જો તમે પણ તમારા બાળકને બોલાવો છો હુલામણા નામથી તો સાવધાન જાણો શું થઇ શકે છે બાળક સાથે…

ઈન્ટરનેટના યુગમાં લોકો પોતાના નવજાત બાળકનું નામ રાખવામાં પણ આધુનિક થવા લાગ્યા છે. એટલે કે બાળકનું નામ તેઓ ઈન્ટરનેટના ઉપયોગથી રાખી દેતાં હોય છે. કેટલાક લોકો એવું નામ રાખે છે જેનો કોઈ અર્થ જ ન નીકળતો હોય, કેટલાક એવું નામ રાખે કે જેમાં માતા-પિતાના નામનો સમાવેશ થયો હોય. આમ કરવાથી એક બાળકના બે-બે નામ થાય છે. કેટલાક ઘરમાં બાળકને ઘરમાં અલગ નામથી બોલાવતાં હોય અને તેનું સાચું નામ અલગ હોય. પરંતુ ખરેખર તો આ રીતથી બાળકના ભવિષ્ય પર અસર પડે છે.

બાળકનું નામ તેની ઓળખ બને છે તેથી તેને મનફાવે તેમ ન રાખવું જોઈએ. નામ રાખતી વખતે ખાસ તકેદારી રાખવી જોઈએ. બાળકનું નામ રાશિ અનુસાર હોય. તેના નામનો અર્થ હોય વગેરે. જો આમ ન કરવામાં આવે તો બાળકના ભવિષ્ય પર માઠી અસર પડે છે.

1. નામકરણ સંસ્કાર કરતી વખતે બાળકનું નામ માતૃભાષાના શબ્દ અનુસાર જ રાખવું. કારણ કે ભાષાનો સંબંધ પણ ખાસ છે. માતૃભાષા બાળકને તેની સંસ્કૃતિ, ધર્મ સાથે જોડે છે.

2. નામકરણ સંસ્કાર શુભ દિવસ અને શુભ મુહૂર્તમાં જ કરવું…

3. બાળકનું એક જ નામ રાખવું એટલે કે તેને એક જ નામથી સંબોધિત કરવું ઘરમાં અને બહાર પણ….

4. બાળકનું નામ તેની રાશિ અનુસારના શબ્દો પરથી જ રાખવું. આમ કરવાથી નામની શુભ અસર થાય છે…

5. કેટલીક વખત એવું પણ બને છે કે નામકરણ સંસ્કાર વખતે રાખેલું નામ થોડાક સમય બાદ બદલી દેવામાં આવે છે, આમ પણ ન કરવું…

6. બાળકનું નામ ભગવાનના નામ પર ક્યારેય ન રાખવું. કારણ કે માણસ માત્ર કેટલીક ખામીઓ ધરાવે છે, જીવન દરમિયાન સારી તેમજ ખરાબ પ્રવૃત્તિ પણ તેના હાથે થાય છે. તેવામાં વ્યક્તિ ઈશ્વરના દોષી બને છે.

7. બાળકનું હુલામણું નામ ક્યારેય ન પાડવું તેમજ બાળકના સાચા નામને ટુંકું કરીને પણ ન બોલાવવું. આમ કરવાથી તેને બે નામની દશાને ભોગવવું પડે છે.

8. નામકરણ સંસ્કાર બ્રાહ્મણની ઉપસ્થિતીમાં વિધિવત રીતે કરવું અને તેનું નામ અર્થપૂર્ણ હોય.

લેખન સંકલન : અશ્વિની ઠકકર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,955 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>