પી.એમ નરેન્દ્ર મોદી દ્વારા બહાર પડાયેલી આયુષ્યમાન ભારત યોજના સિવાય પણ બીજી ૨ એવી યોજના કે જેમાં મળશે ૨ લાખની સહાય

મિત્રો , આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હાથ મા જ્યાર થી દેશ ની બાગડોર આવી છે ત્યાર થી તેમણે દેશ ના હિત માટે અનેક કાર્યો કર્યા છે અને અનેક યોજનાઓ બહાર પાડી છે. હાલ દેશ ની સ્ત્રીઓ થી લઈ ને નાની બાળાઓ સુધી દરેક તેમની કોઈ ને કોઈ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે અને તે ખૂબ જ લોકપ્રિય નેતા બન્યા છે.

વર્તમાન સમય મા જ મોદી સરકાર દ્વારા બહાર પાડવા મા આવેલી આયુષ્યમાન ભારત યોજના ના વખાણ માત્ર દેશ મા જ નહી પરંતુ , વિદેશો મા પણ થવા માંડયા છે. બિલગેટ્સ દ્વારા મોદીજી ને આ યોજના બદલ સોશિયલ મીડિયા મા આભાર પ્રગટ કર્યો છે. હવે આપને જણાવીએ કે આ યોજના હેઠળ કોઈપણ ગરીબ કુટુંબ ના સભ્યો વર્ષે ૫ લાખ સુધી નુ મફત મા નિદાન કરાવી શકશે. આ યોજના સ્વાસ્થ્ય અંતર્ગત અત્યાર સુધી ની સૌથી વિશેષ યોજના છે.

આપણા વડાપ્રધાન દ્વારા વર્ષ ૨૦૧૮ ના સપ્ટેમ્બર માસ મા આર.એસ.એસ ના વિચારક દિનદયાળ ઉપાધ્યાય ની જન્મતિથિ પર આ યોજના નો શુભારંભ કારાયો હતો. જો કે સ્વાસ્થ્ય અંતગર્ત આ કોઈ પ્રથમ યોજના નથી. આ ઉપરાંત પણ અન્ય અનેક યોજનાઓ બહાર પડાઈ છે. જે વિશે તમને માહિતી પણ ના હોય. તો ચાલો આ યોજના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.

રાષ્ટ્રીય આરોગ્ય નિધિ :


આ યોજના વર્ષ ૧૯૯૭ ના સમય થી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ચલાવવા મા આવી રહી છે. આ યોજના અંતર્ગત એ લોકો સહાય મેળવી શકે છે જે ગરીબીરેખા ની હેઠળ આવતા હોય અને કોઈ ગંભીર બિમારી થી પીડાતા હોય તથા તેનુ નિદાન કરવા ઈચ્છતા હોય. આ રાષ્ટ્રીય આરોગ્ય નિધિ યોજના હેઠળ કોઈપણ ગરીબ વ્યક્તિ પ્રાઈવેટ તથા સરકારી ગમે તે દવાખાના મા પોતાનુ નિદાન કરાવી શકે.

આ સારવાર મા અમુક ટકા રાશિ સરકાર દ્વારા ભોગવવા મા આવે છે અને દર્દી સરળતા થી પોતાનુ નિદાન કરાવી શકે. પરંતુ , હવે મૂંઝવણ એવી ઊભી થાય છે કે આ યોજના નો લાભ મેળવવો કેવી રીતે ? કારણ કે આ સરકારી યોજના વિશે ખૂબ જ ગણ્યાગાઠયા લોકો ને માહિતી હોય છે. તો એ માટે કોઈપણ પ્રકાર નો તણાવ લેવા ની જરૂરીયાત નથી. હાલ ,આ લેખ મા તમને આ યોજના વિશે ની સંપૂર્ણ માહિતી પૂરી પાડીશુ.

કેવી રીતે મેળવવો આ યોજના નો લાભ :

આ યોજના અંતર્ગત નાણાકીય સહાય મેળવવા માટે સૌપ્રથમ નીચે મુજબ ના ડોક્યુમેન્ટ્સ રજુ કરવા પડે.
એક આવેદનપત્ર સાથે જે દવાખાના મા તમારુ નિદાન ચાલી રહ્યુ છે, ત્યા ની બધી રસીદો તથા ચિકિત્સા સુપરીટેન્ડન્ટ દ્વારા લેખિત એક લેટર ની આવશ્યકતા પડે છે. આ સાથે આવક ના દાખલા ની નકલ અને રાશનકાર્ડ ની નકલ.

૧૩ કેન્દ્ર સરકારી દવાખાનાઓ તથા સંસ્થાઓ મા રિવોલ્વિંગ ફંડ સ્થાપિત કરવા મા આવેલો હોય છે અને અન્ય પ્રાઈવેટ દવાખાનાઓ મા ૫૦ લાખ રૂપિયા સુધી ફંડ ઉપચાર માટે રાખવા મા આવ્યો હોય છે. એમ્સ મા આ ફંડ ૯૦ લાખ રૂપિયા જેટલો હોય છે. દરેક બાબત માટે તેમા થી ૨ લાખ સુધી નુ ફંડ ખર્ચી શકાય છે. જો ખર્ચ ૨ લાખ થી વધુ થતો હોય તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ભારત સરકાર દ્વારા નાણા ઉપલબ્ધ કરાવવા માટે નુ આવેદન કરવા મા આવે છે.

આ દવાખાનાઓ મા કાર્યરત છે રાષ્ટ્રીય આરોગ્ય નિધિ યોજના :

હાલ , વર્તમાન સમય મા જે-જે જગ્યા એ આ યોજના કાર્યરત છે તેની યાદી નીચે મુજબ છે.

દીલ્લી એમ્સ , ડોક્ટર રામ મનોહર લોહિયા હોસ્પીટલ , સફદરગંજ , એલ.એચ.એફ.સી. અને સૂચેતા કૃપલા ની હોસ્પિટલ , ચંદિગઢ ની પી.જી.આઈ.એમ.આર , બેંગ્લોર ની નિમહંસ હોસ્પિટલ , કોલકતા ની સી.ઈન.સી.આઈ , લખનૌ ની એસ.જી.પી.જી.આઈ.એમ.એસ અને ગાંધી મેમોરીયલ એન્ડ એસોશિયેટેડ હોસ્પિટલ તથા ઈમ્ફાલ ના આર.આઈ.એમ.એસ મા આ યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત કોઈ વિશેષ માહિતી મેળવવા માંગતા હોવ તો આ વેબસાઈટ httpps://mohfw.gov.in પર જઈ શકો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,180 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 64

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>