રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલા બનાવો હવે ઘરે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને….

 પનીર બટર મસાલા, એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટમાં વેચાતું શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ શાક ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. વેકેશન માં જરૂર ટ્રાય કરજો , બાળકો અને મોટા બધા જ ખુશ થઈ જશે.

સામગ્રી ::

  • • 250 gm તાજું પનીર, મોટા ચોરસ ટુકડા કરવા,
  • • 3 થી 4 મધ્યમ સાઈઝ ના પાકા ટામેટા,
  • • 2 ચમચી કસૂરી મેથી ,
  • • 3 ચમચી તાજી સમારેલી કોથમીર,
  • • 2 ચમચી લાલ મરચું,
  • • 1 ચમચી ધાણા જીરું,
  • • 1/2 ચમચી ગરમ મસાલા,
  • • 1/2 ચમચી હળદર ,
  • • મીઠું ,
  • • 2 ચમચી તેલ,
  • • 1 ચમચી બટર,
  • • પનીર ફ્રાય કરવા થોડું ઘી,

પેસ્ટ બનવવા માટે

  • • 2 લવિંગ,
  • • 2 લીલી ઈલાયચી,
  • • 1.5 ચમચી જીરું,
  • • 3 ચમચી મગજતરી ના બીજ ,
  • • 1/4 વાડકો કાજુ ના ટુકડા,
  • • થોડા ટીપા તેલ.

રીત ::

સૌ પ્રથમ પેસ્ટ બનાવવા માટે ની બધી સામગ્રી ને કડાય માં હલકા શેકી લો. સામગ્રી બળવી ના જોઈએ. ઠરે એટલે થોડું ઉમેરી એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો.

કડાય માં થોડું ઘી ગરમ કરો. ત્યારબાદ એમાં પનીર ના ટુકડા શેલો ફ્રાય કરી લો. બહુ કડક નથી કરવાના, કિનારી હલકી બ્રાઉન થાય એટલા જ તળવા. આમ કરવા થી સ્વાદ ડબલ થઈ જશે.

કડાય માં ઘી, તેલ ગરમ કરો. એમાં ટામેટા ની પ્યુરી ઉમેરી સાંતળો. થોડું મીઠું અને હળદર છાંટો. જ્યાં સુધી તેલ છૂટું ના પડે સાંતળો. ત્યારબાદ એમાં કસૂરી મેથી , બધા મસાલા અને કાજુ ની પેસ્ટ ઉમેરો.

સરસ રીતે મિક્સ કરી 1 વાડકા જેટલું પાણી ઉમેરો. મિક્સ કરી 1 મિનિટ ઉકાળો. ત્યારબાદ એમાં પનીર ના ટૂકડા ઉમેરી મિક્સ કરો. અને ફરી થોડી સેકેન્ડ માટે પકાવો.

બારીક સમારેલી કોથમીર થી સજાવટ કરો અને ગરમ ગરમ પીરસો.. આ શાક આપ રોટી , કુલચા કે નાન સાથે પીરસી શકો છો.

નોંધ ::
• મેં અહીં ડુંગળી , લસણ વગર ની રીત બતાવી છે , આપ ચાહો તો ડુંગળી , લસણ પણ ગ્રેવી માં ઉમેરી શકો. જે મિત્રો ડુંગળી લસણ વાપરવા ઈચ્છે છે એમણે 2 થી 3 ટીપા તેલ માં ડુંગળી લસણ ને શેકવા. બ્રાઉન થાય એટલે મિક્સર માં પેસ્ટ બનાવી લેવી. જેને ટામેટા ની પેસ્ટ સાથે શેકવી.

• ઘરનું બનાવેલ તાજું પનીર આ રેસિપી માટે બેસ્ટ છે, છતાં આપ સગવડ પ્રમાણે બજાર નું પણ વાપરી શકો.

• મેં અહીં કાજુ ઉમેર્યા છે એટલે ફ્રેશ ક્રીમ નથી ઉમેર્યું , આપ ચાહો તો ઉમેરી શકો.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,480 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>