ગરીબનો પ્રેમ – કાશ પ્રેમનો ઈઝહાર ૨૦ વર્ષ પહેલા કરી દિધો હોત તો આજે પરિસ્થિતિ આવી ના હોત…

સંજય અને સીમા સાતમા ધોરણ થી સાથે. એ વખતે એક બાજુ છોકરાં ઓ અને એક બાજુ છોકરી ઓ ને બેસાડતા સંજય કાગળ નું વિમાન બનાવે અને સીમા પર ટીચર ની નજર ના હોય ત્યારે ફેંકે અને ચાલુ કલાસમાં સીમા એની સામે ઈશારો કરે આવું ના કર પણ સંજયને મજા આવે અને કલાસ પૂરો થાય એટલે સીમા એજ વિમાન જોરથી સંજય ને પાછું મારે અને આખા ક્લાસમાં બધા ને ખબર કે સંજય સીમા ને બવ હેરાન કરે પણ આ મજાક મસ્તી બધાને ગમતી અને સમય જેમ આગળ ગયો તેમ સીમા ભણવામાં હોશિયાર હોઈ ક્લાસમાંપહેલો નંબર લાવતી અને સંજય પાસ ક્લાસ પાસ થતો પણ બંને ની દોસ્તી પાકી અને એક દિવસ સીમા કહે “સંજય? તું ભણવામાં ધ્યાન આપ. હવે આપડે 10મા માં આવ્યા. આ બોર્ડ ની
પરીક્ષા કહેવામાં આવે. તું મજાક માં ના લેતો!” અને સંજય હા કહે અને માથું ધુણાવે પણ અલ્લડ મસ્તી ખોર કોઈ બાબત માં જરાય સિરિયસ નહીં…સીમા ધીર ગંભીર અને સિન્સીયર છોકરી એટલે 10મા માં સારા માર્કએ પાસ થઇ અને સંજય એવરેજ માર્કે પાસ અને સીમા 11 સાઇન્સ અને સંજય 11 કોમર્સ માં. બંને એકજ સ્કૂલમાં એટલે રોજ મળતા અને એજ સ્કૂલમાં ધીંગા મસ્તી કરતા અને પછી 12મા માં આવ્યા એટલે સીમા ભણવામાં લાગી ગઈ અને પોતાના કરિયર વિષે વિચારવા લાગી અને સંજય ને પૂછે સંજય “હવે તું શું કરવાનો?” “હું જોવ છુ હજિ કઈ વિચાર્યુ નથી” અને 12 ના રિઝલ્ટ વખતે બંને મળ્યા અને સીમા હોમ સાઈન્સ કરવા ગઈ અને સંજય કોમર્સ કૉલેજમાં અને વર્ષો પછી એટલે 20 વર્ષ પછી અચાનક એકદિવસ સીમા પોસ્ટ ઓફિસ માં જાય છે કોઈક કામ માટે અને ત્યાંજ ત્યાંના ઓફિસ બોય સીમા ને કહે “ઓ બેન”.. સીમા કહે “મને કહે છે” “હા તમને”…..

“મારા સાહેબ તમને કેબીન માં બોલાવે છે” સીમા કહે “મને! કેમ? હું તમાંરા સાહેબ ને નથી ઓળખતી. તેમને મારુ શું કામ કામ છે? મને કેમ બોલવે છે?”

“બેન એ નહી ખબર પણ તમને બોલવે છે?” અને સીમા મનમાં વિચારે કેવો માણસ છે હું એને ઓળખતી નથી. હું પહેલીવાર આવી છું અને મને કેમ બોલવે છે? એ પટાવળાને કહે છે “તમાંરા સાહેબ ને કો મારુ કામ હોય તો બહાર આવે.” અને ત્યાંજ સીમા કહી કોઈક જાણીતો અવાજ આવે છે અને કેબીન માંથી સંજય બહાર આવે છે. “લો સરકાર તમરો હુકમ અમે બહાર આવી ગયા”… અને સીમા એકદમ આસ્ચર્ય પામે છે “તું અહી સંજય!” અને સંજય તેને પોતાની ઓફીસ માં અંદર લઇ જઈ બધાની ઓળખ કરાવી કહે છે “આ છે મારી ખુબજ સારી સ્કૂલ મિત્ર અમે સાથ ભણતા મસ્તી કરતા અને હું એને ખુબ હેરાન કરતો હતો અને આજે આટલા વર્ષે મળ્યા છે.” અને બધા સીમાને હેલો કરે છે અને સંજય એની કેબિન માંલઇ જઈ કહે છે “હું આ પોસ્ટ ઓફિસ નો હેડ છું અને મેં તને દૂરથી જોઇ એટલેજ પ્યૂન ને કહ્યું તને બોલાવનું. બોલ તું શું લઈશ ચા કોફી! અરે આઈસ્ક્રીમ માંગવું?” “ના મારે કઈ નથી જોઈતું તું બેસ આપણે વાતો કરીએ. તું અહી કેવી રીતે?” અને એજ મસ્તી ભર્યા અંદાજ માં સંજય કહે “જેમ તું અચાનક મળી તેમ નોકરી પણ મળી. કોલેજ પુરી કરી અને ઘરની પરિસ્થિતિ સારી નહી એટલે બધી જોબ માટે ની એક્ઝામ આપતો તેમાં પોસ્ટની એક્ઝામ માં પાસ થયો અને આજે 20 વર્ષે હેડ માસ્તર થયો”..

“પણ હું તને કયારેય નથી ભુલ્યો હું તને ત્યારથીજ પ્રેમ કરતો હતો જ્યારથી હું સાતમા ધોરણમાં તારી શાથે હતો હું એવું વિચારતો કે મારા જીવનમાં સીમા નું સ્થાન બીજું કોઈના લઇ શકે અને હું જેમ બને તેમ સ્કૂલમાં વધારે આવતો ફક્ત તારા લીધે અને હું જયારે તને મળું, તારી શાથે વાત કરું ત્યારે એવું લાગે મારા જેવું નસીબ દાર કોઈ નથી આટલી સુંદર દેખાવડી અને હોંશિયાર છોકરી ને હું પ્રેમ કરું છુ!” “તો પછી પાગલતે મને કોઈ દિવસ પ્રપોઝ કેમ ના કર્યું?” “તારે મને કેવું તો હતું? કે તું મને પ્રેમ કરે છે ક્યારેક તો મારા ઘરે આવવું હતું પાગલ! હું આપણી દોસ્તીને પ્રેમમાં બદલતી જોઈ કેટલી ખુશ થાત મને પુછવુતો હતું??”

“ના હિમ્મત થઇ કેમ કહું તને ! તું પૈસાદાર ની દીકરી ને હું ગરીબ ઝુંપડામાં મારુ ઘર. હું તને ત્યાં શું શુખ આપી શકું અને મારી ગારીબાઈ એ મારા પ્રેમ નો એકરાર કરવાની ના પાડી દીધી અને હું મનોમન તને ચાહતો રહ્યો પણ તને ક્યારેય ના કીધું કારણ ગરીબ ને તો પ્રેમ કરવાનો પણ અધિકાર નથી! અને મેં મારી પરિસ્થિતિ પ્રમાણે અમારીજ કાષ્ટ માં છોકરી જોઈ લગ્ન કરી અને આજે પરિસ્થિતિ નો સામનો કરતા કરતા આટલે પહોચ્યો છું તારા લેવલમાં તો નથી પણ તારી સાથે ઉભો રહી શકું એટલું તો એચિવ કર્યું છે મેં” અને ત્યાંજ સીમા ની આંખોમાંથી આસુ આવી જાય છે અને મનમાં વિચારે છે શું ગરીબ પ્રેમ નો એકરાર ના કરી શકે અને સીમા આંખના આસુને કોઈને ખબરના પડે તેમ લૂછી ને સંજય સામું જોઈ એક સ્મિત આપે છે..

સંજય જાણે આજે બધુજ કહી પોતાનો ભાર હળવો થઇ ગયો હોય તેમ ફ્રેશ થઇ જાય છે. અને
સીમાને કહે છે “બોલ હવે તું શું કરે છે? તું તો કોઈ અમીર ને ત્યાંજ હોઈશ એટલે તારેતો જલસા?” અને સીમા કહે છે “હા હું ખુશ છું જોબ કરું છું. મારા હસબંડ પણ ખૂબજ સારા છે એક દીકરો દીકરી છે એ લોકો હવે ભણી રહ્યા છે અને હું મારા ફેમીલી થી ખુશ છું. અને આજે તને મળી ખુબજ આંનદ થયો સંજય. એક વાત કહું ભલે આપણે જીવન માં એક ના થઇ શક્યા પણ પેહલા જેવા સારા મિત્રો બની ને તો રહી શકીએ? આજે તારું ફેમેલી છે મારુ પણ ફેમિલી છે તો શું આપણે સારા ફેમિલી ફ્રેન્ડ તો બનિજ શકીએ ને? તું મારા ઘરે આવજે હું મારા બાળકોને તારી ઓળખ આપીને કહીશ કે જો અમારે પણ સ્કૂલના મિત્રો હોય છે.!” અને સીમા ઘરે જવા તૈયાર થાય અને સંજય તેને બહાર સુંઘી મુકવા જાય છે અને “બાંય, ફરી મળી શું” કહી છુટા પડે છે અને સંજય પોતાની કેબીન માં જાય છે ત્યારે તેના ચેહરા પર ના ભાવ ખુશી
બધુજ ઓફિસ ના સ્ટાફ નોટિસ કરે છે અને બઘા અંદર અંદર વાતો કરે છે સાહેબ આજે ખુશ છે… અને સંજય પોતાની કેબીન માં જઇ આંખ બંધ કરી મનમાં વિચારે છે ભલે તને પામી ના શક્યો પણ આટલા વર્ષ તને જોઈ જે આંનદ થયો અને તું ખુસ્ છે એ જાણી વધારે આંનદ થયો. ભગવાન તારું જીવન આમજ ખુશી ઓ થી ભરેલુ રાખે તેવી શુભેચ્છાઓ એક ગરીબ પ્રેમી બીજું આપી પણ શું શકે ?

ગરીબની શુભેચ્છા એજ ગરીબ નો પ્રેમ……

લેખક : નયના નરેશ પટેલ.

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં આપો, દરરોજ અલગ અલગ વિષયની વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,600 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>