ટોઇલેટ, લેટ્રીન શબ્દ સાંભળીને જ મનમાં અજીબ ફીલિંગ આવવા લાગે અને એવામાં પણ જો તમે કોઈ રેસ્ટોરન્ટ માં જાવ અને ત્યાં ભોજન ટોઇલેટ સીટ પર પીરસવામાં આવે તો….. ? ગભરાવવું નહિ… આ દુનિયા છે આમાં જે વસ્તુ માત્ર સાંભળવામાં જ આવતી હોય તે રીયલ થતી પણ હોય છે.
જયારે પણ આપણે ભજન કરતા હોઈએ અને કોઈ ટોઇલેટની વાત કરે તો આપણને ખુબ ગુસ્સો આવે ખરુંને…? આપણા ભારતમાં આ વા સખત અજીબ રેસ્ટોરન્ટ જોવા ન મળે પણ આવું રેસ્ટોરન્ટ ઇન્ડોનેશિયા માં છે. ચાલો જાણીએ આખી કહાની…
ઇન્ડોનેશિયા ની ‘ધ જમબન કૈફે’ એ લોકોને ટોઇલેટ સીટમાં ભોજન સર્વ કરવાનું શરુ કર્યું છે. આ અજીબ રેસ્ટોરન્ટ ને જોવા માટે ઘણી માત્રામાં લોકો આવે છે. આ રેસ્ટોરાં ઇન્ડોનેશિયાના જાવા આઈલેન્ડમાં સ્થિત છે.
ખરેખર અહી ટોઇલેટ સીટ આકારના વાસણ બનાવ્યા છે. જેમાં કસ્ટમર ને સૂપ અને અહીનું ટેસ્ટી ફૂડ સર્વ કરવામાં આવે છે. પોતાની આ યુનિક થીમને કારણે અહી કસ્ટમરની સંખ્યા વધતી જાય છે. તેથી માની શકાય કે આવા અજીબ આઈડીયા એ રેસ્ટોરન્ટની કિસ્મત ચમકાવી નાખી.
ટોઇલેટ સીટની થીમ ઉપર બનાવવામાં આવેલ આ રેસ્ટોરાં લોકોને એ વાતનો સંદેશ આપે છે કે લોકો ટોઇલેટનો ઉપયોગ કરે અને બીમારીઓથી બચવા માટે હમેશા તેનો ઉપયોગ કરે. આનાથી લોકોને સ્વચ્છતા તરફ જાગૃત કરવાના છે.
આ અગાઉ અમે તમને દુનિયાના સૌથી અજીબ રેસ્ટોરન્ટમાં શામેલ થયેલ રેસ્ટોરન્ટ જેમકે ડ્રોન દ્વારા, વાંદરાઓ વેઈટર તરીકે કામ કરે, ન્યુડ થઈને ભોજન કરવાનું રેસ્ટોરન્ટ, સ્કાઈ થીમ રેસ્ટોરન્ટ, અમદાવાદનું અન્ડરવોટર રેસ્ટોરન્ટ, ચાઇનીઝ ગર્લ્સના સ્કર્ટ જેટલા ટૂંકા તેટલું વધુ ડિસ્કાઉન્ટ વગેરે જેવા વિચિત્ર રેસ્ટોરન્ટ વિષે જણાવી ચુક્યા છીએ.