લગ્ન ને લઈને બધા વ્યક્તિના અલગ અલગ સપનાઓ હોય છે. પછી તે વર હોય કે વધુ. બધાને એવું જ હોય કે અમારા લગ્ન સૌથી બેસ્ટ બને અને સૌથી યાદગાર, અમારા લગ્નમાં પણ કઈક એવું થવું જોઈએ જે ફક્ત અમને જ નહિ, લગ્નમાં આવેલ તમામ લોકોને પણ યાદ રહે.
જનરલી કોઈ દુલ્હાના લગ્ન થાય એટલે તે ઘોડાગાડી તથા બગી પર બેસીને દુલ્હન લેવા આવે. પણ, આ જાન બહુ અલગ છે આમાં ફક્ત શાહી, શાહી ને શાહી જ છે. ઠીક છે, આવા લગ્ન પાકિસ્તાન ના મુલ્તાનમાં જોવા મળ્યા.
જેમાં વર હાથી, ધોડા કે બગી પર બેસીને નહિ પણ સિંહ પર બેસી દુલ્હન લેવા માટે આવ્યો હતો. જોકે, અસલી સિંહ ને પાંજરામાં પુરવામાં આવ્યો હતો અને તેની ઉપર દુલ્હો બેઠો હતો.
આ રોયલ લગ્ન પાકિસ્તાનના ‘શેખ ઈરફાન’ના હતા. આનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જીવતા સિંહને પિજરામાં પૂરતા તે પોતાના હંમેશાના સ્વભાવ જેમ જ ગુસ્સામાં હતો. જયારે રસ્તામાં સિંહના પિંજારા સાથે દુલ્હો નીકળ્યો ત્યારે તેની આજુબાજુ લોકોની ભીડ છવાઈ રહી.
ખરેખર, શેખ ની દિલથી ઈચ્છા હતી કે તે સિંહ પર બેસીને લગ્ન કરે તો તેના પિતાએ પુત્રની આ ખ્વાહીશ પૂર્ણ કરી. તેણે મોઢા પર જે સહેરો બાંધ્યો હતો તે સોનાનો હતો. શેખના પિતાનું નામ ‘શેખ હશ્મત’ છે.
લગ્ન રોયલ હતા તેથી આમાં ૧૫ હજાર મહેમાનો ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. દુલ્હનના ઘરવાળાઓ એ દુલ્હાને લગ્નમાં ૫ કરોડનું દહેજ આપ્યું હતું. ઉપરાંત વર આખો સોનાથી સજેલો હતો.