જો આપણને યોગ્ય જ્ઞાન હોય તો એવું કહેવાય છે કે આપણું રસોડું જ સૌથી મોટું ઔષધાલય છે. આપણા રસોડામાં અનેક એવી વસ્તુઓ હોય છે જે ફક્ત ખાવાનો સ્વાદ નથી વધારતી પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે પણ રામબાણ ઇલાજ હોય છે. એમાની એક છે કસ્તુરી મેથી છે. તમે રસોઈ બનાવતી વખતે તેનો ગણી વખત ઉપયોગ કર્યો હશે, પરંતુ તમે આ વાતથી અજાણ હશો કે મેથી આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક હોય છે.
૧. બચાવશે પેટના ઈન્ફેક્શનથી
મેથીમાં રહેલ ગુણ પેટ ને લગતી દરેક સમસ્યાઓ દુર કરે છે. કસ્તુરી મેથી આપણને પેટ સંબંધી બીમારીઓ સામે કવચ પ્રદાન કરે છે. આથી તેને તમારા ખોરાકના એક ભાગ જરૂર બનાવો. પેટની સાથે તે હાર્ટ, ગેસ્ટ્રીક અને આંતરડાની સમસ્યાઓમાં આરામ અપાવવામાં મદદ કરે છે.
૨. લોહીની ઉણપ
સામાન્ય રીતે મહિલાઓમા એનિમિયાની ખામી જોવા મળે છે. આ બીમારીને તમે તમારી ડાયટમાં થોડો ફેરફાર કરીને ઠીક કરી શકો છો. આ પરેશાનીથી રાહત મેળવવા માટે તમારા જમણવારમાં મેથીને શામેલ કરી લો. તેનાથી તમારા શરીરમાં થઈ રહેલી લોહીની ઉણપ દૂર થઇ જશે.
૩. સ્તનપાન કરાવનારી મહિલાઓ માટે
જે સ્ત્રીઓ બ્રેસ્ટફીડ કરાવે છે તેમના માટે કસૂરી મેથી સૌથી વધુ ફાયદાકારક હોય છે. કસૂરી મેથીમા કંપાઉન્ડ રહેલા હોય છે. જે સ્તનપાન કરાવનારી મહિલાઓને બ્રેસ્ટ મિલ્ક વધારવામાં મદદ કરે છે.
૪. હોર્મોન્સ કરશે કંટ્રોલ
હોર્મોન્સ વધઘટથી આપણા શરીરમા અનેક પ્રકારની સમસ્યાઓ પેદા થાય છે. કસૂરી મેથી આ સમસ્યાઓમાંથી બચાવમા મદદ કરે છે. આ માટે આજથી જ હોર્મોન્સ અસંતુલનને કંટ્રોલ કરવા માટે તમારી ડાયટમાં કસૂરી મેથીને શામેલ કરો.
૫. ડાયાબીટીસથી બચાવે છે
મેથીમાં રહેલ કળવાણીનો ગુણ આપણને ડાયાબિટીસ જેવી સમસ્યાઓમાંથી બચાવે છે. એના માટે બસ તમારે એક નાની ચમચી મેથીને રોજ સવારે એક ગ્લાસ પાણીની સાથે પીય જવી. આમ કરવાથી તમને શુગરમાં રાહત મળે છે. શોધકર્તાઓનું માનવું છે કે કસૂરી મેથી ટાઈપ-૨ ડાયાબિટીસમાં બ્લડ શુગરના સ્તરને ઓછુ કરે છે.