સની લિયોન બોલીવુડમાં એક પોર્ન સ્ટાર રૂપે ઓળખાય છે. તે બીટાઉન માં પોતાની હોટ ઈમેજ ઘરાવે છે. હવે તે એક નવું કામ કરવામાં જઈ રહી છે, જેના વિષે જાણીને તમને તેના પર ગૌરવ થશે.
શું તમે જાણો છો, બોલીવુડની બેબી ડોલ કયું નવું કામ કરવા જઈ રહી છે? વર્તમાન માં બોલીવુડ એક્ટર અને એક્ટ્રેસિસ પર પોતાની ફિલ્મોમાં પોતાનો જ અવાજ આપવાનો ફીવર ચઢી રહ્યો છે. એવામાં સલમાન ખાન, શ્રદ્ધા કપુર, આલિયા ભટ્ટ અને શ્રુતિ હાસન જેવા બોલીવુડ સેલેબ્સે ના નામ શામેલ છે. પરંતુ હવે સની લિયોન નું નામ પણ સોંગ ગાવામાં જોડાઈ રહ્યું છે.
સન્ની હૈદરાબાદમાં પ્રો. કબડ્ડી લીગમાં રાષ્ટ્રીય ગીત ગાતા જોવા મળશે. આ કાર્યક્રમમાં સન્નીની સાથે સાઉથના અભિનેતા રાણા દગ્ગુંબતી પણ રાષ્ટ્રીય ગીત જોવા મળશે. રાણા પ્રો. કબડ્ડી લીગના બ્રાન્ડ એમ્બેસેડર છે. સનીએ મહિના પહેલાથી જ રાષ્ટ્રીય ગીતની પ્રેક્ટીસ શરુ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમ માટે સન્ની લિયોન એક પણ પૈસા નહિ વસુલે. તેમનું કહેવું છે કે તે એવી કોઈ વસ્તુઓ માટે પૈસા નથી લેતી જેમાં રમતો ને પ્રોત્સાહન આપવાનું હોય.
ઉલ્લેખનીય છે કે સની લિયોન શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘રઈસ’ ના એક આઈટમ માં શાહરૂખ સાથે જોવા મળશે. ૩૦ જાન્યુઆરી ૨૦૧૭માં રઈસ રૂપેરી પરદે જોવા મળશે.