OMG!! ફિલ્મ ‘રઈસ’ માંથી પાકિસ્તાની એક્ટ્રેસ માહિરાને કરવામાં આવી રિપ્લેસ!

675604

હાલમાં ભારત અને પાકિસ્તાનનો વિરોધ ચાલી રહ્યો છે. ઉરી હુમલા બાદ દેશભરમાં બધી બાજુ દેશભક્તિનો માહોલ છે. આ હુમલા બાદ પાકિસ્તાની કલાકારોને લઈને વિવાદ એ ચાલી રહ્યો છે કે તેમણે ભારતીય સિનેમા જગતમાં કામ ન આપવું જોઈએ.

જાણકારી અનુસાર પહેલા ફવાદ ખાન અને હવે પાકિસ્તાની એક્ટ્રેસ માહિરાની ને ભારતની બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. આ ૨૦૧૭માં આવનારી શાહરૂખ ખાનની મચ અવેઈટેડ ફિલ્મ છે.

માહિતી અનુસાર ‘રઈસ’ ના ડાયરેક્ટર રીતેશ સિધવાની માટે આ ખુબ મોટો ફેસલો છો. તેઓ હાલમાં માહિરા ખાનની જગ્યાએ બીજી અભિનેત્રીની તલાશમાં છે.

માહિરા ખાન પાકિસ્તાની ટીવી સિરિયલ ‘હમસફર’ કરી ચુકી છે, જેમાં તેના કો-સ્ટાર ફવાદ ખાન  હતા. આ સીરીયલને ભારતમાં ‘ઝીંદગી’ ચેનલ પર ટેલીકાસ્ટ કરવામાં આવી હતી. ભારતીય લોકો દ્વારા આ સીરીયલને ખુબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો. કદાચ આ જ કારણે તેને શાહરૂખની ‘રઈસ’ મળી હતી.

માહિરા પાકિસ્તાનની સૌથી મોટી અભિનેત્રી માંથી એક છે. ખબરો અનુસાર માહીરાને રિપ્લેસ કરીને બીજી અભિનેત્રી સાથે ‘રઈસ’ નું શુટિંગ ફરીવાર કરવું પડશે. ડાયરેક્ટર મુજબ તેમના માટે આ ખુબ જ મુશ્કિલ ફેસલો છે.

Comments

comments


5,836 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


2 × 9 =