પાંચ ચોપડી ભણેલ આ વ્યક્તિએ એક એવું અદભુત મકાન બનાવ્યું જે જોઈને લોકો દંગ રહી ગયા

ભણતર કરતા વધુ મહત્વ છે ગણતર નુ. આ વાત દરેક એ સાંભળી જ હશે આ વાત એકદમ સાચી લાગશે તમને જયારે અમે તમને એક કિસ્સા વિષે જણાવીશું. એક પાંચ ધોરણ  ભણેલા વ્યક્તિ એ એક એવું મકાન બનાવ્યું જે જોઈ અને લોકો દંગ રહી ગયા.  જમાનો કોઈ પણ હોય હમેશા ભણતર કરતા વધુ મહત્વ આવડત નું જ હોય છે.આપણે ઘણા એવા લોકો જોયા છે જે પોતાની આવડતથી કોઈ પણ કામ શક્ય કરીને બતાવે છે.  મોટા મોટા એન્જીનીયરો જે કામ નથી કરી શકતા તે આ એક સામાન્ય માણસ એ કરી બતાવ્યું.

પાંચમું ધોરણ ભણતા એક વ્યક્તિ એ એક એવું મકાન બનાવ્યું જે બનાવવું દરેક એન્જીનીયર નું સપનું હોઈ શકે છે.આ વ્યક્તિ એ મુવિંગ હાઉસ બનાવ્યું છે. આ અદભુત મકાન જોવા માટે દુર દુર થી લોકો આવે છે. આ વાત છે તમિલનાડુ માં રહેનારા 65 વર્ષના મોહમ્મ્દ સુહૈલ હમિદેની. તેઓએ આર્થિક સમસ્યા હોવાને લીધે બાળપણમાં 5મુ ધોરણ પાસ કરીને પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. જયારે હમિદ નાના હતા ત્યારે તેના ઘરની હાલત બરાબર  ન હતી પછી પૈસા કમાવા માટે તેમણે મજૂરીનું કામ કરવાનું ચાલુ કર્યું હતું.

આ બાદ તેઓ મકાન બનવવા ના કામ માં રસ લેવા મંડ્યા. તેઓ અરબ દેશ જઈ ને રહ્યા. ત્યાં મોટા મોટા લોકો સાથે કામ કર્યું. મોટા એન્જીનીયારો સાથે કામ કરી ને તેઓ એ અદભુત મકાનો જોયા. અને પછી તેઓ ને મન માં થયું કે પોતાના દેશ માં જઈ અને આવું મકાન બનાવવું છે. એક મુવિંગ હાઉસ ના સપના ને તેઓ દેશ માં લઇ આવ્યા.

અને પછી તેઓ એ એક મુવિંગ હાઉસ બનાવ્યુ. આ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર 3 અને ફર્સ્ટ ફ્લોર પર બે બેડરૂમ છે. ફર્સ્ટ ફ્લોરમાં આયર્ન રોલર લાગેલું છે. જેની મદદથી મકાનને કોઈપણ રીતે ફેરવી શકાય છે. આ મકાન ને જોવા માટે લોકો બહુ દુર દુર થી આવે છે અને આ હમીદ ભાઈ ના ખુબ જ વખાણ પણ કરે છે. ખરેખર આ અદભુત કારી ગરી ને સલામ છે. દરેક લોકો ને આ મકાન જોઈ ને ખુબ જ નવાઈ લાગે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,137 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>