ઢોકળાનાં વધેલાં ખીરામાંથી બનાવો સ્વાદિષ્ટ ઓનિયન હાંડવા ઉતપામ..

દરેકના ઘરમાં ઢોકળા તો બનતા જ હશે ને એમાંથી થોડું ખીરું પણ વધતું જ હોય છે. કાં તો એ વધેલાં ખીરાને ફ્રીજમાં મૂકીએ છીએ અથવા તો એ ખીરને ફેંકી દઈએ છીએ. સાચું ને ? તો આજે હું એ ઢોકલાના વધેલાં ખીરામાંથી જ હું તમને ઓનિયન હાંડવા ઉતપામ કેમ બનાવવા એની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી આપું છુ. ઓનિયન હાંડવા ઉતપામ બનાવવામાં માત્ર પાંચ જ મિનિટનો સમય લાગે છે. જો એમાય ડુંગળી સમારેલી તૈયાર હોય તો તો માત્ર 3 જ મિનિટમાં આ સ્વાદિષ્ટ ઉતપામ તૈયાર થઈ જાય છે. આ ઉતપામ તમે સવારે નાસ્તામાં કે સાંજે પણ બનાવી શકો છો. અથવા તો કોઈ મહેમાન આવે ને કોઈ નાસ્તો લેવા જઈ શકે એવું નથી. તો આવનાર મહેમાનનાં સ્વાગતમાં પણ આ ગરમા ગરમ ઓનિયન હાંડવા ઉતપામ સર્વ કરી શકો છો. મહેમાનને પણ કઈ ન્યુ ટેસ્ટ લાગશે ને તમારા વખાણ કરતાં નહી થાકે ! તો ચાલો જોઈએ ઓનિયન હાંડવા ઉતપામ બનાવવાની સામગ્રી અને રીત .

સામગ્રી :

  • • ઢોકળાનું ખીરું ,
  • • 1 નંગ લીલું મરચું સમારેલુ ,
  • • 1 નંગ કાંદા બારિક સમારેલા,
  • • બારીક સમારેલી કોથમીર ,
  • • 2 ટેબલસ્પૂન સફેદ તલ,
  • અજમો ,
  • મીઠું, હળદર ને ધાણાજીરું સ્વાદ મુજબ
  • એક ચમચી ખાંડ ,
  • • તેલ .

રીત :
સૌ પ્રથમ તો ઢોકળાનાં વધેલાં ખીરને એ ક બાઉલમાં લેવાનું છે.IMG20180828100259ત્યારબાદ એમાં મીઠું,હળદર, અજમો , ને ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખવી.ને સરસ ચમચાથી હલાવી લેવાનું છે. જેથી બધુ સરસ મિક્સ થઈ જાય. ( જો પહેલાથી જ બધો મસાલો કરી દીધો હોય તો મસાલો નાખવાની જરૂર નથી. )IMG20180828100701પછી નોનસ્ટિક તવા ને ગેસ પર ગરમ કરવા મૂકો અને તે થોડો ગરમ થાય એટલે તેના પર એક ચમચી તેલ મૂકી. અડધા ઈચ જેટલી જાડો ઉત્પપા ચમચાની મદદથી પાથરો. તેના ઉપર સમારેલા કાંદા, તલ અને મરચાં સાઈડ પર એક ચમચી જેટલૂ તેલ મૂકો થોડું ચડવા દેવાનું છે.IMG20180828101332નીચે ની બાજુ થી બ્રાઉન થઈ જાય એટલે તેને ઉલટાવી ને બીજી બાજુ ફેરવી દો. ને ગેસની ફ્લેમ ધીમી રાખો જેથી ઉતપામ બળે નહી IMG20180828101805.
હવે બંને બાજુ થી બ્રાઉન થઈ જાય એટલે તેને કટ કરી લો અને ગરમા ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો .

રસોઈની રાણી : તૃપ્તિ ત્રિવેદી ( અમદાવાદ )

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,542 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>