નિયમિત આ વસ્તુનુ સેવન કરવાથી શરીર બની જાશે લોખંડી, સાથે સાથે મેળવો કેન્સર, હૃદય, લીવર અને મહિલાઓની બધી સમસ્યા થી છુટકારો…

કુદરતે આપેલ આ ભેટ છે કાયટોકેમિકલ્સ, ફાયટોએસ્ટ્રોજન તેમજ ૯૫૦ પ્રકારના હોર્મોન્સ જેવા તત્વો થી ભરપુર અને જેને એક શાક તરીકે પણ ખાવામાં આવે છે એવા સોયાબીન. આનાથી સ્તનકેન્સર, ટ્યુમર ના વધતા પ્રમાણ ને ૪૦ થી ૪૫ ટકા ઘટાડવામાં આવે છે. એક વૈજ્ઞાનિક શોધ દ્વારા સાબિત કરવામાં આવ્યું કે સોયાબીન નો ઉપયોગ જો રોજ ખાવા માં કરવામાં આવે તો સ્તન કેન્સર ની બીમારી થવાની શક્યતાઓ ઘટે છે.

ઓમેગા ૩ નામનો તત્વ અખરોટ, સોયાબીન તેમજ ફીશ માંથી મળે છે અને આનું સેવન જો ગર્ભાવસ્થા દરમિયાન તેમજ સ્તનપાન સમયે કરવામાં આવે તો હ્રદય રોગ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થી માતા ની સાથે-સાથે બાળક ને પણ રક્ષણ મળે છે.

કેન્સર જેવા જીવલેણ રોગ ના લક્ષણો વજન ઓછું થવું, લોહી ની અછત, ભૂખ ઘટવી, ઉલ્ટી, જાળા, કબજિયાત, ગેસ, વાળ ખરવાતેમજ શરીર નબળું થતું જાય છે. તો ચાલો આજે જાણીએ સોયાબીન થી થતા ફાયદાઓ.

સોયાબીન માંથી બનાવેલ દૂધ:

હ્રદયરોગ થી પીડાતા લોકો માટે દવા કરતા રોજ નુ બે ગ્લાસ સોયા નુ દૂધ અમૃત સમાન માનવામાં આવે છે. તેનાથી શરીર માં વધતી ચરબી ઓછી થાય છે અને એક સંશોધન બાદ આ સત્ય બહાર આવ્યું કે લોહી માં વધતી ચરબી ને સોયા થી લગભગ ૯ ટકા સુધી ઘટાડી શકાય છે અને જો રોજ ૪૭ ગ્રામ જેટલું સોયા આરોગવા મા આવે તો હ્રદય ના કોલેસ્ટ્રોલ ને ૧૩ ટકા ઘટે છે.

સોયાબીન મા રહેલ તત્વો:

સોયાબીન મા પ્રોટીન ૪૦%, કાર્બોહાઈડ્રેટ ૨૪.૬ %, નમક ૪૮ %, કેલ્શિયમ ૧/૪ ગ્રામ, ૧/૨ ગ્રામ ફોસ્ફોરસ, ૧/૪ ગ્રામ લોહતત્વ, વિટામીન એ ૭૧૦ માઈક્રોગ્રામ, વિટામીન બી-૧ ૭૩૦ માઈક્રોગ્રામ, વિટામીન બી-૨ ૭૬૦ માઈક્રોગ્રામ અને ૧/૪ નાયસીન જેવા તત્વો જોવા મળે છે અને તેનાથી કુલ ૪૩૨ કેલેરી મળે છે.

સોયાબીન ના ઉપયોગ થી થતા શરીરને મળતા ચમત્કારિક ફાયદા:

શારીરિક તેમજ માનસિક વિકાસ: ફોસ્ફોરસ ભરપુર માત્રા માં હોવાથી મગજ ને તેજ કરી માનસિક સંતુલન સુધારી તેમજ મગજ થી લગતી તમામ બીમારીઓ જેવી કે હિસ્ટીરિયા, જ્ઞાન કોષો માં ખામી, યાદશક્તિ માં ખામી જેવા અનેક રોગોમાં લાભદારી સાબિત થાય છે અને શરીર ને ફૌલાદ બનાવે છે.

હ્રદય સંબંધિત બીમારી:

સોયાબીન માં રહેલ ૨૦ થી ૨૨ % વસા મા લેસેથીન તત્વ લોહી મા મળતા કોલેસ્ટ્રોલ થી હ્રદય ની નળીઓ ને જામવાથી અટકાવે છે. તેમજ નિયમિત સવાર સમયે ભૂખ્યા પેટે સોયાબીન આરોગવા થી હ્રદય ના તમામ રોગો થી બચી શકાય છે.

હાઈ બી.પી:

નિયમિત બે મહિના સુધી જો દરેક મહિલા હોય કે પુરુષ માત્ર અડધા કપ સોયાબીન ને નમક અને કાળા મરી સાથે શેકી ને ખાય તો લોહી મા વધતું દબાણ ઘટે છે તેમજ મર્યાદિત થાય છે.

હાડકા ને મજબુત બનાવવા :

કમર મા થતા દુખાવા, કમજોર હાડકા અને કળતર તેમજ હાડકા મા થતા દરેક રોગ ને દુર કરી શરીર ને પોષણ આપી ફૌલાદ ની જેમ મજબુત બનાવે છે. ડાયાબિટીસ અને ગઠીયા વાં મા પણ સોયાબીન ના લોટ ની રોટલી દૂધ સાથે ખાવાથી લાભ થાય છે.

માસિકધર્મ ની તકલીફો :

માસિકધર્મ દરમિયાન સ્ત્રીઓ ને ઘણી પીડા સહન કરવી પડે છે. તેમને પેટ માં દુખવું, કમર દુખવી, અને હાડકાઓ મા થતો દુખાવામાં સોયાબીન નો ઉપયોગ તેમને રાહત આપે છે.

પેટમા થતા જીવાણું :

સોયાબીન માંથી બનતી છાસ પીવાથી પેટ મા થતા જીવડાને મારે છે.

મૂત્રમાર્ગ સંભંધિત રોગ :

નિયમિત સોયાબીન ને આરોગવા થી ડાયાબિટીસ ના દર્દીઓ ને જે વાર વાર પેશાબ લાગે છે તેમાં થી મુક્તિ મળે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,559 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>