બાળકો ને લંચ બોક્સ માં અથવા સાંજે ડિનર માં બનાવી શકાય તેવી રેસિપિ એટલે અને હા પાછી હેલ્થ માટે તો ખૂબ જ સારી પાલક લોહીની ઉણપ- પાલકમાં આયરનની માત્ર બહુ વધારે હોય છે અને તેમાં રહેલ આયરન શરીરમાં સરળતાથી શોષી લે છે. તેથી પાલક ખવાથી હિમોગ્લોબિન વધે છે. લોહીની ઉણપથી પીડિય માણસને પાલક ખાવાથી વધારે ફાયદો હોય છે. તો ચાલો આજે સ્ટેપ બાય સ્ટેપ રેસિપિ જોઈ ને બનાવીએ
સામગ્રી
- 1 વાટકી બાફેલી પાલક
- 1 મોટી વાટકી ઘઉં નો લોટ
- 1 વાટકી બાફેલા બટાટા
- 1 ટી સ્પૂન આદુ મરચા ની પેસ્ટ
- 1 વાટકી કોથમીર
- 1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
- 1 ટી સ્પૂન ધાણાજીરું પાવડર
- મીઠું સ્વાદ અનુસાર
- 1/2 ટી સ્પૂન લીંબુ નો રસ અથવા આમચૂર પાવડર
- તેલ અથવા બટર ફ્રાય કરવા માટે
- 1 વાટકી ચિઝ(ઓપસનલ)
બનાવાની રીત
સૌ પ્રથમ પાલક ને ઝીણી સમારી અને ધોઈ ને સાફ કરી લો. હવે તેને કૂકર માં 2 થી 3 સીટી વગાડી બાફી લો.હવે એક મોટા બાઉલ માં ઘઉં નો લોટ લો. તેમાં 2 ટી સ્પૂન તેલ નું મોણ, મીઠું અને બાફેલી પાલક ઉમેરી કણક તૈયાર કરો.
હવે એક બીજા બાઉલ માં મેસ કરેલા બાફેલા બટાટા લો.તેમાં આદું મરચા,કોથમીર,મીઠું, લાલ મરચું પાવડર,ધાણાજીરું, આમચૂર પાવડર આ બધું ઉમેરી બરાબર મિક્ષ કરો.
હવે બાંધેલા કણક માંથી 1 લુઓ લઈ તેની ગોળ રોટલી વણો.હવે બટાટા ના મિશ્રણ માંથી ટીક્કી જેવું વાળી બનાવેલ રોટલી પર મૂકી રોટલી પછી પેક કરી અને હલકા હાથે વણો(જો તમને ચીઝ પસન્દ હોઈ તો ટીક્કી પર થોડું ખમણેલું ચીઝ ઉમેરી શકાય)
હવે ગરમ તવા પર તેલ અથવા બટર વડે બંને બાજુ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન શેકી લેવી.
ગરમા ગરમ જ સોસ અથવા દહીં સાથે સર્વ કરો.તો તૈયાર છે પાલક ના આલુ પરાઠા.
પાલકનાં પાંદડાઓમાં શારિરીક વિકાસ માટે આવશ્યક લગભગ દરેક પ્રકારના પોષક તત્વ મળે છે. મિનરલ્સ, વિટામિન અને બીજા ઘણા ન્યૂટ્રીએન્ટસથી ભરપૂર પાલક એક સુપર-ફૂડ છે.
રસોઈની રાણી :ચાંદની ચિંતન જોશી(જામનગર)