સ્ટફ્ડ પનીર નરગીસી કોફ્તા – રેસ્ટોરાં સ્ટાઈલની આ સ્વાદિષ્ટ સબ્જી એકવાર બનાવો ઘરમાં સૌની પસંદ બની જશે …..

હાઈ ફ્રેન્ડસ આજે હુ શીખવવા જઈ રહી છુ.રેસ્ટોરાં સ્ટાઈલ મા એક સ્વાદિષ્ટ અને બધાની પસંદીદા વાનગી જે એકદમ સરળ છે. તો ચાલો થઈ જાવ તૈયાર શીખવા માટે.

15 કોફ્તા માટે સામગ્રી

 • 7-8 બાફેલા બટાટાનો માવો,
 • 4-5 ચમચી કોર્નફ્લોર
 • નમક સ્વાદ મુજબ. આ બધુ મિક્સ કરી ગોળા વાળી લો.
 • પનીર બોલ્સ માટે,
 • પનીર 200 ગ્રામ .
 • કોર્નફ્લોર એક મોટી ચમચી ,
 • નમક સ્વાદ મુજબ.આ બધુ મિક્સ કરી ગોળા વાળી લો.

સ્ટફીંગ માટે.

 • કાજુ કિશમીશ એક કપ બારીક સમારેલા.
 • કોથમીર અને 2 લીલા મરચા બારીક સમારેલા.
 • નમક સ્વાદ મુજબ.આ બધુ મિક્સ કરી લો.

કોફ્તા વાળવાની રીત.

પનીરના ગોળાને કટોરી જેવો આકાર આપી.ડ્રાય ફ્રુટ વાળુ સ્ટફીંગ ભરીને બોલ્સ તૈયાર કરી લો.હવે એજ રીતે બટાટાના બોલ્સને કટોરી જેવો આકાર આપી ને પનીરનો બોલ વચ્ચે મૂકી ને બધા બોલ્સ તૈયાર કરી કોર્નફ્લોર મા કોટ કરીને સોનેરી તળી લો.
બ્રાઉન ગ્રેવી માટે સામગ્રી.

 • 3 મિડિયમ ડુંગળી ,
 • 2-3 લીલાં મરચાં ,
 • બે ત્રણ લવિંગ, તજ નો ટુકડો,ચાર પાંચ બદામ,ચાર પાંચ કાજુ,
 • 2 કપ ટમેટાનો રસ,
 • એક ચમચી લાલ મરચું પાઉડર ,
 • અડધી ચમચી હળદર,
 • એક ચમચી ધાણા જીરુ પાઉડર ,
 • એક ચમચી એવરેસ્ટ શાહી પનીર ગરમ મસાલો.
 • તેલ ત્રણ થી ચાર ટેબલસ્પૂન,
 • નમક સ્વાદ મુજબ .

રીત—-

કડાઈમા તેલ ગરમ કરી તજ લવિંગ લીલા મરચા ડુંગળી નાખીને એકદમ બ્રાઉન થાય ત્યા સુધી શેકો .ઠંડુ થયા બાદ મિક્સરમાં પેસ્ટ બનાવી લો.હવે પેનમા થોડુ તેલ મૂકી ઉપરની બ્રાઉન પેસ્ટ શેકો.ટામેટાની પ્યૂરી નાખો.થોડુ પાણી ઉમેરો.બધા સૂકા પાઉડર મસાલા નમક એડ કરી ને ઢાંકણું ઢાંકી ધીમા તાપે સાત આઠ મિનિટ ઉકાળો. હવે એક સર્વિંગ બાઉલમાં કોફ્તા મૂકી ઉપર આ ગરમ ગ્રેવી રેડી દો.કોથમીર કસૂરીમેથી અને થોડા પનીર ડ્રાયફ્રુટના સ્ટફીંગ વડે ગાર્નિશ કરીને ગરમ ગરમ નાન પરોઠા અથવા કૂલચા જોડે પીરસો.

રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

Comments

comments


3,408 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 1