આ તસ્વીર ચીનના ચોંગકિંગ ના યુઝ્હાંગ માં બનેલ મોનોરેલ રેલવે નેટવર્ક ની છે. આને પ્રથમ વાર જોઈને કોઇપણ આશ્ચર્યચકિત થઈ જાય છે. ભારત જ્યાં મેટ્રો જમીનની ઉપર અને નીચે ચલાવવામાં આવે છે ત્યારે ચીનના મોનોરેલ બિલ્ડીંગની અંદર થઈને રેલ્વે નીકળે છે.
જયારે આ ડિઝાઇન બની રહી હતી ત્યારે આની ખુબજ ટીકા થઈ હતી. જયારે અમુક લોકોએ આને દેશનો સૌથી અનોખો રેલ રૂટ કહ્યો. વાસ્તવમાં, અહીની જટિલ ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખતા રેલ રૂટને આવો આકાર આપવો પડ્યો.
આનો મોટાભાગનો વિસ્તાર પહાડી હોવાને કારણે આ રેલ રૂટ બિલ્ડિંગની અંદર તૈયાર કરવામાં આવ્યો. આની શરૂઆત 6 નવેમ્બર 2004 માં થઈ હતી. ચાઇના ના અલગ અલગ ભાગોમાં વસેલ મોનોરેલ લાઇન માંથી લાઇન નંબર -2 ખાસ છે. આના પર ચાલનારી આ મોનોરેલ ચીનના પશ્ચિમી વિસ્તારો માટે પ્રથમ શહેરી મેટ્રો છે.