એક અંગ્રેજી વેબસાઇટ પર પ્રકાશિત ન્યૂઝના અનુસાર ‘સનમ રે’ ફિલ્મના શુટિંગ દરમિયાન પુલકિત સમ્રાટની પત્ની એટલે કે સલમાન ખાનની બહેન શ્વેતાએ યામિ ગૌતમને થપ્પડ ઝડી દીધો હતો.
પુલકિત સમ્રાટ અને યામી ગૌતમની ક્લોઝનેસથી તેની એક્સ વાઈફ શ્વેતા ખુબ હેરાન છે. વાસ્તવમાં, ‘સનમ રે’ ફિલ્મનું શુટિંગ શિમલામાં ચાલી રહ્યું હતું ત્યારે શ્વેતા રોહીરા પણ પુલકિત સાથે હતી. આ દરમિયાન શ્વેતા પણ પુલકિત અને યામીની સાથે જીમ માં જતી હતી.
જીમ માં પણ યામી પુલકિતની સાથે જ રહેતી હતી. પછી શું ગુસ્સે ભરાયેલ શ્વેતા યામીને થપ્પડ મારવા જ જઈ રહી હતી ત્યારે યામી ઓલમોસ્ટ પાછળ ખસી ગઈ હતી. જોકે, બાદમાં યામીએ શ્વેતાને કહ્યું કે ‘શું તને લાગે છે કે હું તારા પતિને તારાથી અલગ કરીશ’? ત્યારબાદ યામીએ શ્વેતા પાસે માફી માંગી.
શ્વેતા રોહીરા એ યામી પર આરોપ લગાવ્યો છે કે તેના કારણે જ તેના આઢ વર્ષના લગ્નમાં પ્રોબ્લેમ આવ્યો અને તેને આખરે ડિવોર્સ લેવો પડ્યો.