OMG!! ઢીશૂમ ના ગીત પણ ડાંસ કરવાથી જેકલીન પર થયો કેસ!

13-11

‘ઉડતા પંજાબ’ બાદ ફિલ્મ ‘ઢીશૂમ’ પર પણ વિવાદ શરુ થઈ ગયો છે. બોલીવુડની હોટ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ને કોણ નથી ઓળખતું? આ ફેમસ અભિનેત્રી ‘ઢીશૂમ’ માં આવનાર સોંગથી વિવાદોમાં ફસતી નજરે આવી રહી છે. પોતાની અપકમિંગ બોલીવુડ ફિલ્મ ‘ઢીશૂમ’ નું એક સોંગ રીલીઝ થયું છે, જેનું નામ છે ‘સો તરહ કે’.

ઢીશૂમ ના આ સોંગ પર જેકલીનને ડાંસ કરવો ભારે પડ્યો છે. આ ગીતને લઈને જેકલીન પર ક્રિમિનલ ફરિયાદ નોંધાવાય છે. અરજદાર વકીલ રવિન્દર સિંહ બસ્સિ એ કહ્યું કે આ ગીતમાં જેકલીને ટુકા કપડા પહેર્યા છે અને કમરમાં ‘કૃપાણ’ લટકાવ્યું છે. આ શીખ ધર્મના પ્રતીકોનું અપમાન છે.

jacqueline-fernandez-controversy-video_647_061916101525

શીખ ધર્મમાં અર્થપૂર્ણ પ્રતીકો માંથી કૃપાણ પણ મહત્વનું છે. આ કૃપાણને ખરાબ રીતે ગીતમાં ઉપયોગ કરવાને કારણે શીખ ધર્મ સાથે જોડાયેલ લોકોની ભાવનાને દુઃખ પહોચ્યું છે.

મીડિયાના અહેવાલો અનુસાર, અદાલતે અરજીદાર પર સુનવાઈ કરતા ફરિયાદીઓના પ્રારંભિક પુરાવા માટે 1 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત શીખ ધર્મના સામાજિક કાર્યકર હરજિંદલ કુકરેજાએ પોતાની ધાર્મિક ભાવનાઓને ઠેશ પહોચાડવા જેકલીનને માફી માંગવાની માંગ પણ કરી છે.

તમને જણાવી દઈએ કે ઢીશૂમ 29 જુલાઈએ સિલ્વર સ્ક્રીન પર દસ્તક આપવા જઈ રહી છે. જેમાં જેકલીનની સાથે વરુણ ધવન અને જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Comments

comments


6,415 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 17