લગ્ન એક પવિત્ર બંધન હોય છે જેમાં ફક્ત પ્રેમી જ નહિ પરંતુ બે પરિવારોનું પણ મિલન થતું જોય છે. લગ્ન ઘરમાં ખુશીનો માહોલ લઈને આવે છે. આજે અમે જે લગ્ન વિષે જણાવવાના છીએ તે સામાન્ય નહિ પણ જરા હટકે છે. ચાલો જાણીએ કેરલ રાજ્યના આ અનોખા લગ્ન વિષે…
હાલમાં કેરલમાં થયેલ એક લગ્ન ખુબ ચર્ચામાં છે. આ લગ્નની ખાસ વાત એ છે કે આમાં જુડવા છોકરાના લગ્ન જુડવા બહેનો સાથે થયા અને આમાં પાદરીથી લઈને બધા જ લોકો જુડવા હતા.
કેરલમાં રહેતા દિલરાજ અને દીલકર બંને ભાઇઓ જુડવા છે અને તેમને જુડવા બહેનો રીમા અને રીના સાથે લગ્ન કર્યા છે. કહાનીમાં નવો ટ્વીસ્ટ ત્યારે આવે છે જયારે લગ્ન કરાવનાર પાદરીનું આગમન થાય છે. આ પાદરી નું નામ રેજી અને રોજી હતું, તે પણ જુડવા હતા.
કેરલમાં થયેલ આ અનોખા લગ્નની ચર્ચા ઘણા દિવસો સુધી ચાલી. કેરલમાં ત્રિસુર જીલ્લાના સેંટ ઝેવિયર ચર્ચમાં થયેલ જુડવા ભાઈઓના લગ્નમાં શામેલ થયેલા મહેમાનો પણ ટ્વીન્સ હતા. એક વખત તો મહેમાનો પણ ચોકી ગયા જયારે દુલ્હાની દુલ્હનો પણ જુડવા નીકળી.
હવે આગળ વધતા તેમના લગ્નમાં ફ્લાવર્સ ગર્લ્સ અને પેજ બોય પણ સમાન રીતે જુડવા હતા. આ બધું જાણીને તમને એવું લાગતું હશે કે હવે જુડવા લોકોનો સીલસીલો બંધ થઈ ગયો છે તો તમે ખોટી ધારણા કરી રહ્યા છો. આ દુલ્હા ના મોટા બે ભાઈઓ પણ ટ્વીન્સ હતા. આ લગ્નમાં ટોટલ મેળવીને ૭ જુડવા લોકોની જોડી હતી. આ અનોખા લગ્નનો વીડીયો સોશીયલ સાઈટ્સ પર વાઇરલ થયો છે, જેણે અત્યાર સુધી લાખો લોકોએ નિહાળી ચુક્યા છે.
આટલા બધા લોકો જુડવા હોવા છતા પણ દુલ્હેરાજા દિલરાજનું માનવું છે કે, તેમને અફસોસ છે કે તેમના લગ્નમાં ફક્ત ૭ લોકોની જોડી જ ટ્વીન્સ છે. લગ્ન માટે જુડવા બહેનો શોધવા માટે દિલરાજ અને દીલકરે ત્રણ વર્ષની રાહ જોઈ હતી.