હોટલની જેવી બધાને ભાવે તેવી પંજાબી સબ્જી ‘પાલક પનીર’ ઘરે જ બનાવો.

4495892301

પાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ. માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું છે. જ્યારે પંજાબી વાનગીઓની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીરનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. તમે અહીં આપવામાં આવેલી રેસિપીથી ઘરે જ હોટેલ જેવું ટેસ્ટી પાલક પનીર બનાવી શકો છો.

4 વ્યક્તિઓ માટે પાલક પનીરની સબ્જી બનાવવાની રીત

  • સામગ્રી:
  • 500 ગ્રામ પાલક
  • 100 ગ્રામ પનીર
  • 2 ડુંગળી
  • 3 ટેબલ સ્પૂન માખણ
  • 2-3 તમાલપત્ર
  • 1 ટીસ્પૂન જીરુ
  • મીઠું, સ્વાદ અનુસાર
  • 1/4 ટીસ્પૂન મરી પાવડર
  • 3/4ટીસ્પૂન
  • આદુ-લસણની પેસ્ટ
  • 1/2 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ
  • 1 ટીસ્પૂન ગરમ મસાલો
  • વેજીટેબલ ઓઈલ, જરૂર પ્રમાણે

રીત:

  • - આદુ પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ અને થોડુ પાણી પાલક સાથે મિક્સ કરો.
  • -તેને 7-8 મિનીટ માટે પ્રેશર કુકરમાં બાફો. (લગભગ 1 સીટી)
  • - પનીરને નાના ટુકડામાં કાપી લો. 3 ટુકડાને ગાર્નિશ કરવા માટે બાજુમાં રહેવા દો.
  • - એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં પનીરના ટુકડાને મધ્યમ આંચ પર તળો.
  • -થોડા બ્રાઉન રંગના થાય ત્યા સુધી તળીને બાજુ પર રાખી દો.
  • - હવે 2 ટેબલસ્પૂન માખણ ગરમ કરો. તેમાં તમાલપત્ર અને જીરુ નાંખો. 
  • -સમારેલી ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.
  • - તેમાં મીઠું, મરી પાવડર, ગરમ મસાલો ઉમેરીને બરાબર હલાવો.
  • - હવે પનીરના ટુકડા અને પાલકને ગ્રાઈન્ડ કરીને તેમાં ઉમેરો અને બરાબર મિક્સ કરો.
  • - પાલક પનીરને બરાબર ધીમી આંચે પકવા દો, તેમાં વધારાનું માખણ ઉમેરી લો
  • -હવે ગાર્નિશીગ માટે ઉપરથી પનીરના સાઈડમાં રાખેલાં ટુકડા નાખો
  • - ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કરો.paalak paneer at rasoighar by janva jevu
Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,648 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 21

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>