નવા વેપાર-ધંધા માટે મુદ્રા લોન લેવા વિચારી રહ્યા હોય તો આ ૬ બાબતોનુ ખાસ રાખો ધ્યાન

ભાજપ સરકારે ભારતના લાગુ ઉદ્યોગ ધરાવતા નાના વેપારીઓને આશાનીથી લોન મળી રહે તે માટે પ્રધાનમંત્રી મુદ્રા સ્કીમની શરૂઆત કરી હતી. સરકારનો દાવો હતો કે, ૯ કરોડથી વધારે લોકોએ આ લોનનો લાભ ઉઠાવ્યો હતો. કોઇપણ વ્યક્તિ બિઝનેસ શરૂ કરવા માંગે છે અથવા પોતાના બિઝનેસને વધારવા માંગે છે તો તે મુદ્રા લોન મેળવી શકે છે.

આજે અમે તમને જણાવવા જી રહ્યા છીએ કે મુદ્રા લોન કઈ રીતે લઇ શકાય અને તેના વિશે જાણકારી આપી રહ્યા છીએ. જેની મદદથી તમે સરળતાથી લોન લઇને પોતાના બિઝનેસને શરૂ કરી શકો છો.

ક્રેડિટ હિસ્ટ્રીનુ વિશે હંમેશા ધ્યાન રાખો

આ યોજનામાં બેન્ક બીજી અનસિક્યોર્ડ લોનની જેમ મુદ્રા લોન આપતી વખતે પણ તમારા ક્રેડિટ હિસ્ટ્રીનું ખાસ ધ્યાન રાખે છે. એટલે સૌથી પહેલા એ ચેક કરી લો કે, તમારા ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ સમયસર થયેલ છે કે નહીં અથવા તમે પહેલાથી જ કોઇ લોન લીધી છે તો તેનું ઇએમઆઇ સમય પર ભરેલું છે કે નહીં.

આ મુશ્કેલીઓના લીધે તમારો સિબલ સ્કોર ઘટી શકે છે. એટલા માટે મુદ્રા લોન માટે એપ્લાય કર્યા પહેલા પોતાનો સિબિલ સ્કોરને બને એટલો સુધારી લેવો.

ફોર્મ ભરવામાં રાખો ધ્યાન

તમે જયારે મુદ્રા લોન માટે અરજી કરી રહ્યા છો તો તે ચકાશાની જરૂર કરી લો કે ફોર્મમાં પૂછવામાં આવેલા દરેક સવાલના જવાબ તેમ આપ્યા છે કે નહીં. બેન્કએ જે ઔપચારિકતાઓ વિશે નિર્દેશક આપ્યો છે, તેનું પાલન તમે કર્યુ છે કે નહીં.

અરજી સમયે આ વાતને ધ્યાનમાં રાખો

કોઈ પણ વેપારી જ્યારે લોન માટે અરજી કરે ત્યારે તેની પાસે જે ક્ષેત્રમાં બિઝનેસ કરવા જઇ રહ્યા છો તેની પૂરી જાણકારી હોવી જરૂરી છે. જો તમે તમારા ક્ષેત્રની જાણકારી આપવામાં નિષ્ફળ રહો છો તો તમારી એપ્લીકેશન રદ થઇ શકે છે.

બેંક સ્ટેટમેન્ટનુ ધ્યાન રાખવું

આ લોન લેવા સમયે તમારા બેન્ક એકાઉન્ટના સ્ટેટ્મેંટની પણ જરૂર પડે છે, જો સ્ટેટ્મેંટમાં કોઇ ભૂલ જોવા મળશે તો તે પરિસ્થિતિમાં તમારી લોન કેન્સલ થઇ શકે છે.

જો ૧૦ લાખ રૂપિયા સુધીની લોન લઇ રહ્યા છો તો..

નવા ધંધા માટે અથવા તેને વધારવા માટે ૧૦ લાખની લોનની જરૂર છે તો તમે તરુણ સ્કીમ માં એપ્લાય કરી શકો છો. જો કે, તેના માટે તમારે જરૂરી કાગળોની સાથે ૨ વર્ષના ઇનકમ ટેક્સ રિટર્નની પણ જરૂર પડશે. રિટર્નની ડિટેલ ના હોવા પર બેન્ક તમને લોન આપવાની ના પાડી શકે છે.

ડોક્યુમેન્ટ નું રાખો ખાસ ધ્યાન

જો તમારે નવો ધંધો શરૂ કરવા માંગો છો તો સૌ પ્રથમ એ વાતની ખાતરી કરી લો કે તમારા એજ્યુકેશન, ટેક્નિકલ અથવા પ્રોફેશનલ એજ્યુકેશન સહિતના દર્સ્તાવેજ પૂરા છે કે નહીં. પોતાની બેલેન્સ સીટ, ટેક્સ સર્ટિફિકેટ, બિઝનેસના સર્ટિફિકેટ સંપૂર્ણ રીતે ચેક કરી લો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,226 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 32

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>