આપળા ભારતીય રસોઈ ઘર મા જીરુ અને ગોળ હોવું ફરજીયાત છે. જેમ લગ્ન પ્રસંગે પણ ગોળ-ધાણા ખાવાનો રીવાજ સદીયો થી ચાલ્યો આવે છે. ગોળ અને જીરૂ કુદરતી હોવાથી સ્વાસ્થય માટે પણ અતિ ઉપયોગી મનાય છે અને જો બન્ને ને ભેળવીને ખાવામાં કે પીવામાં આવે તો તે એક ઓષધી રૂપે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે. તો ચાલો આજે જાણીએ ગોળ જીરૂ ભેળવીને પીવાથી થતા ફાયદાઓ.
ગોળ જીરા નો ઉકાળો કઈ રીતે બનવવો:
એક તપેલી ને ગેસ ઉપર રાખી તેમાં બે કપ જેટલું પાણી લો હવે તેમાં ૧ ચમચી જીરૂ અને ૧ ચમચી ગોળ ઉમેરો. આ મિશ્રણ ને ૧૦ મિનીટ નવશેકું ગરમ કરો લો આ થઇ ગયો ઉકાળો તેયાર હવે તેને ગાળી ને પીય શકાય છે.
પેટ માં રેહતી કબજિયાત માટે
આ ઉકાળા થી પાચનતંત્ર મજબુત થાય છે અને નિયમિત આરોગવા થી પેટ માં થતી કબજિયાત માં ફાયદો મળે છે.
ગેસ એસીડીટી
આ ઉકાળો પેટ ફૂલવાની અને એસીડીટી જેવી તકલીફો દુર કરે છે કેમકે આ ઉકાળા થી પેટ માં રહેલ એસીડ નાશ પામે છે.
કળતર થી શરીર દુખવું
આ ઉકાળો રક્ત સંચાર ને વ્યવસ્થિત કરી શરીર માં થતી કળતર માં આરામ આપે છે.
શરીર નુ ડીટોક્સીફીકેસન
આ ઉકાળો શરીર માં રહેલ જેરીલા તત્વો ને શરીર ની બહારે કાઢે છે અને તેથી આપળે ઘણી બીમારીઓ થી બચી શકીએ છીએ.
તાવ
ગોળ અને જીરૂ નો ઉકાળો ઠંડો હોવાને લીધે જયારે આપળે ને તાવ આવે ત્યારે શરીર ગરમ હોય છે તો આનું સેવન કરી શકાય છે.
લોહી ની ક્ષતિ
આ ઉકાળા માં જરૂરી બધાજ પોષક તત્વો છે જે આપળા શરીર ના લાલ રક્તકણો ને સ્વસ્થ રાખે છે તેમજ લોહી ની કમી ને અટકાવે છે.
માથા માં થતો દુખાવો
આ ઉકાળો આપડા મગજ ને ઠંડક આપે છે જેથી માથા ના દુખાવા માં રાહત મળે છે.