Old is Gold, આ છે વિંટેજ બાઇક્સ, દુર્લભ હોવાથી કિંમત કરોડોમાં, Pics

america and other most costly vintage bikes of world in janvajevu.com

વર્ષ 1907ની એક વિટેંજ બાઇકને તાજેતરમાં જ હરાજીમાં 4.43 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. સામાન્ય દેખાતી બાઇક્સની આટલી કિંમત આશ્ચર્યચકિત કરી દે છે. આવી જ ઘણી અન્ય વિંટેજ બાઇક્સ એવી છે જેમને હરાજી થકી કરોડો રૂપિયામાં ખરીદવામાં આવી હતી. જોકે આ બાઇક્સને જોઇને અંદાજો લગાવી શકાય છે કે જૂના સમયની બાઇક કેવી હતી અને આજની બાઇક્સ કેવી છે. આજે અમે આવી ઓલ્ડ ઇઝ ગોલ્ડ ગણાતી વિંટેજ બાઇક્સ તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ.

કેપ્ટન અમેરિકા (10 કરોડ)

1960ના દાયકામાં બનેલી આ બાઇક ફિલ્મ નિર્દેશકોની પ્રથમ પસંદગી રહેલી છે. 1969માં એક ફિલ્મમાં આ બાઇકને દેખાડવામાં આવ્યા બાદથી જ આ બાઇક તે સમયની સૌથી ફેવરિટ બાઇક બની ગઇ હતી. શરૂઆતમાં આ માત્ર પોલીસવાળાઓ પાસે જ રહેતી હતી, જોકે ફિલ્મ ‘ઇઝી રાઇડર’ માટે તેને માત્ર 31 હજારમાં વેચી દેવામાં આવી હતી. આ જ મોડલની એક બાઇક ગત ઓક્ટોબરમાં લોસ એન્જેલસ ખાતે 10 કરોડમાં વેચાઇ હતી.

america and other most costly vintage bikes of world in janvajevu.com

વિન્ચેસ્ટર-1910

વિનચેસ્ટર 6 એચપી (36 લાખ)

એડવિન એફ. મેરી કંપનીએ 1909 થી 1911 દરમિયાન 200 વિન્ચેસ્ટર બાઇક્સ બનાવી હતી. વર્લ્ડવાઇડ ઓક્સનર્સે 2013માં આનો ચોથુ સૌથી મોંધુ મોડલ 36 લાખમાં વેચી હતી. તેને ખરીદનાર વ્યક્તિ બંદૂકોનો વેપારી હતો, જે આને એક પ્રભાવી મશીન ગણતો હતો. 6 એચપીના સિંગલ એન્જીનવાળી આ બાઇકમાં ટોટલ લોસ ઇગ્નીશન બેટરી અને ડાઇરેક્ટ બેલ્ટ ડ્રાઇવ સિસ્ટમ લાગેલી હતી.

america and other most costly vintage bikes of world in janvajevu.com

હાર્લે ડેવિડસન-1907

હાર્લે સ્ટ્રેપ ટેંક (4.43 કરોડ)

વર્ષ 1907માં સાઇકલ સીટ, હેંડગાર્ડ અને મડ સાથે બનેલી આ બાઇકમાં 116 સીસીનું એન્જીન હતું. 2307 સિરીયલ નંબરવાળી આ 97મી બાઇક હતી. તેમા લાઇટ ન હોવાને કારણે માત્ર દિવસે જ ચલાવી શકાતી હતી. સ્ટ્રેપ ટેંકના આ મોડલે અતિદુર્લભ કેટેગરીમાં સ્થાન મળેલું છે. મેકમ ઓક્શન્સને આને 21 માર્ચના રોજ જ 4.43 કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી.

america and other most costly vintage bikes of world in janvajevu.com

સાઇક્લોન-1915

સાઇક્લોન બોર્ડ ટ્રેક રેસર (5 કરોડ 28 લાખ)

1915માં બનીને આવેલી આ બાઇકમાં 986 સીસીનું એન્જીન હતું. હૉલિવુડ સ્ટાર સ્ટિવ મેક્કવિનએ 1980 સુધી આ બાઇકને પોતાની પાસે રાખી હતી. ત્યારબાદ તેને હરાજી થકી 5 કરોડ 28 લાખ રૂપિયામાં વેચી દેવામાં આવી હતી. આ બાઇકના વર્ઝન ઘણા ઓછા હતા. આ બાઇક્સના શરૂઆતી યુગની બાઇક હોવાને કારણે તેની ડિઝાઇન સાઇકલ જેવી હતી.

america and other most costly vintage bikes of world in janvajevu.com

એલ્પાઇન

ગ્રેન્ડ સ્પોર્ટ્સ એસએસ 100 (2 કરોડ 95 લાખ)

એલ્પાઇનની 968 સીસીવાળી એસએસ 100 બાઇક વર્ષ 2014માં 2 કરોડ 95 લાખમાં વેચાઇ હતી. 1925માં બનેલી આ બાઇકને મુશ્કેલ માર્ગો પર રેસ લગાવવા માટે વાપરવામાં આવતી હતી. 1926માં તેની બીજીવાર માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી. બોનહેમ્સના ડિરેક્ટર બેન વોકર તેને સર્વશ્રેષ્ઠ બાઇક ગણે છે. તેમના મતે આ બાઇક તેમની પણ પસંદ છે પરંતુ આ તેમની પાસે રાખી શકે તેમ નથી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,948 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>