એક દીકરો હોવા છતાં કેમ નથી તેઓ માતા પિતા, કેમ આટલા વર્ષ જોવી પડી રાહ…

“રાકેશ જલ્દી તું હોસ્પિટલમાં આવી જા.”

“કેમ? કાંઈ થયું તને?”

“ના મને નહીં…”

“તો ?”

“મારી ગાડી નીચે એક નાનું બાળક આવી ગયું છે અને એને હું હોસ્પિટલમાં લઈ આવી છું મને બહુ બીક લાગે છે કે એને કશું થશે તો નહીં ને ? એ બચી જાય એજ બસ છે !”

“અરે તું ચિંતા ના કર હું હમણાંજ આવ્યો.” અને રાકેશ પોતાની પત્ની વૃંદાની મદદે દોડી જાય છે.
હોસ્પિટલમાં પહોંચતા જ વૃંદા રાકેશને વળગી પડે છે અને ખૂબજ રડે છે અને રાકેશ આશ્વાસન આપે છે; “એને હું કંઈજ નહીં થવા દવ તું ચિંતા ના કર.”

રાકેશ જ્યાં પેલો બાળક સારવાર કરાવે છે તે રૂમમાં પહોંચે છે અને પોલીસ ત્યાં હાજર હોય છે અને બાળકને પૂછે છે કે તને મેડમે કાર અથાળી ! “ના મેડમે નહીં અથાળી ! હુંજ મેડમની કારમાં અથડાયો એમાં મેડમનો વાંક નથી એ મારોજ વાંક છે અને રાકેશ ત્યાંજ અંદર પહોંચી બાળકને બધી સારવારનો ખર્ચ આપે છે અને બાળક સારો થતા એ બાળકને પોતાના ઘરે લઈ આવે છે.

આ બાળક એટલે રસ્તા ઉપરનું મા-બાપ વગરનું અનાથ બાળક જે ભીખ માંગે છે રસ્તા ઉપર અને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે. એને બધા શશીના નામે ઓળખે છે અને શશી પાંચ વર્ષનું બાળક છે અને એને કોણ અહીં મૂકી ગયું’તું એ ખબર નથી પણ એના મા-બાપ નથી એકલો જ છે એવી બધાને ખબર છે એટલે રૂપાળા અને ભોળા એવા આ શશીને બધા જે જોવે તે મદદ કરે છે અને બીજા અનાથ બાળકો જોડે એ મોટો થતો હોય છે અને એક દિવસ એક સો રૂપિયાની નોટ જોતાં રોડ ઉપર લેવા દોડે છે અને ત્યાં કાર લઈને જતી વૃંદાની કાર સાથે અથડાય છે અને ઘયાલ થાય છે પણ ભગવાનનો આભાર કે એને સામાન્ય ઈજા થઈ છે અને એ હેમખેમ છે.

હવે, વૃંદા એની એટલી બધી નજીક આવી જાય છે કે એને શશી એટલો ગમવા માંડે છે એટલે એ રાકેશ સામે પ્રસ્તાવ મૂકે છે, “આપણે આ બાળકને રાખી લઈએ એમ પણ ભગવાને આપણને દસ વર્ષો થયા લગ્નને કોઈ બાળક આપ્યું નથી અને આપણે બાળકને દત્તક લેવાનાં હતાં, તો પછી આનેજ કેમ રાખી ના લઈએ?”

વૃંદાનો પ્રસ્તાવ રાકેશ માને છે અને શશીને પૂછે છે, “બેટા તને ઘર કેવું લાગ્યું ? તું અહીં રહીશ?” અને શશી માથું હલાવી ‘હા’ પાડે છે અને વૃંદા અને રાકેશ ખુશ થઈ જાય છે એક રસ્તા ઉપર રઝળતા બાળકનું ભવિષ્ય કેવું ખુલે છે ! એક મોટા બિલ્ડરના ઘરે દોમદોમ સાહેબીમાં એને રહેવા મળે છે એને હવે ગાડીમાં જવાનું અને સારી સ્કૂલમાં ભણવા મૂકે છે અને વૃંદા આખો દિવસ હવે એની પાછળ જ રહેતી હોય છે અને એને ખુશ જોઈ રાકેશ પણ ખુશ રહે છે અને શશી અંકલ અને આંટી કરતો કરતો બંનેને ખૂબજ વહાલો લગે છે એની મીઠીમીઠી વાતોથી તો રાકેશનો બધો થાક ઉતરી જાય છે…

પણ આજે વૃંદા થોડી દુઃખી હતી કારણ પેરન્ટ મિટિંગમાં વૃંદા ગઈ હતી અને ત્યાં શશીએ એને આંટી કહી બોલાવે એ એને ના ગમ્યું. એણે તો બધાંને કહ્યું છે કે શશી મારો દીકરો છે તો આવું કેમ? કેમ એ મને મમ્મી નથી કહેતો અને ત્યાં જ રાકેશ એને સમજાવે છે કે તું એને કોઈ ફોર્સના કર એ એક દિવસ જરૂરથી તને મા કહેશે અને એ તને આંટી કહે એમાં તારી મમતા થોડી ઓછી થવાની છે તું તો એની મા છે…
તને ખબર છેને કે એ તારો દીકરો છે બસ… અને વૃંદા પાછી પોતાના મૂડને બરાબર કરી શશીને જોવા જાય છે અને શશીને શાંતિથી ઊંઘતો જોઈ એને પણ સંતોષ થાય છે હવે શશી મોટો થયો છે રાકેશ અને વૃંદાનો ખરો સહારો બન્યો છે ભણી લીધા પછી રાકેશનો બિઝનેસ હાથમાં લઈ લે છે અને વૃંદાને પણ બહાર જ્યાં જવું હોય ત્યાં ગાડીમાં લઈ જાય છે .

આટલો સમજુ દીકરો આપ્યા બદલ વૃંદા રોજ ભગવાનનો આભાર માને છે બસ એને દુઃખ છે એકજ વાતનું કે શશી મોટો થયો તો પણ હજુ મને મા નથી કહેતો કે રાકેશને પપ્પા નથી કહેતો અને એ બસ આજ વાતથી દુઃખી રહે છે. એક દિવસ શશી સાથે બજારમાં ખરીદી કરવા જાય છે અને વૃંદા કોઈનો ફોન આવતા બધી થેલી શશીને આપી મોબાઈલ પર વાત કરતા કરતા આગળ નીકળી જાય છે અને એને ખબરજ નથી પડતી અને એ એક ગાડી સાથે તકરાવા જાય છે ત્યાંજ શશી એ જોઈ જાય છે અને વૃંદા ને મા…મા….મા… હટી જા મા ગાડી આવે છે સામેથી અને વૃંદા પાછળ ફરી જુવે છે તો આતો શશી બુમો પાડે છે અને એ શશીને જોયા જ કરે છે અને ત્યાંજ શશી આવી ધક્કો મારી માને હટાવી લે છે અને ગાડી પૂર જોશમાં જતી રહે છે…

“મા… તને ખબર છે આજે તને કાંઈ થઈ જાત તો મારું કોણ ? તને અકસ્માત થતા રહી ગયો મા…” અને ત્યાંજ વૃંદા કહે છે, “બેટા… એક અકસ્માત તારી સાથે થયો હું તને મળી પણ બેટા આજે બીજો અકસ્માત થતા રહી ગયો પણ બેટા આજે મને મારો દીકરો મળ્યો જે મને મા…મા.. કહી બોલાવે છે જે શબ્દોને સાંભળવા મારા કાને બાવીશ વર્ષની રાહ જોઈ બેટા…” અને વૃંદા આજે ખુશ થઈ ઘરે જાય છે અને શશીને કહે છે, “જા આજે રાકેશને જલ્દી ઘરે મોકલજે આપણે બહાર જમવા જઈશું અને શશી વૃંદાને ઘરે ઉતારી રાકેશને લેવા સાઈટ પર જાય છે અને રાકેશને લઈ ઘર તરફ આવે છે ત્યાં રસ્તા રાકેશ સિગરેટપીવે છે અને રાકેશ કાયમ વર્ષોથી સિગરેટપીવે ગાડીમાં પણ સિગરેટના પેકેટ રાખે ઘણી વાર વૃંદાએ કહ્યું પણ એને ક્યારેય સિગારેટ છોડી નથી પણ.

આજે અચાનક શશી કહે છે, “પપ્પા મારા મિત્રના પપ્પા લાસ્ટ સ્ટેજના કેન્સરમાં છે એટલે પપ્પા તમારે સિગારેટ છોડવીજ પડશે તમે મારો અને માનો વિચાર કરો તમારા ગયા પછી અમારું કોણ છે…? અને રાકેશ વર્ષોથી જે પપ્પા શબ્દ સાંભળવા બેતાબ હતો એ શબ્દ એના કાને આવે એ એટલો ખુશ થઈ જાય છે અને કશુંજ બોલી નથી શકતો પણ બસ ગાડીમાંથી બધી સિગારેટના પાકીટ બહાર ફેંકી દે છે અને સશી સામું જોઈ જાણે આજે ખરા અર્થમાં બાપ બન્યો છે એવો અહેસાસ થાય છે.

ઘરે આવતા શશી ફ્રેશ થવા એના રૂમમાં જાય છે અને વૃંદાને કહે છે મા તારા પતિ આવી ગયા ચલો જલ્દી તૈયાર થવા હું પણ ફ્રેશ થઈ આવું અને ત્યાંજ વૃંદા રાકેશને એક્દમ ચૂપ અને બારી સામે મોં રાખી ઉભા રહેલા જોઈ એને ડ્રાસ્કો પડે છે અને એને પોતાના તરફ ફેરવી જેવું પૂછવા જાય છે કે તને શું થયું રાકેશ… અને ત્યાંજ રાકેશની આંખમાંથી આંસુ જોઈ એ સમજી ગઈ અને બસ એટલું બોલી, “એણે તને પપ્પા કહ્યું ?” રાકેશ વૃંદાને વળગી પડે છે. “હા વૃંદા ! હા આજે મને મારો દીકરો મળ્યો આજે મને પપ્પા કહેનાર કોઈ છે.” અને ત્યાંજ વૃંદા કહે છે, એણે આજે મને પણ મા કહ્યું છે. ખરેખર આજે આટલા વર્ષે આપણે મા અને પપ્પા શબ્દ સાંભળ્યો. જે શબ્દ માટે આપણે આટલી ધીરજ રાખી.”
બંને નિઃસંતાન દંપતી આજે સાચા અર્થમાં માતાપિતા બન્યાનો આનંદ લે છે આજે પણ શશી સગા દીકરાઓ કરતાં પણ વધારે સારું રાખે છે અને કોઈ કહી ન શકે કે આ અનાથ બાળક છે.

આજે બધા ખુશ છે મને લાગે છે કોઈની જિંદગી બનાવવી એના જેવું મોટું પૂણ્યનું કામ બીજું કોઈ નથી એક બાળકને માતા પિતા અને એક દંપતીને બાળક મળે આનાથી વધારે સારું કાર્ય બીજું કોઈ હોઈ જ ન શકે કારણ, કોઈપણ બાળક પ્રભુનો પયગંબર હોય છે.

લેખક : નયના નરેશ પટેલ.

સુંદર લાગણીસભર વાર્તા આપને પણ જો સારી લાગી હોય આ વાર્તા તો દરેક મિત્રો સાથે શેર અચૂક કરજો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,805 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>