નેશનલ જિયોગ્રાફિકે શોધી કાઢ્યું એક મહાકાય હાડપિંઝર જેને કેહવામાં આવ્યું છે મહાભારત કાલીન ઘટોત્કચનુ, જાણો શું છે સત્ય

ભારત ના ગ્રંથો મા મહાભારત નો સમાવેશ થાય છે અને ભાગ્યે જ કોઈ એવો હશે કે જેને આ યુદ્ધ તેમજ મહાભારત વિષે જાણકારી નહી હોય. હાલ પણ ટીવી મા આ મહાભારત આધારિત ઘણા સીરીયલો બનાવવા મા આવ્યા છે અને તેના જોતા ઘણી વાર એવુ પણ થતુ હોય છે કે તેમા ઘણા એવા પાત્રો પણ છે કે જેને વિશે કદાચ અત્યારે પણ ઘણા લોકો ને ખ્યાલ નહિ હોય. તો આજ ના આ આર્ટીકલ મા પણ મહાભારત ના જ એક પાત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

તો અહિયા વાત થાય છે મહાભારત મા ઉલ્લેખનીય એવા મહાન પાત્ર ઘટોત્કચ વિશે અને ઘણા ઓછા લોકો આ વાત ને જાણતા હશે કે તેમની શુ ભૂમિકા હતી આ મહાન સંગ્રામ મા. તો આ પેહલા વાત કરીએ કે હાલ થોડા સમય પૂર્વે જ સોશિયલ મીડિયા પર નેશનલ જીઓગ્રાફીક દ્વારા એક વિશાળકાય નર હાડપિંજર ને દર્શાવી ને દાવો કરવામા આવ્યો છે કે આ મહાકાય નર કંકાલ મહાભારત ના ઘટોત્કચ નુ છે.

તો આ વાત ની પુષ્ટિ કરતા પેહલા જાણી લઈએ કે કોણ હતુ આ પાત્ર? એવુ માનવામા આવે છે કે ઘટોત્કચ જન્મતા ની સાથે જ ઘણા મોટા થઈ ગયા હતા. જો વેદવ્યાસ રચિત મહાભારત અનુસાર વાત કરવામા આવે તો ઘટોત્કચ મહાબલી પાંડુ પુત્ર ભીમ તેમજ રાક્ષસી હિડિમ્બા ના પુત્ર માનવામા આવે છે તેમજ મહાભારત ના યુદ્ધ દરમિયાન તેમની મૃત્યુ કર્ણ દ્વારા ચલાવવા મા આવેલ અમોઘ અસ્ત્ર થી થઇ હતી.

મહાભારત અનુસાર ઘટોત્કચ જન્મતા ની સાથે જ મોટા થવા લાગ્યા હતા અને થોડા જ સમય મા તો તેમને યુવાવસ્થા પામી લીધી હતી. જન્મતા ની સાથે તેમના માથા પર વાળ ના હોવા ને લીધે જ તેમની માતા દ્વારા તેમનુ નામ ઘટોત્કચ રાખવામા આવ્યુ હતુ. હવે મહાભારત ના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ ના કહેવા થી ઘટોત્કચ કર્ણ સાથે યુદ્ધ કરવા ગયા હતા. આથી બન્ને વચ્ચે ઘમાસાન યુદ્ધ થઇ રહ્યુ અને કૌરવો ની સેના પર ઘટોત્કચ એકલો ભારી પડતો હતો.

આ સાથે કર્ણ પણ ધનુરવિદ્યા મા નિપુણ હોવાથી તેના એક-એક વાર ને સામો જવાબ આપી રહ્યો હતો. પરંતુ ઘટોત્કચ તો આખી સેના સામે એકલો જ લડી રહ્યો હતો અને તેમનો નાશ કરી રહ્યો હતો ત્યારે દુર્યોધન ના કેહવા થી કર્ણ ને ભગવાન ઈંદ્ર પાસે થી પ્રાપ્ત થયેલ અમોઘ અસ્ત્ર કે જે કોઈ નો પણ વિનાશ કરવા માટે સક્ષમ હતુ ચલાવવા કર્ણ ને આજ્ઞા કરી અને આ અમોઘ અસ્ત્ર ની શક્તિ થી વીર ઘટોત્કચ વીરગતિ ને પ્રાપ્ત થયા.

આ તો વાત થતી હતી ઈતિહાસ ના પાના મા આલેખિત એવી મહાભારત ના ઘટોત્કચ ની પણ અત્યારે હાલ થોડા સમય પૂર્વે આ મહાભારત ના ઘટોત્કચ ફરી એકવાર ચર્ચા મા આવી રહ્યા છે. એક એહવાલ મુજબ જયારે નેશનલ જીઓગ્રાફીક ની ટીમ દ્વારા ભારત ના ઉત્તરી ક્ષેત્ર નુ ખોદકામ કરી રહી હતી ત્યારે આ ખોદકામ દરમિયાન તેમને ૨૨ ફૂટ નુ વિશાળકાય નર કંકાલ મળી આવ્યુ હતુ.

આ વાત સન ૨૦૦૭ ની છે કે જયારે નેશનલ જિઓગ્રાફિક ની ટીમ દ્વારા આ ખોદકામ કરવામા આવ્યું હતું અને આ કંકાલ જયારે જોવા મા આવ્યું તો એવું ઘણા લોકો દ્વારા માની લેવા મા આવ્યું કે આ વિશાળકાય નર કંકાલ મહાભારત ના ઘટોત્કચ નુ હોય શકે. આ લેખ વિશે ની માહિતી અગાવ ૮ સપ્ટેમ્બર ૨૦૦૭ ના રોજ ઘણા દૈનિક સમાચાર પત્રો મા પ્રકાશિત પણ કરવામા આવી હતી પણ હાલ સુધી આ વાત ની પુષ્ટિ કરતી હોઈ પણ બાબત રજુ કરવામા નથી આવી.

આ સાથે જ એક વાત તો નક્કી જ છે કે આવુ વિશાળકાય કંકાલ કોઈ સામાન્ય માણસ તો ના જ હોય શકે. આ સાથે ચર્ચા નો વિષય એટલે બન્યો કેમકે આ વિશાળકાય કંકાલ ની કદ-કાઠી આબેહુબ મહાભારત ના ઘટોત્કચ ના પાત્ર ને અનુરૂપ હતી. આ સાથે જ ઘણા લોકો નુ એવું પણ માનવુ છે કે આ કંકાલ અમેરિકા મા જોવા મળતા બિગફૂટ ની પણ હોય શકે કેમકે જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે અમેરિકા મા જોવા મળતા બિગફૂટ ની આશરે લંબાઈ ૮ ફૂટ સુધી ની હોય છે.

આ સિવાય એક બીજી વાત એ પણ સામે આવી કે આ પૃથ્વી પર આવા વિશાળકાય માનવી ૫ લાખ વર્ષ પૂર્વ થી ૧ કરોડ ૨૦ લાખ વર્ષ પૂર્વ ની વચ્ચે રહેતા હતા. આથી એવુ પણ મનાય છે કે આ કંકાલ તેમના મા થી પણ કોઈ નુ હોય શકે. આ તમામ વાતો માત્ર તર્ક આધારિત છે હજુ સુધી આ એકેય વાત ના પુરાવા રજુ કરવામા આવ્યા નથી. આથી એ પણ નક્કી ના કહી શકાય કે આ કંકાલ ઘટોત્કચ નુ જ છે. તો ઘણા લોકો ફોટો જોઈ ને એ પણ કહે છે કે આ ફોટો ન્યુયોર્ક મા થતા ખોદકામ સમયે મળી આવેલા કંકાલ નો છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,249 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>