
 • 5 મરી
 • 1/2 ચમચી સોડા (ખાવાનો સોડા)
 • નમક

વઘાર માટે:--

 • 1 ચમચો ઘી
 • 4 લીલા મરચા ના લાંબા ટુકડા
 • 4 આદુ ના લાંબા ટુકડા

સજવા માટે :–

 • ડુંગળી ની રીંગ
 • સમારેલા લીલા ધાણા

1) છોલે ને ધોઈને તેમાં 1 કપ પાણી નાખી મોટી એલચી (કાળી), નાની એલચી (લીલી), તજ ના ટુકડા, તમાલપત્ર ઉમેરી તેને આખી રાત પલાળી રાખો. ઓછામાં ઓછા 10-12 કલાક પલાળી રાખો.
vlcsnap-2018-08-16-19h18m46s414
2) હવે 1 કપ ટામેટા ની પેસ્ટ બનાવી લો. હવે ડુંગળી ને મોટા ટુકડા કરી તેમાં લસણ, આદુ નો ટુકડો નાખી પેસ્ટ બનાવી લો.
vlcsnap-2018-08-16-19h19m00s687
3) હવે એક તપેલા મા 1 કપ પાણી નાખી તેને ઉકાળો હવે તેમાં ચા નાખી તેને 3/4 કપ પાણી રહે ત્યાં સુધી ઉકાળો.
vlcsnap-2018-08-16-19h18m21s268

4) હવે એક કૂકર લય તેમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી તેને ઉકાળો. હવે તેમાં છોલે મા પલાળેલા મોટી એલચી (કાળી), નાની એલચી (લીલી), તજ ના ટુકડા, તમાલપત્ર, લવિંગ, મરી ઉમેરી સાંતળો.
vlcsnap-2018-08-16-19h19m11s689

5) જયારે ડુંગળી નો કલર બદામી થાય એટલે તેમાં ટમેટા ની પેસ્ટ ઉમેરી તેને 2-3 મિનટ સાંતળો.
vlcsnap-2018-08-16-19h19m23s9316) હવે તેમાં બધા મસાલા લાલ મરચું, ધાણાજીરું પાવડર, છોલે મસાલા, હળદળ, સૂકા દાડમ ના દાણા, નમક ઉમેરી તેને બરાબર મિક્સ કરી ને તેને તેલ છૂટું પડે ત્યાં શુધી સાંતળો.
vlcsnap-2018-08-16-19h19m31s774

 

vlcsnap-2018-08-16-19h19m43s224

7) હવે છોલે માં થી પાણી નીતારી છોલે ને ગ્રેવી માં ઉમેરો હવે 2-3 મિનટ તેને સાંતળી લો.
vlcsnap-2018-08-27-12h53m01s475

8) હવે જે છોલે નું પાણી રાખ્યું હતું તે ઉમેરી બરાબર હલાવી દો. તેમાં ચા નું પાણી ઉમેરી તેને હલાવી દો હવે તેમાં સોડા (ખાવાનો સોડા) ઉમેરી તેને હલાવી. કૂકર ને બંધ કરી 6-7 સીટી થાય ત્યાં શુધી પકાવો.
chole (1)

9) હવે ગેસ બંધ કરી ને તેને ઠંડુ થવા દો. જયારે તે ઠંડુ થાય એટલે તેને ખોલી તેમાં થોડા ધાણા ઉમેરી મિક્સ કરી દો.
vlcsnap-2018-08-16-19h20m44s840
10) છોલે ને સર્વિંગ વાસણ માં કાઢી હવે ઘી ગરમ કરી તેમાં લીલા મરચા ને આદુ ના લાંબા ટુકડા ને ઉમેરી તેને છોલે ઉપર રેડી સર્વ કરો.
vlcsnap-2018-08-16-19h20m57s794
11) તેને ડુંગળી ની રિંગ થી ગાર્નિશ કરી સર્વે કરો.

12)તૈયાર છે તમારા પંજાબી છોલે તેને તમે પરાઠા, નાન, કુલચા, પુરી, રોટલી સાથે સર્વે કરો..
Amritsari Chole

નૌધ:–
કુકર માં પાણી તમારું કૂકર કેવળું તેના પર હોય છે મારા કૂકર માં 2 કપ પાણી માં 6-7 સીટી માં છોલે બફાય ગયા હતા.

રસોઈની રાણી — સીમા રાણીપા

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,902 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>