નજરદોષ દૂર કરવા કપૂર અને હિંગનો આ ઉપાય તમને ફાયદો અપાવશે…

હીંગનું નામ સાંભળતાં જ ઘરનું રસોડું અને તેમાં રાખેલું મસાલાનું પાત્ર યાદ આવે. હીંગ એવો મસાલો છે જેનો ઉપયોગ રસોઈ ઉપરાંત સ્વાસ્થ્ય સુધારવા માટે પણ કરી શકાય છે. પેટના રોગોમાં પણ હીંગ લાભદાયી નીવડે છે. ફેરુલા-ફોઈટિડા નામના છોડના રસને સુકાવી અને તેમાંથી હીંગ બનાવવામાં આવે છે. જોકે તમે કદાચ એ વાતથી અજાણ હશો કે આપણે ત્યાં હીંગના કેટલાક ટોટકા પણ પ્રચલિત છે. જેવી રીતે સ્વાસ્થ્યલક્ષી ઘરગથ્થુ ઉપાયો કરવામાં હીંગનો ઉપયોગ થાય છે તેવી રીતે કેટલાક ટોટકા પણ હીંગના ઉપયોગથી થતાં હોય છે કયા કયા છે આ ટોટકા ચાલો જાણીએ.

– જો કોઈ કાર્ય વારંવાર પ્રયત્ન કરવા છતાં પૂર્ણ થતું ન હોય તો તે કામ વિધ્ન વિના પૂર્ણ થાય તે માટે પોતાના માથાં પરથી ચપટી હીંગ ઉતારી તેને ઉત્તર દિશામાં ફેંકી દેવી.૧

– નજર દોષ દૂર કરવા કપૂરની ટીકડી પર હીંગ રાખી તેને બાળી દેવી અને પછી તેની મેષ નજર લાગી હોય તે વ્યક્તિને આંજી દેવી. આ કામ કરતી વખતે ॐશ્રી હનુમતે નમ: મંત્ર અગિયાર વખત બોલવો.

– આ ઉપરાંત નજરદોષ દૂર કરવા હીંગના પાણીના કોગળા કરવાનો ઉપાય પણ પ્રચલિત છે. આ ઉપાય પૂનમ, દિવાળી, હોળી પર વધારે કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે તેનો પ્રભાવ વધી જાય છે.

– કરજમુક્તિ માટે લાલ દાળનું દાન કરવું અને સ્નાન કરવાના પાણીમાં હીંગ ઉમેરીને નહાવવું જોઈએ.

– ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો હીંગનો ઉપાય સૌથી વધારે પ્રચલિત છે. તેના માટે હીંગ, કપૂર અને મરીનો પાવડર ઉમેરી તેમાથી નાની ગોળીઓ બનાવી લેવી રોજ સંધ્યા સમયે આમાંથી એક એક ગોળીને ઘરના મુખ્ય દરવાજા પાસે રાખી બાળી દેવી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણાં પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,863 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>