તમે પણ ઈચ્છો છો કે તમારી પણ પ્રેમની બીજી ઇનિંગ આવી રીતે શરુ થાય…

“વૃંદા… ઓ વૃંદા… ક્યાં છે ?”
“અરે અહીંજ છું ! કેમ આટલી બુમાંબમ કરો છો? 55ના થવા આવ્યા તોય હજી નાના છોકરાની જેમ બૂમો પાડવાની ટેવ ગઈ નહિ તમારી !”
“અરે સાંભળ તો ખરી, ચાલ આજે આપણે બહાર ફરવા જઈએ અને પિક્ચર જોઈશું ફરીશું અને બહાર જમી ઘરે આવીશું…”

વૃંદાને યાદ આવે છે 30 વર્ષ પહેલાંનો એ સમીર કે જે એની પાછળ ગાંડો બની જતો. એક દિવસ એને ન જોએ તો એને ચેન ન પડે. વૃંદા અને સમીર નાનપણથીજ સાથે એટલે એક જ સોસાયટીમાં રહેતાં અને સ્કૂલ અને કોલેજમાં પણ સાથે અને એક દિવસ અચાનક વૃંદાએ કોલેજ પૂરી થતા સમીરને કહ્યું, “હવે સમીર આગળનું શું વિચાર્યું છે ? શું કરીશ તું  હવે ?”

અચાનક વૃંદાનો હાથ પોતાનાં હાથમાં લઈ એને કહે છે, “મેં આગળનું એક જ વિચાર્યું છે કે બસ તારો હાથ જીવનભર છોડવો નથી.” અને ત્યારે વૃંદાને લાગ્યું કે હું ખરેખર હવે મોટી થઈ ગઈ અને સમીરના પ્રેમ અને એની લાગણીને સમજતી થઈ અને સમીરનો હાથ પોતાના હાથમાં આવતાજ કંઈક અલગ જ અનુભવ કર્યો. અત્યાર સુધી ઘણીવાર સમીરનો હાથ પકડ્યો એની સાથે મસ્તી કરી એક સાચા મિત્ર તરીકે રહી પણ આજે સમીર એને મિત્રથી પણ વિશેષ લાગ્યો અને એ કદાચ મારો એના માટેનો પ્રેમ જ હશે જેની અનુભૂતિ મને આજે થઈ. એ એકદમ શરમાઈ ગઈ કંઈજ બોલીના શકી અને સમીરે કરેલા પ્રપોઝને એણે સ્વીકારી લીધું અને બંને બચપનના સાથી આજે જીવન ભરના સાથી બનવાનું વચન એકબીજાને આપી દીધું

સમીર એમ.બી.એ.નું આગળ ભણવા ગયો અને વૃંદા કૉલેઝ પછી ઘરે જ રહી. સમીર અને વૃંદાના માતા પિતાને પણ આ સંબંધ ગમ્યો. વૃંદાની મમ્મી કહે, અજાણ્યામાં પડવું એના કરતા જાણીતો છોકરો મળે તો વધારે સારું.” અને સમીર અને વૃંદાની સગાઈ થઈ અને 1 વર્ષ પછી લગ્ન થયાં. એ એક વર્ષનો ગાળો એટલે સમીર અને વૃંદાનો  જીવન ભરની યાદગીરીનો સમય બની ગયો. બહાર ફરવા જવું, પિકચર જોવું, કલાકો સુધી એકબીજાની સાથે હાથમાં હાથ નાખી બેસી રહેવું.

લગ્ન થયા એટલે થોડાક જ વખતમાં સમીરને જોબ મળી. ઘરમાં બધા ભેગા રહે એટલે બધાની જવાબદારી અને પછી બાળકો થયાં એટલે જવાબદારી વધી. ઘર, બાળકો, સાસુ – સસરા અને સામાજિક પ્રસંગો બધું જ નિભાવનું અને સાથે સમીરનું પણ ધ્યાન રાખવાનું. કારણ ? એ પૈસા અને ઘર માટે ખૂબ જ મેહનત કરે. બાળકોના ભણતરના ખર્ચ અને એમના હાયર એજ્યુકેશન માટે એ તનતોડ મેહનત કરતો અને બાળકોની કારકિર્દી બનાવામાં હું અને સમીર અમારી જિંદગી જીવવાનું જ ભૂલી ગયાં…

અને ત્યાંજ પાછો સમીરનો અવાજ આવે છે; “વૃંદા ક્યાં ખોવાઈ ગઈ ? જવાબ તો આપ.”
વૃંદા કહે છે, “સમીર કેવું લાગે આ ઉંમરે આપણે બે એકલાં પીકચર જોવા જઈએ અને બહાર જમીએ અને કલાકો સુધી બહાર રહીએ તો કેવું લાગે… ? ત્યાંજ સમીર કહે છે, “પ્રેમની કોઈ એક્સપયારીડેટ ન હોય… ડીયર…”

હું તને ફરી પ્રપોઝ કરવા માંગુ છું ફરી એ દિવસોને તારી સાથે વિતાવા માંગુ છું પ્રેમની કોઈ સીમા ન હોય એ ગમે તે ઉંમરે ફરી કરી શકાય. બસ એની દર્શાવાની રીત અલગ હોય. એ જુવાનીના જોશમાં કરેલું પ્રપોઝ અને આ  જિંદગીની મધ્ય અવસ્થાએ કરેલું પ્રપોઝ તને થોડું અલગ લાગશે પણ લાગણી અને પ્રેમ તારા માટે ત્યારે પણ એટલોજ હતો અને આજે પણ એટલો જ છે. બસ, તું હા કરી દે પ્રેમની આ બીજી ઈનિંગ માટે…” અને વૃંદા જાણે પેહલીજ વાર સમીરને મળતી હોય તેમ ઉંમરને બાજુ એ મૂકી સમીરની બાંહોમાં સમાઈ જાય છે જાણે 30 વર્ષ પછી ફરી પેહલી વાર મળ્યાનો આંનદ એના ચેહરા પર દેખાય છે.

લેખક : નયના નરેશ પટેલ

વાહ ખૂબ સુંદર પ્રેમભરી વાર્તા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,019 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>