ફેમસ કોમેડિયન કપિલ શર્મા ફરીવખત પોતાની ગર્લ ફ્રેન્ડને કારણે ચર્ચામાં આવ્યા છે. મીડિયાની ખબરો અનુસાર કોમેડીના બાદશાહ એટલે કે કપિલ શર્મા હાલમાં કોઈ ટેલીવીઝન ડિરેક્ટર ગર્લને ડેટ કરી રહ્યા છે. આ ગર્લનું નામ પ્રીતિ સિમોસ છે.
તમને જણાવી દઈએ કે પ્રીતિ સિમોસ એ ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’ શો ની ક્રિએટીવ ડિરેક્ટર રહી ચુકી છે. આ બંને હાલમાં એકબીજાને ડેટ કરી રહ્યા છે તેવી ખબરો આવી રહી છે. જોકે, કપિલ શર્મા અને પ્રીતિ સિમોસે હજુ સુધી પોતાના રિલેશનશિપ અંગે કોઈ ખુલાસો નથી કર્યો.
આ બંનેની મુલાકાત ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’ ની પહેલા ‘કૉમેડી સર્કસ’ નામના શો થી થઇ હતી. અને આ જ શો માં બંનેની ફ્રેન્ડશીપ થઇ હતી.