મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ મુઠિયા…

આજે બનાવો મૂળા ના પાન માંથી મુઠિયામિત્રો મૂળા ના પાન નો સાંભરો,પરાઠા આવું બધું તો કોઈ ને કોઈ એ બનાવ્યું જ હશે પણ આજે એ જ પાન માંથી આપણે કંઈક નવી વાનગી બનાવીએ તો ચાલો જોઈ લઇ સ્ટેપ બાય સ્ટેપ રેસિપિ

સામગ્રી

  • 1 મોટો વાટકો મૂળા ના પાન ઝીણા સમારેલ
  • 1 નાની વાટકી મેથી ની ભાજી ઝીણી સમારેલી
  • 1 વાટકી ઘઉં નો લોટ
  • 1/2 વાટકી ચણા નો લોટ
  • 1 વાટકી ઢોકળા નો લોટ
  • 1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • 1 ટી સ્પૂન ઘણા જીરું પાવડર
  • 1/2 ટી સ્પૂન હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચપટી ખાવાનો સોડા
  • 1 ટી સ્પૂન આદુ લસણ ની પેસ્ટ
  • 1 ટી સ્પૂન ખાંડ
  • 2 ટી સ્પૂન લીંબુ નો રસ
  • 2 થી 3 ટી સ્પૂન તેલ
  • કોથમીર(ઓપસનલ)IMG_20180806_192623

નાવાની રીત

સૌ પ્રથમ મૂળા ના પાન ને અને ઝીણી સમારેલ મેથી ને ધોઈ કોરી કરી લેવી.IMG_20180806_192639

હવે એક મોટા બાઉલ માં મૂળા ના પાન, મેથી,ઘઉં નો લોટ,ચણા નો લોટ અને ઢોકળા નો લોટ ઉમેરી મિક્સ કરો.IMG_20180806_193151

હવે તેમાં આદુ લસણ ની.પેસ્ટ,લાલ મરચું પાવડર,ધાણા જીરું,હળદર,મીઠું,ખાંડ અને તેલ નું મોણ નાખી મિક્સ કરો.(પાણી જરૂર પડે તો હાથ વડે 5 થી 7 ટીપા છાંટવું)

હવે મિક્સ કરેલ મિશ્રણ પર ચપટી ખાવાનો સોડા અને તેના પર 2 ટી સ્પૂન લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્ષ કરો.

હવે ઢોકળિયા માં પાણી ગરમ મુકો અને ચારણી પર તેલ વાળો હાથ લગાવી તેને પણ ગરમ થવા દો.

હવે તેલ વાળો હાથ કરી તૈયાર કરેલ મિશ્રણ માંથી મુઠીયા વાળો અને ઢોકળિયા માં બાફવા મુકો.IMG_20180806_193533

10 થી 12 મિનિટ પછી ચપ્પુ વડે ચેક કરી લેવું જો ચપ્પુ માં મિશ્રણ ચોંટે તો હજી 5 મિનિટ પકાવું.હવે મુઠીયા બાફેલા ભાવે તો એમ નઈ તો 2 ટી સ્પૂન તેલ મૂકી રાય,તલ,હિંગ અને લીમડા ના પાન નાખી વધારી લેવા.IMG_20180823_162932

નોંધઃ આમાં ભાત પણ ઉમેરી શકાય.પાણી જરૂર પડે તો જ ઉમેરવું મેં અહીંયા વધરયા નથી.

રસોઈની રાણી :ચાંદની ચિંતન જોશી(જામનગર)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,404 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>