દુનિયા પણ શું અજીબ છે. હરરોજ એવું તો કઈક નવું જાણવા મળે જ કે આજે દુનિયામાં આ કાંડ થયો. ઘણા લોકો નવું નવું જાણવા માટે હમેશા આતુર રહેતા હોય છે. એવામાં આજે તમને એક નવી જ ખબર સાથે રૂબરૂ કરાવવાના છીએ. એ પણ એક ચર્ચ વિષે જે મેક્સિકોમાં આવેલ છે.
એક એવું તળાવ જે દક્ષિણ મેક્સિકો માં આવેલ છે. જાણકારી અનુસાર તેમાંથી એક ચર્ચ નીકળ્યું છે. આ ખબર સાંભળીને આખી ચોંકી ગઈ છે. આ ચર્ચને ‘ટેમ્પલ ઓફ કુએચુલા’ નામ આપવામાં આવ્યું છે.
ખરેખર ભયંકર અનાવૃષ્ટિ થવાને કારણે Grijalva (ગ્રીજલવા) નદીના સ્તરમાં પાણીનો ઘણો ધટાડો થયો. ત્યારબાદ Nezahualcoyotl ના ડેમમાં પાણીમાં ધટાડો થયો અને આ ચર્ચ નીકળી આવ્યું. અ અજગ્યા મેક્સીકોના’ State of Chiapas’ માં સ્થિત છે.
વાસ્તવમાં Grijalva નદીની ઉપર ડેમ બાંધવામાં આવ્યો હતો ત્યારે આ ચર્ચ પાણીની અંદર ડૂબી ગયું હતું. હવે આ લેક સુકું પડી ગયું છે તેથી આ બહાર નીકળી આવ્યું. આની સાથે પણ એક રસપ્રદ કહાની જોડાયેલ છે.
સોળમી સદીના મધ્યમાં સ્પેનિશ લોકોએ ચર્ચ પણ હુમલો કર્યો. તે લોકો આને જીતવા માંગતા હતા. આવું બધું લોકો સ્પેનિશ રાજા અને તેમને ભગવાનના નામે કરતા હતા. અહી ‘જોક’ લોકોની વસ્તી રહેતી હતી અને તેઓ પોતાના એક અલગ જ ઘર્મનું પાલન કરતા હતા, જે સ્પેનિશ કિંગને પસંદ નહતું.
ત્યારબાદ સ્પેનિશ સૈનિકોએ ત્યાના લોકોને બે વિકલ્પ આપ્યા. તેમને કહ્યું કે તમે સ્પેનિશ રાજાના ગુલામ બની જાઓ નહિ તો તેમનું મૃત્યુ કરવા આવશે. ચર્ચની આ જગ્યાએ લોકોનું મૃત્યુ કરવામાં આવ્યું છે. આ જગ્યા હંમેશા ઘુમ્મસથી ઘુઘળી જ રહે છે. તેથી આ જગ્યા જોવામાં ખતરનાક અને ડરાવણી લાગે છે.