કલમ ૩૭૦ નાબુદી ના કારણે ચર્ચા માં આવેલ ધરતી પરનું સ્વર્ગ ગણાતું જમ્મુ- કાશ્મીર આજ થી ૧૦૦ – ૧૫૦ વર્ષ પહેલા કેવું હતું અને ત્યાં ના રહેવાશીઓ કેવા દેખાઈ રહ્યા હતા.. તો જુઓ..
ઈ.સ. ૧૮૯૦ માં ૧૨૯ વર્ષ પહેલા લેવામાં આવેલો આ ફોટા માં કાશ્મીર ના મૂળ નિવાસી કાશ્મીરી પંડિતો (બ્રાહ્મણો ) દેખાઈ રહ્યા છે..
પરંપરાગત કાન્ઝ અને મુહુલનો ઉપયોગ કરીને મહિલાઓ ચોખા થી ફોતરાંને જુદા પાડે છે.
ખેતર માં ઘાસ કાપતી મહિલાઓ નું ગ્રુપ (ઈ.સ. ૧૮૯૦)
કાશ્મીર માં ઘેટા બકરા ચારતા ત્યાંના ભરવાડ લોકો નું ગ્રુપ (ઈ.સ. ૧૮૯૦)
ઈ.સ. ૧૮૭૦ માં ૧૪૯ વર્ષ પહેલા લેવામાં આવેલો નીચેના ફોટા માં શ્રી નગર ની વચ્ચે થી પસાર થતી નહેર છે.
૧૫૫ વર્ષ પહેલા ઈ.સ. ૧૮૬૪ માં લેવામાં આવેલો નીચેનો ફોટો શ્રી નગર નો છે જ્યાં આસપાસ માં આવેલ કુદરતી દ્રશ્યો નજરે પડે છે.
ડાંગર/ ભાત ખાંડતા આ કાશ્મીરી લોકો નો ફોટો ૧૧૧ વર્ષ પહેલા ઈ.સ. ૧૯૦૮ માં લેવામાં આવ્યો હતો ..
શ્રીનગર ની જેલમ નદી પર નો આ બ્રીજ / પુલ નું ચિત્ર ઈ.સ. ૧૮૮૩ માં ૧૩૬ વર્ષ પહેલા નું છે.
નાચગાન કરનાર કાશ્મીરી છોકરી
ઈ.સ. ૧૮૭૭ માં ૧૪૨ વર્ષ પહેલા લેવામાં આવેલ આ ચિત્ર માં કાશ્મીર ના ડોગરા રાજપૂત મહારાજા રણબીરસિંહ (૧૮૫૬-૧૮૮૫) કે જે મહારાજા હરિસિંહ ના દાદા થાય. પાછળ થી ૧૯૪૭ માં રાજા હરિસિંહે જ ભારત માં પોતાનું રાજ્ય જોડી દીધું હતું..
નદી કાઠે આવેલું મકાન નું ચિત્ર..
ઘર પર રહેલા કાશ્મીરી પરિવાર ના સભ્યો…ઈ.સ. ૧૮૯૦ માં ૧૨૯ વર્ષ પહેલા લેવામાં આવેલો આ ફોટો.
૧૫૧ વર્ષ જુનું શ્રીનગર
વાસણો ને ચાંદી અને તાંબા નો ઘાટ આપતા કાશ્મીરી લુહારો.. (ઈ.સ. ૧૮૯૫)
હાટ માંથી ખરીદી કરતા લોકો..
શ્રીનગર નો અકબર બ્રીજ ..
શ્રીનગર માંથી પસાર થતી જેલમ નદી ની નહેર આસપાસ નાં મકાનો
રઘુનાથ મદિર (ઈ.સ. ૧૮૨૮) (Photographer: Martin Hürlimann)
જમ્મુ કાશ્મીર ના મહારાજા
હિંદુ ગ્રંથો ના (લખનાર) લહિયા (ઈ.સ.૧૮૯૫) Source: British Library (bl.uk)
ઉરી (જ્યાં અમુક મહિના પહેલા આંતકવાદી હુમલો થયેલો ત્યાંથી) પસાર થતી જેલમ નદી ને દોરડા વડે પાર કરતા લોકો (ઈ.સ.૧૯૦૩) Source: British Library / by James Ricalton