પૈસા ની કદર: ગુજરાતના સુરત શહેરના એક સૌથી મોટા ઉદ્યોગપતિના પરિવારની સત્ય ઘટના

કરો આ છોકરો ચોર છે કે પછી ઘરેથી ભાગીને આવ્યો છે. હૈદરાબાદની મેઈન બજારમાં બૂટ-ચંપલનો શૉ-રૂમ ચલાવતા અબ્દુલચાચા સામે ઊભેલા છોકરાનું બારીક પણે નિરીક્ષણ કરી રહ્યા હતા. અબ્દુલચાચા કંઈ કહે એ પહેલાં છોકરાએ પાછો એ જ સવાલ કર્યો, કંઈ નોકરી છે ? તમે કહો એ કામ કરવા હું તૈયાર છું. અબ્દુલચાચાએ કહ્યું તારું નામ શું છે અને ક્યાં રહે છે, પેલાએ કહ્યું મારું નામ શ્રેય છે અને હું ગુજરાતી સમાજ નજીક આવેલા એક મકાનમાં રહું છું, હું એક ગુજરાતી છું. સુરતથી 15 કિલોમીટર દૂર આવેલા વડોદ ગામે રહું છું. અને મારા પિતા ખેતી કરે છે. મે બારમા ધોરણની પરીક્ષા આપી છે. ઘરના લોકો મને ભણાવવાની ઈચ્છા કરે છે પણ મારે ભણવું નથી. મારે ફક્ત નોકરી કરવી છે. તેથી તમે કહેશો એ કામ પૂરા દિલથી કરીશ હું.

શ્રેય ની વાત ચાચાને ગળે ઊતરી નહીં તેને થયું આ છોકરો નક્કી કંઈક છુપાવે છે. ચાચાએ શ્રેય ને ઉપરથી છેક નીચે સુધી જોઈને માપવાનો પ્રયાસ કર્યો. શ્રેય ને પહેરેલાં કપડાં તો સામાન્ય હતાં પણ ટેન બૂટે ચાચાની શંકા વધુ મજબૂત કરી. ચાલીસ વર્ષથી બૂટ ચંપલ વેચતા અબ્દુલચાચા કોઈપણ બૂટ-ચંપલ જોઈને માત્ર તેની કિંમત જ નહીં પણ તેના પહેરવાવાળાની માનસિકતા પણ જાણી જતા. પેલા એ પહેરેલા બૂટ રિબોક કંપનીના હતા. એ બૂટની કિંમત 4000 ની તો હશે જ. આ બૂટ પાછા ઈન્ડિયામાં તો મળતા જ નથી. તો આ છોકરા પાસે આવા બૂટ ક્યાંથી આવ્યા હશે?

ચાચાએ વિચાર્યું કે ગમે ત્યાંથી છોકરો આવ્યો હોય મારે શું કામ, ને એટલી સમજણ પડે છે કે આવા છોકરાને કામે ન રખાય. કંઈક લફરું નીકળે કારણ વગરના ફસાઈ જઈએ. તેથી તેને નોકરીની ના પાડી. બાજુના ચા વાળાએ તેને આજનું છાપું આપ્યું તેમાં વોન્ટેડની ટચૂકડી જાહેરખબરો છપાઈ છે. શ્રેયે સવારથી ચા પીધી ન હતી. તેને સમજાયું નહીં કે તેના બૂટ જ તેની અમીરી અને રઈશીની ચાડી ખાઈ ગયા હતા.

હોટલની ડોરમેટરી રૂમમાં સૂતેલા શ્રેય ને હચમચાવીને લોકોએ ઉઠાડ્યો. પેલો આંખ ચોળીને ઊભો થયો. પલંગની ફરતે આઠ-દસ લોકો ઊભા હતા. બધાયના ચહેરા ઉપર ગુસ્સો હતો. લોકો કહેવા લાગ્યા કે બોલ મોબાઈલ ક્યાં સંતાડ્યો છે ? મોબાઈલ ? કયો મોબાઈલ ? કોનો મોબાઈલ ?’ શ્રેય ને કંઈ સમજાતું ન હતું. એક યુવાને નજીક આવી શ્રેય નો કાંઠલો પકડ્યો. તેણે કહ્યું કે ડોરમેટરીની આ રૂમમાં દસ વ્યક્તિ રહે છે. સવારે ઊઠીને તૈયાર થઈ બધા પોતપોતાનાં કામે ચાલ્યા જાય છે. આજે સૌથી છેલ્લે મહેશ આ રૂમમાંથી ગયો હતો. મહેશ ગયો ત્યારે તેનો મોબાઈલ પલંગ પર ભૂલી ગયો હતો. મહેશ ગયો પછી તારા સિવાય બીજું કોઈ રૂમમાં હતું નહીં બોલ સાચી હકીકત.

તેથી તે મોબાઈલ પણ તેં જ લીધો છે. મને મોબાઈલ વિશે કંઈ ખબર નથી. શ્રેય કહ્યું. શ્રેયની વાતથી કોઈને સંતોષ ન થયો. બીજા એક યુવાને કહ્યું કે એનો સામાન ચેક કરો. એ સાથે જ બાજુમાં ઊભેલા બીજા યુવાને શ્રેય ની બેગ લઈને તપાસી. બેગમાં ત્રણેક જોડી કપડાં સિવાય કંઈ ન હતું બેગમાં તો કંઈ નથી. તપાસ કરનારે ચુકાદો આપ્યો. શ્રેયે છટકવાની કોશિશ કરી. બધા લોકોએ શ્રેય ને પકડ્યો. હોટલમાં દેકારો કરતાં સાંભળી હોટલનો મેનેજર દોડી આવ્યો. તેને પૂછતાં શ્રેયે કહ્યું કે અરે મારો બાપ તો અબજોપતિ છે. લાખો કરોડોનાં દાન કરે છે. હું અઢી હજારના મોબાઈલની ચોરી કરું ખરો? મારી પાસે જે મોબાઈલ હતો એ પણ 25000નો હતો. મારી સામે આંખ ઊંચી કરીને જોવાની કોઈની હિંમત થતી ન હતી અને આ લોકો મને ચોર ગણીને મારવા ઊભા થયા હતા.

શ્રેયને ઘડીક તો થયું કે, આ બધાને કહી દઉં કે હું કોનો દીકરો છું , જો કે, શ્રેય કંઈ કહી શકે તેમ ન હતો. ઘરેથી નીકળ્યો ત્યારે પિતાને વચન આપ્યું હતું કે સાચી વાત કોઈને નહીં કહું. ઓળખ છુપાવવાનું વચન આજે શ્રેય ને બહુ આકરું લાગતું હતું. જિંદગીમાં કોઈ દિવસ કલ્પના પણ નહોતી કરી કે આવો દિવસ આવશે, જ્યારે મને લોકો ચોર સમજશે. શ્રેયા ની સામે તેણે જીવેલી જાહોજલાલી તરી આવી. એ દિવસો અને આજના દિવસમાં કેટલો બધો તફાવત છે. વેઈટરની નોકરી છે, કરીશ ? અરે સાહેબ, તમે કહેશો એ બધું કરવા હું તૈયાર છું બસ કામ જોઈએ છે, હોટલના માલિકે કરેલી ઑફર શ્રેય ને તરત જ સ્વીકારી લીધી. હોટલનો માલિક તેને મેનેજર પાસે મૂકી ગયો. આ છોકરો આજથી તારી નીચે કામ કરશે. માલિકની વાત સાંભળી મેનેજરે શ્રેયને કહ્યું, આજે તારો પહેલો દિવસ છે. તારે ટેબલ સાફ કરવાનાં. લોકો જમીને જાય એટલે તારે ડિશ ઉપાડી લેવાની.

શ્રેયે હ પડી. સાંજ પડતાં જ હોટલમાં ગ્રાહકો આવવા લાગ્યા. એક ટેબલ ખાલી થયું. શ્રેય ડિશ ઉપાડવા ગયો. ડિશ જોઈને શ્રેય ના હાથ ધ્રૂજવા લાગ્યા. ડિશમાં તો મરઘીનાં હાડકાં અને માછલીનાં હાડપિંજર હતાં. ડિશને અડતાં જ શ્રેય ની આંખ બંધ થઈ ગઈ. પોતાના ઈષ્ટદેવની મૂર્તિ નજર સમક્ષ તરવરી ગઈ. શ્રેય મનોમન ભગવાનને કહ્યું અરે ભગવાન આ તું કેવી કસોટી કરે છે? ચુસ્ત શાકાહારી અને દરરોજ ભગવાનની પૂજા કરીને જ ઘરની બહાર નીકળતા શ્રેયને એવો આભાસ થયો જાણે નિર્દોષ મરઘી અને માછલી તેના હાથમાં તરફડે છે.

કોને પૂછીને તું ઘરમાં ઘૂસ્યો, ડોરબેલ સાંભળીને ધસી આવેલો છોકરો તાડુક્યો, ‘વોચમેન ! ક્યાં મરી ગયો ? શ્રેય કહ્યું સર મારી વાત તો સાંભળો. હું અહી એનસાયક્લોપીડિયા અને સાયન્સ ફેક્ટ્સની બુક વેચવા આવ્યો છું. માર્કેટમાં આ બે બુકની કિંમત પાંચસો રૂપિયા છે. કંપનીના પ્રમોશન માટે અમે તમને 50 % ડિસ્કાઉન્ટમાં આપીશું. બહુ ઉપયોગી બુક છે. જરા નજર તો નાંખો છોકરાના મગજનો પારો સાતમા આસમાને ચડી ગયો. તેણે પાછી બૂમ મારી, વોચમેન બાથરૂમ ગયેલો વોચમેન નાનાસાહેબની રાડ સાંભળી દોડતો આવ્યો.ક્યાં રખડે છે ? ગમે તેવા લોકો ઘરમાં ઘૂસી જાય છે. તમને રાખ્યા છે શા માટે ? ચાલ આને બહાર કાઢ. આવી ચડે છે બુક વેચવા. ચોર-લૂંટારા આવી રીતે જ ઘર જોઈ જાય છે.

શ્રેયને હાથ પકડી બંગલાની બહાર કાઢ્યો. ધડામ દઈને બંગલાનો ગેઈટ બંધ કરી દીધો. બુક ન વેચાઈ તેનું દુ:ખ ન હતું. પણ એ છોકરાનું વર્તન શ્રેયને ડિસ્ટર્બ કરી ગયું. શ્રેયશે દૂર ઊભા રહીને બંગલાનું નિરીક્ષણ કર્યું. બંગલાના પોર્ચમાં મર્સિડિઝ પાર્ક થયેલી હતી. કાર પાછળ ‘મર્સિડિઝ સી-કલાસ’ વાંચીને શ્રેયને હસવું આવી ગયું. શ્રેયથી મનોમન બોલાઈ ગયું, તારી પાસે મર્સિડિઝ સી-કલાસ છે પણ મારી પાસે તો મર્સિડિઝ ઈ-કલાસ છે. પોતાના બંગલામાં પાર્ક થતી મર્સિડિઝ અને બીજી વિદેશી કાર શ્રેયની નજર સામે આવવા લાગી. આજે એ વૈભવી કારનો કાફલો ન હતો, પગે ચાલીને ઘર ઘર રખડી બુક્સ વેચવાની હતી. શ્રેયના મનમાં વિચારો ચાલતા હતા. જિંદગી પણ કેવા કેવા રંગો બતાવે છે.

અંકલ, બે દિવસથી શ્રેયનો ફોન નથી આવ્યો.’સેક્રેટરીના શબ્દો સાંભળી ગોવિંદભાઈનું હૃદય ધબકારો ચૂકી ગયું, રોજ રાતે ફોન કરી જ દેવાનો ! છેલ્લે ક્યારે વાત થઈ હતી ‘બે દિવસ અગાઉ ફોન આવ્યો હતો ત્યારે શ્રેય હૈદરાબાદની કોઈ હોટેલમાં વેઈટર તરીકે કામ કરતો હતો. એ પછી તેના કંઈ ખબર નથી આવ્યા. ગોવિંદભાઈને ફડકો પડ્યો. કોઈ મારા દીકરાનું અપહરણ કરી ગયું હશે ? કોઈને ખબર પડી ગઈ હશે કે આ છોકરો કોઈ સામાન્ય માણસ નથી પણ કરોડો-અબજોની મિલકતનો માલિક છે. પણ ખબર કેવી રીતે પડે ? અત્યારે તો તેની હાલત સાવ ગરીબ યુવાન જેવી છે. અપહરણ થયું હોય તો પણ ખંડણી માટે કોઈનો ફોન તો આવે ને ? તો પછી શું થયું હશે શ્રેય ને ?

ગોવિંદભાઈએ સેક્રેટરીને કહ્યું કે, પહેલી ફલાઈટમાં મારી હૈદરાબાદની ટિકિટ બુક કરાવો. બધી એપોઈન્ટમેન્ટ્સ કેન્સલ. આઈ હવે ટુ રશ ટુ હૈદરાબાદ મુંબઈથી હૈદરાબાદ સુધીની વિમાનની સફર ગોવિંદભાઈ માટે આકરી નીવડી. મનમાં એક જ વિચાર ઘૂમતો હતો કે, એકના એક દીકરા શ્રેય ને શું થયું હશે ? હૈદરાબાદના એરપોર્ટ પર જેટનું પ્લેન લેન્ડ થયું. વિમાનનાં ટાયર જમીનને અડ્યાં ત્યારે વિચાર આવ્યો કે સાવ અજાણી ભૂમિ પર મારા દીકરા સાથે શું થયું હશે ? શ્રેય સાથે આવું કરવાની શું જરૂર હતી ? હું કંઈ ખોટું તો નથી કરી બેઠો ને ?….. એરપોર્ટની બહાર નીકળી ટેક્સી પકડી. શ્રેય જ્યાં રહેતો હતો તે હોટલના સરનામે ટેક્સી લીધી. ડ્રાઈવરને રોકાવાનું કહી બને એટલી ઝડપે હોટલમાં ધસી ગયા.

ત્યાં જઈને મેનેજરને પૂછ્યું શ્રેય ક્યાં છે ? જવાબ મળ્યો કે ખબર નથી. બે દિવસથી દેખાયો જ નથી ગોવિંદભાઈ ધ્રૂજી ગયા. કેટલાય અમંગળ વિચારો આવી ગયા. ભગવાનને પ્રાર્થના કરવા સિવાય ગોવિંદભાઈને કંઈ સુજતું નહોતું. એવામાં જાણે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી. કોણ ? શ્રેય ? એ તો બીમાર પડી ગયો છે શ્રેય સાથે ડોરમેટરી રૂમમાં રહેતા યુવાને કહ્યું અને ઉમેર્યું, દવા લેવા સ્વામી મંદિર જાઉં છું એમ કહીને ગયો હતો, પણ પાછો નથી આવ્યો. ડ્રાઈવર, ગાડી સ્વામી મંદિર લે લો.’ ગોવિંદભાઈ સીધા સ્વામી મંદિર પહોંચ્યા. મંદિરે પૂછપરછ કરી તો એક ભક્તે કહ્યું, ‘મારી સાથે ચાલો…’ મંદિરનદવાખાનામાં ગોવિંદભાઈને લઈ જવાયા. એક પલંગ તરફ ઈશારો કરીને કહ્યું કે ‘ત્યાં સૂતો છે. ખૂબ તાવ આવે છે. એ ચાલ્યો જતો હતો. અમે તેને ધરાર રોક્યો. તબિયત વધુ બગડે તેના કરતાં સારવાર પૂરી કરી લે. અમારી વાત માંડ માન્યો.’ ગોવિંદભાઈ ધીમા પગલે પલંગ પાસે ગયા. નજીક બેસી ધાબળો હટાવતાં કહ્યું, શ્રેય, મોઢું ઊંચું કરી શ્રેયને નજર માંડી. ‘પપ્પા તમે ? ગોવિંદભાઈના ગળે ડૂમો બાઝી ગયો. કંઈ બોલ્યા વગર દીકરાને વળગી પડ્યા. શ્રેય નું શરીર ગરમ હતું, જો કે, તાવની એ ગરમી બાપને હૂંફ જેવી લાગી.

પાપા એ કહ્યું કે બસ દીકરા, બહુ થયું. ચાલ હવે ઘરે. પપ્પાનો હાથ છોડાવીને દીકરાએ બાપની નજરમાં નજર પરોવી. ના પપ્પા, એમ હારી કે થાકી જાઉં એવો હું નથી. સામાન્ય તાવ છે, ઊતરી જશે. એક-બે દિવસમાં પાછો ક્યાંક નાની એવી નોકરીએ લાગી જઈશ. મારી ચિંતા ન કરો. આખરે તમારો દીકરો છું. જે આદર્યું છે એ અધૂરું નહીં છોડું. પ્લીઝ, તમે જાવ. મારે જે કરવું છે એ મને કરવા દો. ફાઈન બેટા, જેવી તારી મરજી. હું જાઉં છું. હૈદરાબાદથી વિમાને ટેઈક ઑફ કર્યું ત્યારે ગોવિંદભાઈને માત્ર એટલી શાંતિ હતી કે દીકરો ભલે બીમાર છે પણ કોઈ મુશ્કેલીમાં નથી. છતાં મનમાં એક વિચાર આવતો હતો કે, શ્રેય સાથે મેં આવું શા માટે કર્યું ? શું આવું જરૂરી હતું ? કદાચ હા, એ જરૂરી હતું. હીરાને ચમકાવવા માટે ઘાટ તો આપવો જ પડે. ચારેય બાજુથી ઘસાય અને છોલાય પછી જ હીરો ઝળહળી ઊઠે છે. મુંબઈની આલીશાન ઑફિસની બારીમાંથી ગોવિંદભાઈએ બહાર જોયું. આખું મુંબઈ શહેર ધબકતું હતું.

આ શહેરનું બ્લ્ડપ્રેશર માપીએ તો કદાચ હાઈ આવે. હોય, ત્યાં બધું હાઈ હોય છે. ગોવિંદભાઈનો ડાયમંડ બિઝનેસ પણ હાઈ હતો. ટર્નઑવર અબજોનો તો આંકડો આંબી ગયું હતું. જોકે, ધંધાને તેમણે ક્યારેય મગજ ઉપર સવાર થવા દીધો ન હતો. ગોવિંદભાઈ વિચારે ચડી ગયા. આમ પણ મારી પાસે હતું શું ? ગોવિંદભાઈની નજર સામે નાનકડું ગામડું તરી આવ્યું. અમરેલી જિલ્લાના લાઠી પાસેનું દૂધાળા ગામ નકશામાં પણ બિલોરી કાચ લઈને શોધવું પડે. ક્યાં દૂધાળાં અને ક્યાં આ મુંબઈ. દૂધાળામાં બાપ-દાદાનો ખેતીનો ધંધો. ગોવિંદભાઈને થયું કે ચાલો બહાર જઈને નસીબ અજમાવીએ. સફળ થશું તો બે પાંદડે થશું અને નિષ્ફળ જશું તો બાપ-દાદાની આ ખેતી ક્યાં નથી ? પાછાં આવતા રહીશું. ખુદ ગોવિંદભાઈને પણ ખબર ન હતી કે તેમના નસીબમાં બે પાંદડે નહીં પણ બે-પાંચ ઝાડ થવાનું લખ્યું હતું. દૂધાળાથી સુરત આવ્યા. હીરા ઘસવાનું કામ શરૂ કર્યું. ચાર હજાર રૂપિયા ભેગા થયા. ગોવિંદભાઈને થયું કે હવે પોતાનું કામ શરૂ કરું. પણ હીરાનું કામ આટલા રૂપિયામાં તો ન થાય. સગા ભાઈ જેવા બે ભાગીદારો મળી ગયા.

ગોવિંદભાઇ એ ભાગીદારીમાં હીરાનો ધંધો શરૂ કર્યો. મહેનતનો પરસેવો નાણાં તાણી લાવ્યો. એકાઉન્ટન્ટે આવીને વિચારોમાં ખલેલ પાડી. સર, આપણું વાર્ષિક ટર્નઑવર એક હજાર કરોડનો આંકડો પાર કરી ગયું છે. હજુ તો કેટલીય નવી ઑફરો પેન્ડિંગ છે. શું કરીશું ? કંપનીના ચીફ એકાઉન્ટન્ટે કહ્યું. મને વિચારવા દો.’ ગોવિંદભાઈએ શાંત ચિત્તે જવાબ આપ્યો. ડાયમંડ ફેક્ટરીની બહાર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના બોર્ડની ફરતે લાઈટ્સ ચમકતી હતી. આ લાઈટની જગ્યાએ હીરા લગાડી શકવાની ત્રેવડ હતી. ગોવિંદભાઈને એક જ વિચાર આવતો હતો કે મારી ભાવિ પેઢીનું શું ? મને મારા સંતાનને વારસામાં માત્ર અબજો રૂપિયા અને ડાયમંડનો આ ધીકતો ધંધો જ નથી આપવો. સંસ્કારની મૂડી ન હોય તો કોઈ દોલત કામ આવતી નથી.

ગોવિંદભાઈને એક સંતની વાત યાદ આવી ગઈ. તેમણે કહ્યું હતું કે સંતતિ અને સંપત્તિ માટે પ્રયત્નો કરવાની જરૂર છે પણ પાપ કરવાની જરૂર નથી. પ્રારબ્ધ અનુસાર બધું જ મળી રહે છે. એ દિવસથી ગોવિંદભાઈએ મન, વચન કે કર્મથી કોઈનું બૂરું નહોતું કર્યું. અરે બૂરું કરનારાઓનું પણ ભલું કર્યું. પિતા લાલજીભાઈ અને માતા સંતોકબહેને પણ એવું જ શીખવ્યું હતું કે રૂપિયાની લાલચ ન રાખવી. કોઈનું બૂરું કરીને કદાચ રૂપિયા મળશે પણ સુખ જતું રહેશે. લગ્ન બાદ પત્ની ચંપાબહેનના વિચારો પણ આવા જ જોવા મળ્યા. બાળકોમાં મોડું થયું. સંતાનો થતાં ન હતાં. ચંપાબહેન ભણેલાં ન હતાં પણ ઘણુંબધું ગણેલાં હતાં. તેમણે કહ્યું, ભગવાન જ્યારે જે આપવાનું હોય છે ત્યારે જ આપે છે. લગ્નનાં 8 વર્ષ પછી દીકરી મીનાક્ષીનો જન્મ થયો. બીજાં પાંચ વર્ષ પછી બીજી દીકરી શ્વેતા અવતરી. લગ્નનાં સત્તર વર્ષે દીકરો જન્મયો. શ્રેય નામના બે જૈન મિત્રો ગોવિંદભાઈને યાદ આવ્યા. શ્રેય એટલે ઉમદા માણસ મારો દીકરો પણ એના જેવો થાય તો કેવું સારું એ વિચારી ગોવિંદભાઈએ દીકરાનું નામ પાડ્યું, શ્રેય.

શ્રેયના ઉછેરમાં કોઈ કમી ન રાખી. શ્રેય પણ કુળનું નામ રોશન કરે તેવો હતો. છતાં ગોવિંદભાઈને થતું હતું કે, મારે જિંદગીમાં એવા પાઠ શ્રેયાંશને પઢાવવા છે જે દુનિયાની કોઈ પાઠશાળા ન શીખવી શકે. ગરીબી કોને કહેવાય એ શ્રેયને ખબર ન હતી. છતાં પિતા વિંદભાઈને વિચાર આવતા કે રૂપિયાની ઝાકમઝોળમાં પુત્ર શ્રેય ક્યાંક કોઈ ભૂલ ન કરી બેસે. અમીરી કરતાં માણસાઈ વધુ મહત્વની છે. રૂપિયાની કદર અને માણસાઈનું ભાન તો સંતાનોને થવું જ જોઈએ. શું કરવું ?… એના સતત વિચારો આવતા હતા. તેમાં એક દિવસ ગોવિંદભાઈને એક આઈડિયા સૂઝયો. દીકરા શ્રેયને બોલાવીને કહ્યું કે ‘સામાન્ય માણસનું જીવન નજીકથી જોવા જેવું હોય છે. અમે તો એ જીવન જીવ્યા છીએ, પણ તારે એ જીવન જોવા અને શીખવા માટે એક નાનકડી પરીક્ષા આપવી પડશે. દોઢ મહિનો અજાણ્યા શહેરમાં જઈ ગમે તે કામ કરવાનું. જિંદગીમાં આ દોઢ મહિનામાં ઘણું શીખવાનું મળશે. ક્યાંય સાચી ઓળખ નહીં આપવાની. ક્યાંય નામ નહીં વટાવવાનું. સાવ અજાણ્યા બનીને જીવવાનું.’ શ્રેય પિતાનો ઈશારો સમજી ગયો. પિતાનો આદેશ માથે ચઢાવીને કહ્યું કે હું તૈયાર છું. મને ગર્વ છે કે મારા પિતા મારા માટે આટલું બધું વિચારે છે. ક્યાં જઈશ? પિતાએ સવાલ કર્યો.

શ્રેય કહ્યું એવા અજાણ્યા શહેરમાં, જ્યાં અગાઉ કોઈ દિવસ પગ નથી મૂક્યો, હૈદરાબાદ-સુરતથી ટ્રેનની અનરિઝર્વ્ડ ટિકિટ લઈ કોમન ડબામાં બેસીને હૈદરાબાદ જવા રવાના થયો. ક્યાં પિતાએ લઈ આપેલી એક કરોડની ઈમ્પોર્ટેડ આઉડી કાર અને ક્યાં આ ટ્રેનનો કોમન ડબ્બો.

બેસવાની પણ જગ્યા ન હતી. ટોઈલેટના દરવાજા પાસે નીચે બેસી ગયો. બાથરૂમ આવતાં-જતાં લોકો ઊભા થવાનો આદેશ કરતા હતા. શ્રેયને થયું. આ તો હજુ શરૂઆત છે, હજુ તો દોઢ મહિનો કાઢવાનો છે. ભલે ગમે તેવી મુશ્કેલી પડે પણ મારી પરીક્ષામાંથી પાછો નહીં પડું.અઢાર વર્ષનો દીકરો શ્રેય એકલો હૈદરાબાદમાં શું કરતો હશે ? એવી ચિંતા પિતાને થતી હતી. માતા ચંપાબેહેનને તો ખબર જ પડવા નહોતી દીધી કે દીકરો અજાણી ભૂમિમાં જિંદગીના પાઠ શીખવા ગયો છે. માતાને તો એવું કહ્યું હતું કે, દીકરો હિમાલય પર્વત પર ટ્રેકિંગ માટે ગયો છે. પિતા સમજતા હતા કે એ કોઈ પર્વત પર નહીં પણ જિંદગીના પડાવો પર ટ્રેકિંગ કરવા ગયો છે. શ્રેય ગયો તેને એક મહિનો થવા આવ્યો હતો. પિતાને થયું કે, બસ. હવે વધારે પરીક્ષાની જરૂર નથી.

શ્રેય જે બુટિક શૉપમાં કામ કરતો હતો ત્યાં ટેક્સી લેવડાવી. દુકાનની સામે ટેક્સી ઊભી રહી. ગોવિંદભાઈએ દુકાન સામે જોયું. દીકરો શ્રેય હાથમાં સાવરણી લઈને દુકાનના પ્રવેશદ્વાર નજીક વાળતો હતો. શ્રેય પાસે જઈ ગોવિંદભાઈએ દીકરાને ગળે વળગાડી દીધો. બસ બેટા તું તારી પરીક્ષામાં પાસ થઈ ગયો. ચાલ હવે ઘરે, થડે બેઠેલાં દુકાનના માલિકને સમજાયું નહીં કે કારમાંથી ઊતરેલો કરોડપતિ જેવો દેખાતો આ માણસ શા માટે તેના ચપરાશીને વળગી ગયો હતો ! ગોવિંદભાઈ જ્યારે તેને સાચી વાત કરી ત્યારે તેણે ગોવિંદભાઈને વંદન કર્યાં. એણે કહ્યું, ધીસ ઈઝ ધ ટ્રુ લેસન્સ ઑફ લાઈફ. આ જ જિંદગીનું સાચું ભણતર છે. હૈદરાબાદથી ઊપડેલું વિમાન જ્યારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે મહિના અગાઉનો શ્રેય સાવ જુદો હતો. જિંદગીનું કેટલું બધું ભાથું આ એક મહિનામાં ભેગું થઈ ગયું હતું !પિતાની નજરમાં નજર પરોવીને શ્રેય પિતાને કહ્યું કે આઈ એમ પ્રાઉડ ઑફ યુ ડેડ. પિતાએ કહ્યું, મી ટુ બેટા.

આ એક સાચી વાર્તા છે. મુંબઈ અને સુરતમાં રહેણાંક ધરાવતાં અબજોપતિ ઉદ્યોગપતિ 58 વર્ષીય ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા એટલેકે ગોવિંદ ભગત વર્ષે એક હજાર કરોડનું ટર્ન ઓવર કરતી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ કંપનીના માલિક છે. ગોવિંદભાઈની ડાયમંડ ફેક્ટરીઓમાં પાંચ હજારથી વધુ લોકો કામ કરે છે. વાસ્તવિકતાનું ભાન, રૂપિયાની કદર અને માણસાઈની સમજ મળે એટલા માટે ગોવિંદભાઈએ તેના પુત્ર શ્રેયને ખાલી ખિસ્સે એક મહિના માટે અજાણ્યા શહેરમાં નસીબ અજમાવવા મોકલ્યો હતો. ગોવિંદભાઈની ઈચ્છા હતી કે તેનો પુત્ર અબજોનો ડાયમંડ ઉદ્યોગ સંભાળે એ પહેલાં તેને જિંદગીની સાચી સમજ મળે. ગોવિંદભાઈએ માત્ર પોતાના પુત્ર શ્રેય ને જ નહીં પરંતુ પોતાના પરિવારનાં અન્ય ચાર સંતાનો અક્ષય અરજણભાઈ ધોળકિયા, મિતેષ મનજીભાઈ ભાતિયા, નીરવ દિનેશભાઈ નારોલા અને બ્રિજેશ વિજયભાઈ નારોલાને પણ આ જ રીતે અજાણી જગ્યાએ ઓળખ છુપાવી અનુભવો મેળવવા મોકલ્યા હતા.

શ્રેય હૈદરાબાદ, અક્ષય બેંગ્લોર, નીરવ જયપુર, બ્રિજેશ ઈંદોર અને મિતેષ ચંદીગઢ ખાતે એક મહિનો કામ કરવા ગયા. આ વાર્તા આ પાંચેય યુવાનોના અનુભવનો નિચોડ છે. ઘરેથી રવાના થયા ત્યારે તેમને ખર્ચ પેટે સાત હજાર અપાયા હતા. જરૂર પડે તો જ તેમાંથી ખર્ચ કરવાનો. અલબત્ત, કોઈ ઈમરજન્સી ઊભી થાય અને રૂપિયાની જરૂર પડે તો કામ લાગે એ માટે મોટાં બેલેન્સવાળાં ક્રેડિટ કાર્ડ પણ અપાયાં હતાં. આ પાંચેયમાંથી એકેય યુવાને આ ક્રેડિટ કાર્ડ તો વાપર્યું જ નહોતું. સાત હજારમાંથી પણ ઘણા રૂપિયા બચાવ્યા હતા. આ પાંચેય યુવાનો માટે એવી પણ શરત હતી કે કોઈ જગ્યાએ એક અઠવાડિયાથી વધુ કામ નહીં કરવાનું. તમામે રોજ રાતે પોતાના અનુભવો ડાયરીમાં લખવાના. આ પાંચેય યુવાનો આવા અનોખા પ્રયોગ માટે ગયા છે તેના વિશે ગોવિંદભાઈ સહિત ઘરના ચાર વડીલો સિવાય કોઈને ખબર નહોતી. પરિવારમાં બધાને એવું જ કહેવાયું હતું કે છોકરાંવ ફરવા ગયા છે. એક મહિનામાં આ પાંચેય યુવાનોને ઘણા સારા-નરસા અનુભવો થયા.

પાંચેય યુવાનો કરોડપતિનાં સંતાનો હતાં. તેમને કંઈ થઈ જાય તો ? કોઈ અપહરણ કરી જાય તો ? પાંચેય ક્ષેમકુશળ છે તે જાણવા એવી પણ સૂચના આપવામાં આવી હતી કે રોજ રાત્રે મુંબઈમાં એક કઝિનને પાંચેય ફોન કરશે અને આખો દિવસ શું કર્યું તેનો રિપોર્ટ આપશે. રોજ એક ફોન સિવાય પરિવારના કોઈ જ વ્યક્તિનો સંપર્ક કરવાની મનાઈ હતી. પાંચેયના મોબાઈલ પણ લઈ લેવાયા હતા. રોજ એસ.ટી.ડી બૂથ પરથી એક ફોન કરીને સમાચાર આપી દેવાના. ગોવિંદભાઈ કહે છે કે પાંચેયમાંથી કોઈએ એક શરતનો પણ ભંગ કર્યો નહોતો. ઊલટું બધા મહિને દહાડે ચાર-પાંચ હજાર કમાઈને લાવ્યા હતા. આ પાંચેય યુવાનોએ જ્યાં જ્યાં કામ કર્યું હતું ત્યાં જઈને પરિવારજનોએ તેમનો આભાર માન્યો. તમામને સાચી વાત કરી.

ગોવિંદભાઈ કહે છે કે અમારી વાત સાંભળી લગભગ તમામ લોકોની આંખ ભીની થઈ ગઈ હતી. ધોળકિયા પરિવારે એ તમામને પાંચથી માંડીને પચાસ હજાર સુધીની કિંમતની ગિફ્ટ પણ આપી હતી. હૈદરાબાદમાં શ્રેય ઈન્દુબહેન નામની એક મહિલાના ઘરે રહીને જમતો હતો. ઈન્દુબહેને શ્રેયનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. 35 હજારની હીરાની બુટ્ટી જ્યારે ઈન્દુબહેનને ભેટ આપી ત્યારે તેઓ ગદગદિત થઈ ગયાં હતાં. ઈન્દુબહેન સાથે અત્યારે ધોળકિયા પરિવારને પારિવારિક સંબંધો છે. ઈન્દુબહેનનો પુત્ર અત્યારે ગોવિંદભાઈની મુંબઈમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં જોબ કરે છે.

શ્રેય કહે છે કે આ એક મહિનામાં અમને એવું શીખવા મળ્યું કે સંજોગો અને પરિસ્થિતિ ગમે તેવી હોય, હિંમત હારવી નહીં. માણસની સાથે માણસની જેમ પેશ આવવું ભલે સામેનો માણસ અમીર હોય કે ગરીબ. પણ આ એક મહિનામાં જે લેસન શીખવા મળ્યાં તે મારા કોઈ પુસ્તકમાં નથી.

હુ નસીબદાર છુ કે મને આવા પિતા અને પરિવારજનો મળ્યા. અને હા, હુ ખાતરી આપુ છુ કે ભવિષ્યમા મારા સંતાનોને પણ આવી જ રીતે કામ કરવા મોકલીશ. ઈટ્સ અ ગ્રેટ ટ્રેનિંગ. મારુ ચાલે તો એમ.બી.એ.ના અભ્યાસમા આવી પ્રેક્ટિકલ રિયાલિટીનુ એક સેમેસ્ટર ઉમેરી દઉં. માણસાઈ જ જિંદગીમા મહત્વની છે, સંપત્તિ નહી. માણસાઈના પાઠ તો જિંદગીના અનુભવોમાંથી જ મળે. એ મહિનો અમારી જિંદગીનો એક એવો હિસ્સો છે જેને અમે આખી જિંદગી જતનપૂર્વક જીવીશુ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,316 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>