અઠવાડિયા દરમિયાન બને જો આવા યોગ તો સંભાળજો નહિ તો થશે નુકશાન…

જ્યોતિષ શાસ્ત્રમાં જેવી રીતે શુભ, ઉત્તમ, સર્વાર્થ સિદ્ધ, પુષ્ય નક્ષત્ર જેવા શુભ યોગનો ઉલ્લેખ છે તેવી જ રીતે કેટલાક એવા યોગ વિશે પણ જણાવાયું છે કે અત્યંત અશુભ ગણાય છે. આવા યોગમાં કોઈ દિવસ સારું કામ કરવું ન જોઈએ. આ યોગમાં કોઈપણ કાર્ય સફળ થતું નથી. જો કોઈ કામ શરૂ પણ કરો તો તેમાં પણ તમારે સમસ્યાનો સામાનો જ કરવો પડે. આ યોગ વિશે તમે પણ સરળતાથી જાણી શકો છો કેમ કે તેનો સંબંધ સપ્તાહના વાર અને નક્ષત્રો સાથે છે. તમે પંચાગ જોઈ અને જાણી શકો છો કે શુભ યોગ ચાલે છે કે અહીં દર્શાવવામાં આવેલા અશુભ યોગ ચાલી રહ્યો છે. આજે અહીં તમને આ અશુભ યોગ વિશે એટલા માટે જ જણાવાયું છે કે તમે તેનાથી જાણકાર થઈ જાઓ અને તેની અશુભ અસર તમારે સહન ન કરવી પડે.

કાલદંડ

રવિવારે ભરણી, સોમવારે આદ્રા, મંગળવારે મઘા, બુધવારે ચિત્રા, ગુરુવારે જેષ્ઠા, શુક્રવારે અભિજિત અને શનિવારે પૂર્વાભાદ્રપદ નક્ષત્ર હોય તો તેને કાલદંડ યોગ કહેવાય છે. આ યોગ દરમિયાન કરેલું કાર્ય મૃત્યુ સમાન કષ્ટ આપે છે.

વજ્ર યોગ

રવિવારના દિવસે આશ્લેષા, સોમવારે હસ્ત, મંગળવારે અનુરાધા, બુધવારે અત્તરાષાઢા, ગુરુવારે શતભિષા, શુક્રવારે અશ્વિની અને શનિવારે મૃગશિરા નશ્રક્ષ આવે તો ત્યારે વજ્ર યોગ બને છે. આ યોગ પણ અશુભ હોય છે અને તેમાં કોઈ કાર્ય શરૂ કરવું ન જોઈએ.

લુંબક યોગ

રવિવારે સ્વાતિ, સોમવારે મૂલ, મંગળવારે શ્રવણ, બુધવારે ઉત્તરાભાદ્રપદ, ગુરુવારે કૃતિકા, શુક્રવારે પુનર્વસુ અને શનિવારે પૂર્વાફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે પણ કોઈ કાર્ય ન કરવું જોઈએ તેનાથી ધનહાનિ થવાની સંભાવના રહે છે.

ઉત્પાત યોગ

રવિવારે વિશાખા, સોમવારે પૂર્વાષાઢા, મંગળવારે ધનિષ્ઠા, બુધવારે રેવતી, ગુરુવારે રોહિણી, શુક્રવારે પુષ્ય અને શનિવારે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હોય તો તેને ઉત્પાત યોગ કહેવાય છે અને તે પ્રાણઘાતક પણ સાબિત થઈ શકે છે.

મૃત્યુ યોગ

રવિવારે અનુરાધા, સોમવારે ઉત્તરાષાઢા, મંગળવારે શતભિષા, બુધવારે અશ્વિની, ગુરુવારે મૃગશિરા, શુક્રવારે આશ્લેષા અને શનિવારે હસ્ત નક્ષત્રનો સંયોગ હોય તો તેને મૃત્યુ યોગ કહેવાય છે. આ યોગ પણ મૃત્યુ અથવા મૃત્યુ તુલ્ય સમસ્યા સર્જી શકે છે.

 લેખન સંકલન : અશ્વિની ઠક્કર

બીજા મિત્રોને પણ આ માહિતી મોકલો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,400 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>