અનીલ કપૂરનો પુત્ર અને અભિનેત્રી સોનમ કપૂરનો ભાઈ એટલેકે હર્ષવર્ધન કપૂર હાલમાં ખુબ જ પોપ્યુલર બની રહ્યો છે.
એક્ટર હર્ષવર્ધન કપૂરે પોતાની પહેલી ફિલ્મ ‘મિર્ઝ્યા’ થી લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. પોતાની પ્રથમ ફિલ્મ ‘મિર્ઝ્યા’ હજુ કાલ જ રીલીઝ થઇ છે. જયારે મુંબઈમાં આ ફિલ્મની સ્ક્રીનીંગ યોજાય હતી ત્યારે બધા સેલેબ્રીટીઓએ હર્ષવર્ધન કપૂરના ખુબ જ વખાણ કર્યા હતા.
વેલ, જાણકારી અનુસાર બોલીવુડના આ નવા યંગ એક્ટરને ‘બદલાપુર’ બનાવનાર નિર્દેશક શ્રીરામ રાધવને દીપિકા પાદુકોણના ઓપોઝીટ ફિલ્મ સાઈન કરાવી છે.
આ ફિલ્મ ‘બદલાપુર’ નું વર્ઝન હશે. જેમાં દીપિકા અને હર્ષવર્ધન તમને નેગેટીવ રોલમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે હાલમાં દીપિકા પોતાની અપકમિંગ હોલીડે ફિલ્મ ‘ત્રિપલ એક્સ : રીટર્ન ઓફ ઝેંડર કેઝ’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે.